2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(સપ્ટેમ્બર થી ડીસેમ્બર)
સપ્ટેમ્બર
અમેરિકી અખબાર વૉશિંગ્ટન પોસ્ટે મનમોહનસિંઘને નિષ્ફળ વડાપ્રધાન તરીકે ભલે
રજૂ કર્યા પણ મનમોહનસિંઘે બહુ મક્કમતાપૂર્વક આર્થિક નિર્ણયો લઈને સૌને
ચોંકાવી દીધા ! વિરોધ પક્ષોના નિશ્ચિત વિરોધ અને ધમકીઓને અવગણીને દેશી
બજારમાં વિદેશી કંપનીઓને 'એફ.ડી.આઇ.' દ્વારા પ્રવેશ આપવાનો નિર્ણય લીધો.
વિકાસ જોઈએ છે તો સાહસ અને જોખમ માટે તૈયાર રહો તેમ કહ્યું. 'પૈસા કાંઈ ઝાડ પર ઉગતા નથી ! હજુ કડક નિર્ણયો લેવા પડશે, મને સાથ આપો.' મમતાએ યુપીએ સાથે છેડો ફાડયો. તૃણમૂલના છ પ્રધાનોએ રાજીનામા આપ્યા. પ. બંગાળમાં મમતાએ વિરોધમાં ભવ્ય રેલી કાઢી રિટેઇલમાં એફ.ડી.આઇ.ના નિર્ણયના વિરોધમાં એન.ડી.એ., સ.પા. અને ડાબેરી પક્ષોએ હાથ મિલાવ્યા અને 'ભારત બંધ' દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો. ડિઝલના ભાવમાં પાંચ રૃપિયાનો વધારો કરાયો અને વર્ષમાં રાહત દરે હવે માત્ર છ જ ગેસના સિલિન્ડર મળશે. દર ત્રણ મહિને તેની કિંમત નક્કી થશે પેટ્રોલિયમ મંત્રાલયે ગેસ ડિલર્સની માંગણી પર ચાર કેટેગરી અને તેના ભાવ કેટેગરી પ્રમાણે નક્કી કર્યા. કોલસા કૌભાંડમાં ભાજપે કોલ બ્લોક રદ કરાયા પછી જ સંસદ ચાલશે તેવો આગ્રહ રાખ્યો. મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને એન.સી.પી.ના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા.
આર.ટી.આઇ. કાર્યકર્તા અંજલિ દમણિયા દ્વારા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પર સિંચાઈ કૌભાંડ દબાવવાનો આક્ષેપ. હરિયાણાના સુરજકુંડમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી યોજાઈ. બઢતીમાં અનામત પ્રમોશન વિધેયક રજૂ થતા રાજ્ય સભામાં હોબાળો થયો. સ.પા.- બ.સ.પા. સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ ભારત- પાકિસ્તાનને ૩૮ વર્ષ બાદ વિઝાના નિયમો બદલ્યા. તેલંગાણા માટે એક લાખથી વધુ લોકો માર્ગો પર આવ્યા ઠેર ઠેર દેખાવો થયા સંસદ અને રાષ્ટ્રીય ચિહ્ન પર વાંધાજનક વ્યંગ ચિત્રો બનાવનાર વિખ્યાત કાર્ટુનિસ્ટ અસિમ ત્રિવેદીના દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ.

મહિનાની સ્ટાર ઓફ ધ મન્થ કુમાર દીપિકાકુમારી રહી હતી. ભારતની સ્ટાર આર્ચર
દીપિકા કુમારીએ વર્લ્ડકપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તાઈપેઈ ખાતે યોજાયેલ
''એશિયન ટૂર ગોલ્ફ ટૂર્નામેન્ટ''માં ભારતના ગગનજીત ભલ્લરે ચેમ્પિયનશિપ
મેળવી હતી. નવી દિલ્હી ખાતે રમાયેલ નહેરૃકપમાં ભારતે કપ મેળવ્યો. ફાઈનલમાં
કેમરૃનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫ વિરૃધ્ધ ૪ થી હરાવી ભારતે વિજય મેળવ્યો હતો.
ભારતે ત્રીજી વખત આ સફળતા મેળવી ચેમ્પિયનશિપની હેટ્રીક સર્જી હતી. બેંગ્લોર
ખાતે રાજસ્થાન અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે યોજાયેલ ઈરાની કપની ફાઈનલમાં
રેસ્ટ ઓફ ઈન્ડિયાએ કપ મેળવ્યો હતો. શ્રીલંકા ખાતે મેન્સ અને વિમેન્સનો
ટી-૨૦ વર્લ્ડકપ, ૨૦૧૪ના ફિફા વર્લ્ડકપ માટે ક્વોલીફાઈય રાઉન્ડ, ડેવિસકપ
વિગેરેનો પ્રારંભ થયો. ટેનિસમાં બ્રિટીશ ખેલાડી એન્ડી મરેએ મેજીક મરેબનીને
યુ.એસ. ઓપનનો ખિતાબ જીત્યો હતો. ૭૬ વર્ષના લાંબાગાળાબાદ ગ્રાન્ડસ્લેમ
જીતનાર પ્રથમ બ્રિટીશ ખેલાડી બન્યો.
ટેસ્ટ ક્રિકેટ જગતમાં ભારત ખાતે ભાર અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણી યોજાય હતી. બેંગ્લોર ખાતેની દ્વિતીય ટેસ્ટમેચમાં ભારતે પાંચ વિકેટથી વિજય મેળવવા સાથે શ્રેણીમાં ૨ વિરૃધ્ધ ૦ થી શ્રેણી વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ વિરાટ કોહલીએ અને સીરિઝનો એવોર્ડ આર. અશ્વિનએ મેળવ્યો હતો.
ટેનિસમાં યુ.એસ. ખાતે યુ.એસ. ઓપન રમાય હતી. જેમાં મહિલા વિભાગનું ટાઈટલ વિમ્બલ્ડન વિજેતા સરેના વિલિયમ્સે ચોથી વખત અને કારકીર્દીનું ૧૫મું ટાઈટલ જીત્યું હતું. સેરેનાએ ઓલિમ્પિક ટાઈટલ પણ જીતવાની સિધ્ધિ મેળવી હતી. પુરૃષ વિભાગમાં બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મુરે બે ટાઈટલ જીતીને ૭૬ વર્ષ બાદ કોઈ ગ્રાન્ડ સ્લેમનું ટાઈટલ જીતનાર સૌપ્રથમ ઐતિહાસિક સ્ટાર બન્યો. મહિલા ડબલ્સનું ટાઈટલ ઈટાલીના સારા ઈરાની અને રોબર્ટા વિન્સીએ જીત્યું હતું. જ્યારે પુરૃષ ડબલ્સમાં બ્રાયન બ્રધર્સ એ યુ.એસ. ઓપનની ચોથી વખત ટાઈટલ જીત્યું હતું.

ઓકટોબર
ઓક્ટોબર મહિનો એ અનેક કૌભાંડોનો પર્દાફાશ કરતો અને 'નિલમ' વાવાઝોડાથી વિનાશ
વેરતો મહિનો રહ્યો. ભાજપના પ્રમુખ ગડકરીની કંપની 'પૂર્તિ પાવર એન્ડ
સુગર'માં મોટા ગોટાળાઓનો અહેવાલ, નીતિન ગડકરીના ડ્રાઇવર અને એકાઉન્ટન્ટ
ડાયરેક્ટર ! ગડકરીએ રાજીનામું આપવાની જરૃર નથી તેમ સંઘે કહ્યું. હરિયાણાના
આઇ.એ.એસ. અધિકારી અશોક ખેમકાએ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ડી.એલ.એફ.
જમીન સોદાની ડીલ રદ કરી. અરવિંદ કેજરીવાલએ રોબર્ટ વાડ્રા પર ૩૦૦ કરોડની ૩૧
સંપત્તિઓ ખરીદવાનો આરોપ. કાયદામંત્રી સલમાન ખુરશીદ પર એક ટી.વી. ચેનલને
વિકલાંગો માટેના ટ્રસ્ટના નાણાંકીય વ્યવહારોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.
ખુરશીદે કેજરીવાલને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે કલમથી નહીં લોહીથી કામ લઈશ !
કેજરીવાલએ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને વીજ કંપનીઓા દલાલ કહ્યા.
લવાસ પ્રોજેક્ટના ગોટાળામાં કેન્દ્રીય મંત્રી શરદ પવારનો આખો પરિવાર સામેલ
છે તેવો આરોપ આઇપીએસ અધિકારી વાય. પી. સિંહે કર્યો. કેજરીવાલાએ દિવાળી
પહેલા ધડાકો કરતા કહ્યું કે, સરકાર તો ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ચલાવે છે.
કેજીડી-૬ બેસિનતી ગેસ કાઢવા માટે મુકેશ અંબાણી અને મનમોહનસિંહ વચ્ચે
સાંઠગાંઠ રચાઈ હતી. વડાપ્રધાનને ચર્ચા કરવાનો કેજરીવાલનો પડકાર. નરેન્દ્ર
મોદીએ મનમોહનસિંઘને 'મૌનમોહનસિંહ' કહ્યા તો શશી થરુરને ૫૦ કરોડની
ગર્લફ્રેન્ડ છે તેમ કહ્યું ! અબ્બાસ નકવીએ તેમને 'લવગુરૃ' કહ્યા શશી થરૃરે
જવાબ આપતા કહ્યું, 'મારી પત્ની અમૂલ્ય છે' તે સમજવા મોદીએ પ્રેમ કરતા
શીખવું પડે ! મનમોહનસિંધે સરકારનો ચહેરો ખરડાયેલો હોય તેની છબી સુધારવા
મંત્રી મંડમાં ફેરફારો કર્યા. એસ.એમ. ક્રિષ્ના, અંબિકા સોની, મુકુલ વાસનિક,
સુબોધકાન્ત સહાય જેવા સાતના રાજીનામા લઈ ૨૨ નવા મંત્રીઓ બનાવ્યા. ૭
કેબિનેટ, ૧૩ રાજ્યકક્ષાના અને ૨ સ્વતંત્ર હવાલો, સલમાન ખુરશીદ નવા વિદેશ
મંત્રી, દિનશા પટેલ માઇનિંગ, પવનબંસલ રેલ્વે, શશી થરૃર માનવ સંશાધન, મનિષ
તિવારી માહિતી પ્રધાન, કિંગફિશરનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરતું
ડી.જી.સી. કિંગફિશરની ૨૬ દિવસ ચાલેલી હડતાલનો અંત આવ્યો.
પેન્શન- વીમા ક્ષેત્રે ૪૯% એફ.ડી.આઇ.ને બહાલી અપાઈ. અરવિંદ કેજરીવાલે ચોથો મોરચો બનાવ્યો. રાઇટ ટુ રિકોલ, લોકોનું રાજ, મોઘવારી મુક્તિ, જમીન સંપાદન, શિક્ષણ, ખેડૂતો, ભ્રષ્ટાચાર વિગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે.

ઓક્ટોબર મહિનાનો સ્પોર્ટસ સ્ટાર્સ પંકજ અજવાણી, રૃપેશ શાહ, સેબેસ્ટયન
વેટલે, જોશ્ના ચિનપ્પા, સાઈના નહેવાલ, મોનિશા કાલ્ટેનબોર્ન રહ્યા હતા. તો
ભારતના લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરને ''ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા''થી અને
સુનિલ ગાવસ્કરને સીકે નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટથી સન્માનવામાં આવ્યા. અનિલ
કુંબલે, આઈસીસ ક્રિકેટ કમિટીમાં ચેરમેનનો હોદ્દો મેળવનાર દ્વિતીય ભારતીય
બન્યા. જ્યારે હિરોમાંથી ઝીરો બનનાર ખેલાડી લાન્સઆર્મસ્ટ્રોંગ રહ્યો. ટી-૨૦
વર્લ્ડકપ પુરૃષ વિભાગમાં વેસ્ટઈન્ડિઝે અને મહિલા વિભાગમાં ઓસ્ટ્રેલિયાએ
મેળવ્યો. આર્મસ્ટ્રોંગના ટુરડીના તમામ સાતેય ટાઈટલ પાછા ખેંચી લેવાયા.
ઈંગ્લેન્ડમાં વેસ્ટયોર્કશાયર અર્બન એરિયાના લીડસસીટીના નોધર્ન સ્નૂકર સેન્ટર ખાતે યોજાયેલ આઈબીએસએફ- વર્લ્ડ બિલિયર્ડસ ચેમ્પિયનશિપમાં ટાઈમ ફોરમેટ વિભાગમાં પંકજ અડવાણીએ વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ ગત વર્ષના ચેમ્પિયન માઈક રસેલને હરાવીને સાતમી વખત મેળવી ઈતિહાસ સર્જ્યો તો- પોઈન્ટ ફોરમેટ વિભાગમાં અમદાવાદના રૃપેશ શાહે ઓસ્ટ્રેલિયાના મૈથ્યુ બોલ્ટને પરાજીત કરીને બીજી વખત મેળવ્યું હતું. ગ્રેટર નોઈડા ખાતે યોજાયેલ ઈન્ડિયન ગ્રાનપ્રિક્ષ ફોર્મ્યુલા- વન રેસમાં રેડબુલનો જર્મની ડ્રાઈવર સેબેસ્ટિયન વેટલ બુધ્ધ ઈન્ટરનેશનલ સરકિટનો કિંગ બન્યો હતો. આ સિઝનમાં પાંચમું ટાઈટલ જીત્યું હતું. મલેશિયામાં યોજાયેલ ''પનાંગ ઓપન સ્કર્વાશ ચેમ્પિયનશિપ''માં ભારતની જોશભરી જોશ્ના ચિપ્પાએ સાતમું પ્રોફેશનલ સાઈના નહેવાલે મેળવીને આ વર્ષનું ચોથું મહત્વનું ટાઈટલ મેળવ્યું હતું. ફોર્મ્યુલા વનની દુનિયામાં સૌપ્રથમ વખત ભારત મૂળની મહિલા મોનિશા કાલ્ટેનબોર્ન સોબર ટીમની પ્રિન્સિપલ બની.
ક્રિકેટના ટી-૨૦ વર્લ્ડકપમાં પુરૃષ વિભાગની ફાઈનલ વેસ્ટઈન્ડિઝ અને યજમાન શ્રીલંકા વચ્ચે કોલોંબોમાં પ્રેમાદાસ સ્ટેડિયમ ખાતે યોજાય હતી. જેમાં વેસ્ટઈન્ડિઝના કપ્તાન ડેરેન સેમ્મીએ ટોસ જીતી પ્રથમ દાવ લેતા ૧૩૭ રન ૬ વિકેટે બનાવ્યા હતા. જેમાં સેમ્યુલ્સના ૭૮ રન મહત્વના હતા. અજન્તા મેન્ડિસે ૪ વિકેટ ૧૨ રનમાં ઝડપી હતી. આ સામે શ્રીલંકા ૧૮.૪ ઓવરમાં ૧૦૧ રન કરીને ઓલઆઉટ થઈ જતાં વેસ્ટઈન્ડિઝે વર્લ્ડકપ ૧૯૮૩ પછી પ્રથમવાર મેળવવાનું ઐતિહાસિક ગૌરવ મેળવ્યું હતું. જ્યારે મહિલા વિભાગમાં કોલંબો ખાતે રમાયેલ ફાઈનલ જંગમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ચાર રનથી વિજેતા થઈ વર્લ્ડકપ મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૧૪૨ રન ૪ વિકેટે બનાવ્યા હતા જ્યારે ટોસ જીતી ફિલ્ડીંગ ભરનાર ઈંગ્લેન્ડની મહિલા ટીમે ૧૩૮ રન નવ વિકેટે બનાવ્યા હતા.
પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ ઈંગ્લેન્ડની ટીમની મહિલા સુકાની ચેરલોટ એડવર્ડસને આપવામાં આવ્યો હતો.
ટેનિસમાં ભારતના લિયેન્ડર પેસ અને એક રિપબ્લિકના રોડેક સ્ટેપનકની જોડીએ શાંઘાઈ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઈટલ ભારતની જ જોડી મહેશભૂપતિ અને રોહન બોપન્નાને હરાવીને જીત્યું હતું.

નવેમ્બર
નવેમ્બર મહિનો વિવિધ દિગજ્જોના નિવેદનો વાળો મહિનો રહ્યો. આ માસની સસ્પેન્સ
સ્ટોરી આતંકવાદી કસાબની ફાંશી રહી. આ માસનો ફ્લોપ શો મમતા બેનરજીનો
''અવિશ્વાસ પ્રસ્તાવ'' રહ્યો... તો હોટશો સરકાર એફ.ડી.આઇ. અંગે ચર્ચા અને
વોટિંગ માટે સંમત થઇ. આમાસની પ્રમોસન સ્ટોરી ''રાહુલ ગાંધીને ૨૦૧૪માં થનારી
લોકસભાની ચૂંટણી માટે કોગ્રેસ પક્ષની '''સમન્વય સમિતિ''ના પ્રમુખ બનાવાયા.
આમ આદમી કેજરીવાલે ''આમ આદમી'' પક્ષ અને અણ્ણા હજારે એ નવી ટીમની રચના
કરી. આ માસના અતિથી મ્યાંમારના લોકશાહી સમર્થક નેતા આંગ સાંગ સુકી છ દિવસ
માટે બન્યા. આ માસનો ભવ્ય ડેમેજ કન્ટ્રોલ- વડાપ્રધાન, સોનિયા ગાંધી અને
રાહુલ ગાંધીએ રામલીલા ખાતે મહારેલીને સંબોધી ભ્રષ્ટાચાર, રાજકીય વ્યવસ્થા
અને કોંગ્રેસ આઠ વર્ષમાં કરેલ કાર્ય તેમજ તેની ભવિષ્યની કાર્યરૃપરેખા
દર્શાવી હાલ ઉભો થયેલ ડેમેજને ખાળવાનો પ્રયત્ન આ ત્રણ મહાનુ ભાવોએ કર્યો.
સુરજ કુંડમાં કોંગ્રેસે સંવાદ શિબિરનું આયોજન કર્યું. આ માસની
'ફેઇસબુક'સ્ટોરી ફેઇસ કરનાર પાલઘરની યુવતી શાહીન ઘાડા અને લાઇક કરનાર રેણું
શ્રીનિવાસ રહી, જેમણે બાળાસાહેબ ઠાકરેની અંત્યેષ્ઠીના રોજ બંધ રહેલું
મુંબઇ બંધનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ધરપકડ થઇ! સસ્પેન્ડ સ્ટોરી- રામને
ખરાબપતિ કહેનાર રામજેઠમણાની રહી. ગડકરીના રાજીનામાની માંગણી કરનાર અને
સુષ્મા સ્વરાજ તેમજ અરૃણ જેટલીની ટીકા કરનાર રામ જેઠમલાણીને ભાજપમાંથી
સસ્પેન્ડ કરવામાં આવ્યા. કર્ણાટકના ભૂ.પૂ. મુખ્યમંત્રી બી.એસ.યેદીપુરપ્પાએ
ભાજપના પ્રાથમિક સભ્યપદેથી અક્ષુ સાથે ૪૦ વર્ષબાદ રાજીનામુ આપ્યું.
આ માસમાં વિવિધ દિગ્જ્જોએ વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યું -''સ્વામી વિવેકાનંદ અને અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહિમનો આઇ.ક્યુ.સરખો હતો.!''મુલાયમસિંહે બારાબંકીમાં કહ્યું ''ગામડાઓ ની મહિલાઓ આકર્ષક નથી હોતી માટે મહિલા અનામતનો લાભ થતો નથી!'' દિગ્વિજયસિંહે કહ્યું ''કેજરીવાલ અને રાખી સાવંત એક જેવા છે. બન્ને કંઇક દેખાડવા માટે ખૂબ પ્રયાસ કરે છે! પણ .. તેમની પાસે કશું દેખાડવા જેવું નથી!'' રામ જેઠમલાણીએ કહ્યું ''રામ ઇતિહાસ પુરૃષ હતા કે નહી તેની કોને ખબર છે?'' રામ ખરાબ પતિ હતા, રામે સિતાને વન-વન ભટકાવીને દુઃખી કર્યા હતા, હું રામને બિલકુલ પસંદ કરતો નથી. કેજરીવાલે કહ્યું '' હું મામુલી નહિ ડેન્ગુ મચ્છર છું ખતરનાક મચ્છર છું''ગુરૃ ફિલ્મ માટે અભિષેકને કોઇ એવોર્ડ ન મળતા અમિતાભ બચ્ચને કહ્યું ''બોલિવૂડમાં એવોર્ડ માટે લાગવગ ચાલે છે.'' આસામની અને સંગીતની દુનિયાના લિજેન્ડરી પ્રતિભા ભૂપેન હઝારિકાની પત્ની પ્રિયવંદાએ કહ્યુ ''ભૂપેન હઝારિકાને લતા મંગેશકર સાથે અફેર હતો. તેઓ બન્ને એક જ રૃમ માં સાથે રહેતા હતા.'' યશવંતસિંહ-''લગ્નમાં જિદે ચઢેલા ઘોડો અનેક પ્રયાસો છતાં ચાલતો નથી તેવી જ રીતે રાહુલ ગાંધી પણ ચાલતા નથી.''

ઇંગ્લેન્ડે ભારતને ૨૮ વર્ષ પછી ભારતની ભૂમિ પર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. ઇંગ્લેન્ડ ૨-૧ થી શ્રેણી જીત્યું.
કેપ્ટન કુક મેન ઓફ ધ સીરીઝ બન્યો. ધોનીની કેપ્ટન્સી તરીકેની હકાલપટ્ટીની માંગ ......... વહેતી કરી તો તેંડુલકર પણ બે વર્ષથી નિષ્ફળ જઇ રહ્યો હોઇ તેની નિવૃત્તિ માટેનું દબાણ વધ્યું.
મેસીએ ફૂટબોલમાં એક સિઝનમાં સૌથી વધુ ગોલનો મુલરનો રેકોર્ડ તોડયો. યોકોવિચ અને સેરેજને આઇટીએફ દ્વારા વર્ષના શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા.

ડીસેમ્બર
ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હેટ્રિક નોંધાવતા ભાજપને માટે સત્તા જાળવી રાખીને
કોંગ્રેસને વજ્રઘાત સમાન હાર આપી. જો કે હિમાચલમાં કોંગ્રેસે બહુમતી
મેળવતા કંઇક આશ્વાસન મેળવ્યું. દિલ્હીમાં બસમાં યુવતી પરના ગેંગ રેપથી
દિલ્હી સહિત દેશભરમાં રોષ ફાટી નીકળ્યો. ૨૧મી ડિસેમ્બર પૃથ્વી પરનો છેલ્લો
દિવસ હશે તે ઘાતમાંથી ઉગરી જતા વિશ્વ સાથે ભારતનો નાગરિકોએ પણ રાહતનો દમ
લીધો.
બાર, બાર, બાર નો મેજિક મહિનો, મિલેનિયમનો યાદગાર તારીખ મહિનો અને વર્ષ એકસરખા અંક ધારવતો મહિનો - ભારતના વડાપ્રધાન મનમોહન સિંઘ માટ ેખૂબ સફળ મહિનો રહ્યો. 'એમ' ફેક્ટર મહત્ત્વનું રહ્યું. માયા અને મુલાયમના સહકારથી (વૉકઆઉટ) મનમોહનસિંઘે એફ.ડી.આઈ. મુદ્દ લોકસભા અને રાજ્યસભામાં બહુમતિથી વિજય મેળવ્યો હતો. લોકસભામાં કુલ ૧૮ પક્ષોમાંથી ૧૪ પક્ષોએ વિરોધ કર્યો હોવા છતાં ૫૪૧ બેઠકવાળી લોકસભામાં ૪૭૧ હાજર સભ્યોમાંથી ૨૫૩ મત મેળવીને બહુમતીથી વિજય મેળવ્યો હતો. રાજ્યસભામાં પણ ૧૨૩ સમર્થકો અને ૧૦૨ મત વિરોધમાં પડતાં દેશમાં વિદેશી કરિયાણાનો માર્ગ મોકળો થયો! એફ.ડી.આઈ.ને પાસ કરાવાનો 'મેલો-ડ્રામા' પૂર્ણ થતાં જ વૉલમાર્ટના લોબિંગનો પક્ષ ભારતીય બજારોમાં પ્રવેશવા માટે ખર્ચ કરવામાં આવેલ ૧૨૫ કરોડનો ખર્ચ અને તેની તપાસની માંગ કરવાના મુદ્દે સંસદમાં હોબાળા શરૃ થયા!
મહારાષ્ટ્રમાં સિંચાઈ ગોટાળાઓમાં ક્લીનચીટ મેળવનાર અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા. પાકિસ્તાનના ગૃહમંત્રી મલિક ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા. ૨૬-૧૧ના મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ સામે પગલા લેવા ભારત પાસેથી મજબુત પુરાવા માંગ્યા.
બાર, બાર, બાર નો મેજિક મહિનો, મિલેનિયમનો યાદગાર તારીખ મહિનો અને વર્ષ એકસરખા અંક ધારવતો મહિનો - ભારતના વડાપ્રધાન મનમોહન સિંઘ માટ ેખૂબ સફળ મહિનો રહ્યો. 'એમ' ફેક્ટર મહત્ત્વનું રહ્યું. માયા અને મુલાયમના સહકારથી (વૉકઆઉટ) મનમોહનસિંઘે એફ.ડી.આઈ. મુદ્દ લોકસભા અને રાજ્યસભામાં બહુમતિથી વિજય મેળવ્યો હતો. લોકસભામાં કુલ ૧૮ પક્ષોમાંથી ૧૪ પક્ષોએ વિરોધ કર્યો હોવા છતાં ૫૪૧ બેઠકવાળી લોકસભામાં ૪૭૧ હાજર સભ્યોમાંથી ૨૫૩ મત મેળવીને બહુમતીથી વિજય મેળવ્યો હતો. રાજ્યસભામાં પણ ૧૨૩ સમર્થકો અને ૧૦૨ મત વિરોધમાં પડતાં દેશમાં વિદેશી કરિયાણાનો માર્ગ મોકળો થયો! એફ.ડી.આઈ.ને પાસ કરાવાનો 'મેલો-ડ્રામા' પૂર્ણ થતાં જ વૉલમાર્ટના લોબિંગનો પક્ષ ભારતીય બજારોમાં પ્રવેશવા માટે ખર્ચ કરવામાં આવેલ ૧૨૫ કરોડનો ખર્ચ અને તેની તપાસની માંગ કરવાના મુદ્દે સંસદમાં હોબાળા શરૃ થયા!
મહારાષ્ટ્રમાં સિંચાઈ ગોટાળાઓમાં ક્લીનચીટ મેળવનાર અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા. પાકિસ્તાનના ગૃહમંત્રી મલિક ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા. ૨૬-૧૧ના મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ સામે પગલા લેવા ભારત પાસેથી મજબુત પુરાવા માંગ્યા.
ઇંગ્લેન્ડે ભારતને ૨૮ વર્ષ પછી ભારતની ભૂમિ પર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. ઇંગ્લેન્ડ ૨-૧ થી શ્રેણી જીત્યું.
કેપ્ટન કુક મેન ઓફ ધ સીરીઝ બન્યો. ધોનીની કેપ્ટન્સી તરીકેની હકાલપટ્ટીની માંગ ......... વહેતી કરી તો તેંડુલકર પણ બે વર્ષથી નિષ્ફળ જઇ રહ્યો હોઇ તેની નિવૃત્તિ માટેનું દબાણ વધ્યું.
મેસીએ ફૂટબોલમાં એક સિઝનમાં સૌથી વધુ ગોલનો મુલરનો રેકોર્ડ તોડયો. યોકોવિચ અને સેરેજને આઇટીએફ દ્વારા વર્ષના શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા.
કેપ્ટન કુક મેન ઓફ ધ સીરીઝ બન્યો. ધોનીની કેપ્ટન્સી તરીકેની હકાલપટ્ટીની માંગ ......... વહેતી કરી તો તેંડુલકર પણ બે વર્ષથી નિષ્ફળ જઇ રહ્યો હોઇ તેની નિવૃત્તિ માટેનું દબાણ વધ્યું.
મેસીએ ફૂટબોલમાં એક સિઝનમાં સૌથી વધુ ગોલનો મુલરનો રેકોર્ડ તોડયો. યોકોવિચ અને સેરેજને આઇટીએફ દ્વારા વર્ષના શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયા.
0 comments:
Post a Comment