Saturday, December 29, 2012

ક્રિકેટની એક કિતાબ-સચિન તેદુંલકર


સચિન તેદુંલકરે વન્ડે ક્રિકેટમાંથી  સંન્યાસની ઘોષણા કરી,તે વાતથી મારુ હ્રદય દ્રવિ ઉઠયું.કેમકે ક્રિકેટનો ક્રેજ મારી જિંદગીમાં સચિન તેદુંલકરથી શરૂ થાય છે.આંમ તો હું એ સમયે દસ વરસનો,જ્યારે મારા ખસ ગામનાં ગલ્લાના ઓટા પર બેઠેલાં જુવાનિયાઓ ક્રિકેટની વાતું કરે,અને એમાં વારંવાર સચિન શબ્દ સાંભળવાં મળે.મને પણ આ નામની જિજ્ઞાસા જાગી,ને એક દિવસ પડોશીને ત્યાં મેચ જોવા બેસી ગયો.તે દિવસે સચિનને જોયા પછી મને મેચ જોવાનું વ્યસન થઇ ગયું,અને દિલથી સચિન સાથે નાતો જોડાઇ ગયો.સચિનની રમત જોવી મને ખૂબ ગમે.સચિન સારું રમે તે દિ ખુશી,બાકી ન રમે તે દિ દુખી જ દુખી.હું સૌથી વધુ દુખી સચિનની સદી ન થવાંથી થતો.પણ છતાં સચિને મને તેનાં પ્રત્યેનાં લગાવથી ઘણું આપ્યું છે.
મારી જનરલ નોલેજની દુનિયામાં સચિને ઘણું જ્ઞાન પીરસ્યું.એ બદલ હું સચિનનો આભારી છુ.કેમકે, કૌન બનેગા કરોડપતિ માં પહોચ્યો ત્યાં મને સચિનનો સહકાર મળ્યો હતો.વળી આ વાતથી તમને આશ્ચર્ય થશે, કે કેવી રીતે સાથ.

કેબીસીમાં પહોંચવામાં ઘણી પરીક્ષાઓ હોયછે.તેમાં દરેક જગ્યાએ સચિન મારી સાથે.
કેવી રીતે.......
સચિનની દરેક બાબતનો મને ખ્યાલ,તેને કોની સામે સદી મારી,કઇ ટીમ સામે વિકેટ લીઘી,કોની સાથે ભાગીદારીથી રન બનાવ્યાં.એટલે કે જનરલ નોલેજની દ્રષ્ટીથી સચિન મારી સાથે.
હું કૌન બનેગા કરોડપતિ માં ઓડીશન આપવાં કોલકત્તા ગયો.ત્યાં લેખિત પરીક્ષામાં દસ પ્રશ્નોમાંથી એક સચિન સાથે જોડાયેલો પ્રશ્ન પુછાયો હતો,કે "સચિન તેદુંલકરને કીસ દેશ કે સામને અપનાં પહલાં એકદિવસીય શતક લગાયા થા?". આ પ્રશ્ન મારા માટે સહેલો હતો, કેમકે સચિનની માહિતી મારી પાસે મોજૂદ હતી.-ઑસ્ટ્રેલિયા.
જયાં એક- એક સાચો જવાબ કેબીસીનાં દરવાજા ખોલતાં હોય,ત્યાં આ જ્ઞાન મારી માટે ઉપયોગી બન્યું.એટલે જ તો સચિન મારી સાથે હતો.
ફરી પાછો સચિન મારી સાથે કૌન બનેગા કરોડપતિની હોટ સીટ પર આવ્યો.હું પાંચ પ્રશ્નનાં ઉત્તર આપીને 80,000 હજાર રૂપિયા જીતી ચુક્યો હતો.અને પછીનો સવાલ હતો, 1,60,000નો.અને એ સવાલ સચિનને લઇ ને હતો.


સવાલ કંઇક આવો હતો."સબસે જ્યાદા ટેસ્ટ મેચ ખેલને કા રિકોર્ડ ઇનમે સે કીસ ખિલાડી કે નામ હે?"
A.સ્ટીફન ફ્લેમિંગ B.એલન બોર્ડર C.સ્ટીવ વોઘ D.સચિન તેદુંલકર
અને બસ , સચિન વિશેની મારી પાસેની માહિતીએ મને કેબીસીમાં ઘણું બધું આપ્યું.
સચિન વિશેની દરેક બાબત આપણાં માટે જનરલ નોલેજનો ભંડાર છે. અને એટલેજ ચાલો સચિનની રેકોર્ડ રૂપી કિતાબને ખોલીએ..........જનરલ નોલેજની નજરથી..........

0 comments: