Sunday, December 30, 2012

વિદાય લેતું-2012

2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(મે થી ઑગસ્ટ
મે
ધોમ ધગતો મે મહિનો, ગરમી ઉપરાંત ભાવવધારો, પેટ્રોલ, સોનું અને ડોલરના અસહ્ય તાપમાનથી દઝાડનારો રહ્યો. પેટ્રોલમાં સાડા સાત રૃપિયાનો વધારો સાડા સાતી પનોતી રૃપ રહ્યો. માસાન્તે ''ભારત બંધ'' રહ્યું. ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાંથી, મોદીના જીદે સંજય જોશીને રાજીનામું આપવું પડયું. કર્ણાટકમાં ભાજપની સૌપ્રથમ રચાયેલી સરકારના મુખ્ય મંત્રી સામે કૌભાંડના આક્ષેપો થતાં યેદીયુરપ્પાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. નાણા મંત્રી પ્રણવ મુખરજીએ કાળા નાણાં અંગે શ્વેતપત્ર રજુ કર્યું. યુ.પી.એ.-૨ સરકારના ત્રણ વર્ષ પુરા થયાની ઉજવણીમાં વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે ''ભ્રષ્ટાચારના કારણે લોકોમાં ખુબ રોષ છે.'' ટીમ અણ્ણાના આક્ષેપ સામે કહ્યું કે ''કોલસા-ખાણની ફાળવણીમાં કાળા હાથ થયા હોવાનું સાબિત થાય તો સન્યાસ લઈ લઈશ !''બાબા રામદેવે જણાવ્યું કે ''સંસદમાં હત્યારા, લૂંટારા અને અભણ લોકો બેઠા છે.'' પોણા બે લાખ કરોડ રૃપિયાના ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજાને પંદર મહિના પછી જામીન મળ્યા. અમેરિકી વિદેશમંત્રી હિલેરી કિલન્ટન પશ્ચિમ બંગાળ પધાર્યા અને મુખ્યમંત્રી મમતા બેરજી સાથે સોહાર્દ ભર્યા વાતાવરણમાં મુલાકાત કરી. એરસેલ મેકિસસ સોદામાં ચિદમ્બરમના પુત્ર કાર્તિકની ભાગીદારી હોવાના મુદ્દે ચિદમ્બરમ વિરૃધ્ધ સંસદ ખોરવાઈ. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બસપા ધારાસભ્યોએ ધમાલ કરી. સંસદને ૧૩મી મે ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણી કરાઈ. જવેલરી પરની એકસાઈઝ દૂર કરવામાં આવી. બ્રાન્ડેડ-અન બ્રાન્ડેડ ઘરેણાની પાંચ લાખ સુધીની ખરીદી ઉપર કોઈ એકસાઈઝ નહિ. સચિન તેંડૂલકર અને અભિનેત્રી રેખાએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. વિશ્વનાથન આનંદ પાંચમી વખત ચેસમાં વિશ્વ ચેમ્પિયન થયો. આઈ.પી.એલ. પાંચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સૌ પ્રથમ વખત ચેમ્પિયન થયું. શાહરૃખ ખાને રમતના મેદાન પર વિલનનો રોલ ભજવ્યો. વાનખેડે સ્ટેડિયમમાં સિક્યુરીટી ગાર્ડ સાથે ઝઘડો થયો હતો. 'પા' ફિલ્મની બાળકલાકાર સચદેવનું નેપાળમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનામાં ૨૫ના અવસાન થયા. આસામ નૌકા દુર્ઘટનામાં ૨૦૦ની જળ સમાધી.
મંત્રીશ્રીઓના ખર્ચા ઉપર કાપ મુકાયા. ફાઈવસ્ટાર આયોજનો પર અંકુશ ગામડાઓમાં એક વર્ષ સેવા કર્યા પછી એમ.બી.બી.એસ.ના ડિગ્રી મળશે. શંકરસિંહ વાધેલાને ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા. ભારતીય સિનેમા જગતના પિતામહ દાદા સાહેબ ફાળકેની મીણની પ્રતિમાનું મુંબઈમાં અનાવરણ કરાયું.
 મે મહિનાનો સુપર સ્ટાર વિશ્વનાથન આનંદ રહ્યો. ભારતના ગ્રેટગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે મોસ્કો ખાતે ઈઝરાયેલના બોરિસ ગેલફેન્ડને હરાવીને પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયનનું લાજવાબ ટાઈટલ મેળવ્યું હતું. દીપિકાકુમારી અને દીપિકા પલ્લિકલ-જોશ્નાચિનપ્પાએ પણ તીરંદાજીમાં વર્લ્ડ ટાઈટલ અને એશિયન સ્કર્વાશ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ મેળવ્યાં. ડિસ્કથ્રોની ક્વીન ક્રિશ્ના પુનિયાએ ન્યુયોર્ક અને હવાઈ ખાતે ૬૪.૭૬ મીટરના થ્રોથી રાષ્ટ્રીય વિક્રમ નોંધાવવા સાથે સિલ્વર મેડમ અને લંડન ઓલિમ્પિકની ટિકીટ મેળવી. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરીકોમે પણ લંડન ઓલિમ્પિકની ટીકિટ મેળવી. સચિન તેડુંલકરે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. યશ કલગીમાં એક વધુ મોર પીંછ ઉમેરાયું. ૨૪ કલાક એડ એસી નબરગીંગ રેસિંગમાં ઓડી ઈન્ડિયા અને ભારતના આદિત્ય પટેલે ઇતિહાસ રચ્યો. આઈપીએલ-૫માં કોલકાતા પ્રથમવાર ચેમ્પિયન, બે વખતના ચેમ્પિયન ચેન્નાઈને ફાઈનલમાં હરાવ્યું. રેસ રૈના મેન ઓફ ધ સીરિઝ, ઓરેન્જ કેપ મેળવનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિસ ગેઈલે ૬૧.૦૮ રનની સરેરાશથી ૧૪ દાવમાં સૌથી વધુ ૭૩૩ રન બનાવ્યા હતા. જેમાં ૧ સદી, ૭ અર્ધીસદી, ૪૬ બાઉન્ડરી અને ૫૯ સિકસર્સનો સમાવેશ થતો હતો. પર્પલ કેપ દિલ્હી ડેરડે વિલ્સના મોર્નમોર્કેલને કુલ ૨૬ વિકેટ ઝડપવા બદલ આપવામાં આવી. ફેરપ્લે એવોર્ડ રાહુલ દ્રવિડ. આ શ્રેણીમાં કુલ ૮૫૯ વિકેટ ૨૨૪૪૫ રન, ૬ સદી, ૯૬ અર્ધસદી, ૧૯૧૧ ચોગ્ગાઓ, ૭૩૨ છગ્ગાઓ નોંધાયા હતા. કેપ્ટન ધોનીએ સાત વખત મેન ઓફ ધ મેચ ત્રીજી વખત ફાઈનલ રમ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની. માલિક શાહરૃખખાન સુરક્ષા કર્મચારી જોડે ઝધડો થયો, બાળકોને ગ્રાઉન્ડ પરથી લઈ લેવા અંગે વાનખેડે પર પાંચ વર્ષનો શાહરૃખ પર પ્રતિબંધ મૂકાયો. ઓસ્ટ્રેલિયન ખેલાડી લૂક પોમર્સબેચે અમેરિકન મહિલાની છેડછાડ કર્યાનો આરોપ પાકિસ્તાન બોલર મોહમ્મદઆસિફનો સ્પોટ ફિકસીંગ પ્રકરણમાં છ મહિના બાદ જેલમાંથી છૂટકારો થયો.
વિશ્વનાથન આનંદને વર્લ્ડ ચેમ્પિયન થવા બદલ આઠ કરોડ રૃપિયાનો પુરસ્કાર મળ્યો. ૨૮ રેપિડ મેચમાં નવમાં વિજય એકમાં પરાજય અને અઢારમાં ડ્રો મળ્યો હતો. સળંગ ચોથી વખત અને કુલ પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન.
જૂન
કૌન બનેગા મહામહિમ રાષ્ટ્રપતિ? પ્રણવદા? સંગમા? કલામ? કે પછી કોઈ અન્ય? આ જૂન મહિનો રાષ્ટ્રપતિ શોધનો મહિનો રહ્યો! આ સાથે ૨૦૧૪ના વડાપ્રધાન પદ માટે પણ નરેન્દ્ર મોદી અને નીતિશજી સામ-સામે આવ્યા. કોલસા બ્લોક ફાળવણીમાં ભ્રષ્ટાચાર કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપાઈ. કાળા નાણા અને લોકપાલ મુદ્દે અણ્ણા અને રામદેવ એક વર્ષ પછી એક મંચ પર આવ્યા અને એક દિવસન પ્રતિક ઉપવાસ કર્યો. પી.એમ.ઓ. એ... ટીમ અણ્ણાની માંગણી ફગાવતા કહ્યું કે ''અણ્ણા દેશદ્રોહઓથી ઘેરાયેલા છે. તો... ટીમ અણ્ણાએ વડાપ્રધાનને ધૃતરાષ્ટ્ર કહ્યા. કિરણબેદીએ કહ્યું ''આ દાગી ટીમ મજબુત ન્યાય પ્રણાલી નહિ આવવા દે.'' ભાજપના ભૂતપૂર્વ સંગઠન મહામંત્રી સંજય જોશીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. નવી ટેલિકોમ નીતિ, રોમિંગ ફ્રી, દેશભરમાં એક નંબર, સર્કલ બદલવાથી નંબર બદલો નહિ પડે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ૬૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટનો વડાપ્રધાનના એક્શન પ્લાને મંજૂરી આપી. દેશની ૨.૪૦ લાખ ગ્રામ પંચાયતોને દસ વર્ષની અંદર સ્વચ્છ બનાવવા 'નિર્મળ ભારત' અભિયાનને મંજૂરી. પાકિસ્તાન રાષ્ટ્રપતિના પ્રવક્તાએ કહ્યું કે જેલમાંથી અમે સરબજીત નહિ પણ સુરજીત સિંઘને બત્રીસ વર્ષના જેલવાસ પછી છોડી રહ્યા છીએ. નામમાં ગોટાળાએ વિવાદ સર્જ્યો. ૨૬/૧૧ના મુંબઈ હુમલાનો આરોપી અબુ જિંદાલ પાને અબુ હમજા ઝડપાયો. કેન્દ્રીય મંત્રી, ભૂ.પૂ.મંત્રી વીરભદ્રસિંહ સામે લાંચ કેસમાં ચાર્જશીટ, કર્ણાટક ભાજપના ધારાસભ્ય વાય સંથાગી લાંચ કેસમાં ઝડપાતા લોકાયુક્ત અદાલતે સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી, ટેટ્રા કેસમાં બી.ઈ.એમ.એલ. વડા નટરાજન સસ્પેન્ડ. ઓરિસ્સામાં બળવાખોર સાંસદ પ્યારીમોહન સસ્પેન્ડ. શંકરસિંહ વાઘેલાની આઈટીડીસીના ચેરમેન તરીકે નિમણુંક. વી.એસ. સંપતની મુખ્ય ચૂંટણી કમિશ્નર પદે નિમણુક થઈ. સચિન તેંડુલકરે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા. રાહુલ ગાંધીની બાજુનો બંગલો મળ્યો પણ સાદર અસ્વિકૃત કર્યો.
 જુન મહિનો એ .. ભારતની ફુલ પરી(બેડમિન્ટન) સાઇના નેહવાલ રશિયન મોડેલ, બ્યુટી Bવન ટેનિસસ્ટાર મારિયા શારાપોવો, સ્પેનના ટેનિસ્ટાર રફેલનડનાલ, ભારતીય ટેનિસ બ્યુટી સાનિયા મિર્ઝા-મહેશ ભૂપતિ અને થ્રીલ યુસૈન બોલ્ટ તેમજ ગુજ્જુ હરમીત દેસાઇ અને ગુજ્જુ ટેનિસ પરી અંકિતા રૈનાનો ભવ્ય સફળતાનો મહિનો રહ્યો હતો ફુલપરી સાઇના નેહવાલે આ મહિનામાં બે ટાઇટલ મેળવી ઇતિહાસ આલેખ્યો હતો. સાઇનાએ બેંગકોક ખાતે ''થાઇલેન્ડ ઓપન ગ્રાન્ડ મિક્સ ગોલ્ડ બેડમિન્ટન ટુનામેન્ટ નું ટાઇટલ સતત બીજી વખત અને જકાતોમાં ઇન્ડોનેશિયા ઓપન ટુનામેન્ટનું ટાઇટલ ત્રીજી વખત મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. તો ટેનિસ બ્યુટી સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિની જોડીએ ફ્રેન્ચ ઓપનનું મિક્સ ટાઇટલ જીતીને નવો ઇતિહાસ આલેખ્યો હતો. આ જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન-૨૦૦૯માં પણ ટાઇટલ મેળવ્યા પછી બીજું ટાઇટલ મેળવ્યું. મહેશ ભૂપતિ નું ૧૨મું અને સાનિયાનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ. રશિયાની ટેનિસ બ્યુટી મારિયા શારાપોવાએ ઇટાલીની સારા ઇરાનીને હરાવીને કારકિર્દિમાં ચારેય ગ્રાન્ડસ્લેમ જીતવાની સિદ્ધિ મેળવી રશિયાની પ્રથમ અને ટેનિસ ઇતિહાસની દસમી સિદ્ધિવંત મહિલા ખેલાડી બની. જ્યારે સ્પેનના રફેલ નડાલે સાતમી વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતીને સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો. વિધિવિક્રમધારક ઓલિમ્પિક ચેમ્પિયન યુસૈન બોલ્ટ એ રોમ અને ઓસ્લો ખાતે ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ રેકોર્ડ સાથે મેળવ્યા હતા. સુલ્તાન અઝલનશાહ હોકી કપ ટુનામેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેેડલ ન્યુઝીલેન્ડ ચેમ્પિયન, આર્જેન્ટીના રનરઅપ. સુરતના ટેબલ-ટેનિસના ખેલાડી હરમીત દેસાઇએ''બ્રાઝીલ ઓપન ટેબલ-ટેનિસ ટુનામેન્ટ અન્ડર-૨૧માં મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું. આઈટીએર વિમેન્સ ટુનામેન્ટમાં સિંગલ્સ અને ડબલ્સના ટાઇટલ અંકિતા રૈના એ મેળવ્યા.
જુલાઇ
જુલાઈ મહિનો એ પ્રણવદાનો મહિનો રહ્યો. તેઓ ભારતના તેરમા રાષ્ટ્રપતિ તરીકે આરૃઢ થયા. વરસાદની મૌસમ હોય આસામમાં હિંસા અને વરસાદનું પુર આવ્યું. આસામમાં કોમી હિંસા ભડકી, ૬૦,૦૦૦ લોકો બેઘર, ૫૦૦ ગામને અસર, વડાપ્રધાન દ્વારા ૩૦૦ કરોડનું પેકેજ આપવામાં આવ્યું. કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી.વી. સદાનંદ ગૌડાના રાજીનામા સાથે રાજ્યના ગ્રામીણ વિકાસમંત્રી જગદીશ શેટ્ટર મુખ્યમંત્રી બન્યા. વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલ દેખાવો અંગે અણ્ણાએ માફી માંગી અને કહ્યું કે ''હું મૃત્યુપર્યંત લોકપાલ બિલ માટે લડીશ.'' ઉપરાષ્ટ્રપતિ પદ માટે હમીદ અન્સારી અને જશવંતસિંહના નામ નક્કી થયા. કોંગ્રેસના ૮૭ વર્ષના નેતા એન.ડી. તિવારી ડી.એન.એ. ના રિપોર્ટ પ્રમાણે રોહિત શેખરના પિતા જાહેર થયા. માસાન્તે અડધા દેશમાં વિજળી ગુલ થઈ, ૬૮ કરોડને અસર થઈ. સૌથી મોટું વિજસંકટ. ભ્રષ્ટાચારના આરોપી મંત્રીઓ સામે પગલા લેવાની માંગ સાથે અણ્ણા ટીમે જંતર મંતર પર ઉપવાસ શરૃ કર્યા. મારૃતિ સુઝુકી ઈન્ડિયા લિ.ના માનસેર પ્લાન્ટમાં એક કર્મચારીને બરતરફ કરવાના પગલે શ્રમિકો અને મેનેજમેન્ટ વચ્ચે હિંસાત્મક અથડામણ થઈ. એક મેનેજરનો મૃતદેહ મળ્યો. મુંબઈમાં પશ્ચિમ રેલ્વે ઉપનગરી ટ્રેનના ૧૮૦થી વધુ મોટરમેન સાંજે અચાનક હડતાળ પર ઉતરી જતાં લોકલ ટ્રેન સેવા ઠપ્પ થઈ ગઈ. ઉત્તર પ્રદેશમાં માયાવતી અને આંબેડકરના પૂતળાંઓ તોડાતા તંગદિલી ફેલાઈ. સપાના નેતા શાહિદ સિદ્દીકીને સમાજવાદી પક્ષમાંથી હાંકી કાઢયા. છત્તીસગઢ સરકારે ગુટખા અને પાન મસાલા સામે પ્રતિબંધ લાદ્યો. એન્ટની નંબર બે બનતા શરદ પવાર નારાજ થયા. ગોધરાકાંટ પછી ગુજરાત બહાર ખસેડાયેલા બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ હાઈકોર્ટે ચારની આજીવન કેદ યથાવત્ રાખી. તુલસી એન્કાઉન્ટરમાં સી.બી.આઈ. તપાસને સુપ્રિમની બહાલી. અવકાશ સંશોધન અંગે વિશ્વભરના વૈજ્ઞાાનિકોનું મૈસુરમાં સંમેલન યોજાયું. ઔરંગાબાદના યુવકે પેન ડ્રાઈવમાં સંપૂર્ણ કોમ્પ્યુટર સમાવી દીધું. બોલિવુડના સુપરસ્ટાર રાજેશ ખન્ના, દારાસિંહ, ક્રિકેટ કોમેન્ટેટર સુરેશ સરૈયા અને આઝાદ હિન્દ ફોજના કેપ્ટન લક્ષ્મી સહગલનું દુઃખદ અવસાન થયું હતું.

જુલાઇ મહિનો એ ઓલમ્પિક રમતોત્સ અને યુરોકપ ફુટબોલનો મહિનો હતો. ૨૭મી જુુલાઇના રોજ લંડન ખાતે ૩૦માં ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ થયો. ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌપ્રથમવાર લંડન ખાતે ત્રીજી વખત આયોજન થયું જેમાં ૨૦૪ દેશોના ૧૦૮૨૦ જેટલા ખેલાડીઓએ ૨૬ રમતોની ૩૦૨ ગોલ્ડમેડલ વાળી સ્પર્ધાઓમાં ૧૨.૦૮.૧૨ સુધી ૧૭ દિવસ ભાગ લીધો. લંડન ઓલિમ્પિકનો મોટો ''ઇન્સ્પાયર એ જનરેશન'', માસ્કોટ તરીકે વેનલોક અને મેન્ડે વિલે રહ્યા હતા. ઉદ્ધાટન બ્રિટીશ મહારાણી એલિઝાબેથ-ટુ એ કર્યું હતુ. ભારતે ૧૩ રમતો માટે ૮૧ ખેલાડીઓ (૫૮ પુરૃષો-૨૩ મહિલાઓ) ની ટીમ મોકલી હતી. ભારતના ધ્વજવાહક બૈઝીંગ ઓલિમ્પિક ૨૦૦૮ ના બ્રોન્ઝ મેડલિસ્ટ કુશ્તીબાજ સુશિલ કુમાર રહ્યા હતા. ભારતે ૩૦મી જુલાઇના રોજ શુટીંગ ની ૧૦મી. એર રાઇફલ શૂટીંગમાં બ્રોન્ઝ મેડલ ગગન નારંગ ના ફાઇનલમાં ૧૦૩.૧ પોઇન્ટથી મળ્યો હતો. યુરોકપ ફુટબોલમાં સ્પેને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત યુરોકપ મેળવી ઇતિહાસ સર્જ્યો. સ્પેને ૪ વિરૃદ્ધ ૦ થી ઇટાલીને ધ્વસ્ત કર્યુ હતું. ફર્નાન્ડો ટોરેસ સતત બે ફાઇનલમાં ગોલ ફટકારનાર પ્રથમ ઐતિહાસિક ખેલાડી બન્યો. જીવ મિલ્ખા સિંહે ગોલ્ફમાં ''સ્કોટિશ ઓપન''નો ગોલ ફટકારનાર ફ્રાન્સેસ્કો મોલિનારીને પ્લે ઓફ માં હરાવીને જીત્યો હતો. ક્રિકેટમાં જુનિયર એશિયા કપ માં ભારત-પાકિસ્તાન સયુક્ત રીતે વિજેતા જાહેર થયું. વિમ્બલ્ડનમાં સેરેના વિલિયમ્સે પાંચમી વખત સિંગલ્સ અને બહેન વિનસ સાથે ડબલ્સ નો ખિતાબ જીતી બેવડી સિદ્ધિ મેળવી હતી. રોજર ફેડરરે સાતમી વખત ટાઇટલ જીતીને પિટસામ્પ્રસના વિક્રમની બરોબર કરી. વિમ્બલ્ડનમાં વાઇલ્ડ કાર્ડ ધરાવતી કઝાકિસ્તાનની યારો સ્લાવ શ્વેડોવાએ ત્રીજું રાઉન્ડમાં ઇટાલીની સારા ઇરાની સામે એકપણ પોઇન્ટ ગુમાવ્યા વગર ગોલ્ડન સેટનો ઇતિહાસ આલેખ્યો ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથે ૧૦૦મી ટેસ્ટ રમતા ઇગ્લેન્ડ સામે સદી નોંધવનાર વિશ્વન સાતમો અને દ.આફ્રિકાનો પ્રથમ ખેલાડી બન્યો. હાશીમ અમલા પણ પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં જ ત્રેવડી સદી ફટકારનાર દ.આફ્રિકાનો પ્રથમ અને વિશ્વનો ૨૨મો ત્રેવડી સદીવીર બન્યો.
ઑગસ્ટ
ઓગષ્ટ મહિનો એ... કોલસા કૌભાંડ, સંસદ કાર્યવાહી ઠપ્પ, અરવિંદ કેજરીવાલનો વી.વી.આઈ.પી. વિસ્તારમાં દેખાવ, આસામમાં હિંસા અને હિજરત, અણ્ણાનો રાજકારણમાં પ્રવેશ, બાબા રામદેવના અનશન, રાજ ઠાકરેનું શક્તિ પ્રદર્શન, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ ચૂંટાયા. કસાબની ફાંસી પર સુપ્રિમ કોર્ટની મહોર, ગીતીકા શર્મા-ફીઝા-લલિત શેઠના આપઘાત અને વિલાસરાવ દેશમુખ, કવિ સુરેશ દલાલ, ચરિત્ર અભિનેતા એ.કે. હંગલના અવસાન અને પૂણેમાં વિસ્ફોટથી ઓગષ્ટ કષ્ટદાયક રહ્યો હતો.
સંસદમાં ચોમાસા સત્રના પ્રારંભે જ લોકસભામાં ભાજપના નેતા અડવાણીએ ''યુ.પી.એ.-દ્વિતીય સરકારને ગેરકાયદેસર-અનૌરસ કહેતાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી લાલઘૂમ થયા. આખરે અડવાણીએ નિવેદન પાછું ખેંચ્યું. આ પછી કેગનો અહેવાલ રજુ થયો - 'સરકારે દેશના ૩ લાખ કરોડ રૃપિયા ડૂબાડયા છે.' કોલસા બ્લોકમાં ૧.૮૬ લાખ કરોડના ગોટાળા બહાર આવતા ભાજપે વડાપ્રધાનનું રાજીનામું માગ્યું. કોલસા કૌભાંડની આગમાં સંસદનું ચોમાસું સત્ર રાખ થયું! વડાપ્રધાને આ બાબતે જવાબો આપવા કરતાં 'મૌન'ને પસંદ કર્યું. આસામમાં પુનઃ હિંસા અને અફવા ફાટી નીકળતાં હિજરત શરૃ થઈ. ધમકીભર્યા એસ.એમ.એસ.થી આગ વધુ ઉત્તેજીત થઈ.
ભ્રષ્ટાચાર સામે ઉપવાસનો માર્ગ છોડી અણ્ણાએ રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો. રાજકીય વિકલ્પ આપવાની ઈચ્છા દર્શાવી. હવે સડકથી સંસદ તરફ અણ્ણાનું આંદોલન. યોગગુરૃ બાબા રામદેવે કાળા નાણા માટે અનશન કર્યા. છ દિવસના અનશન સમાપ્ત કરતા કહ્યું કે ''વડાપ્રધાન રાજધર્મ નહિ તો શીખ ધર્મ અપનાવે.'' અરવિંદ કેજરીવાલે તેના સેંકડો સમર્થકો સાથે દિલ્હીના વી.વી.આઈ.પી. વિસ્તારમાં દેખાવો કર્યા, ધરપકડ વહોરી હતી. મુંબઈના આઝાદ મેદાનમાં થયેલી હિંસાના વિરોધમાં મનસેના નેતા રાજ ઠાકરે રેલી કાઢી. જાહેર સભાને સંબોધતા કહ્યું, ''પોલીસ ઉપર હાથ ઉગામવાવાળો કોઈપણ ધર્મનો હોય તેને ત્યાં જ મારીને સીધોદોર કરવો જોઈએ.''
 ઓગસ્ટ મહિનાનો સુપરસ્ટાર સ્વિમિંગપુલનો અમેરિકન રોકસ્ટાર માઈકલ ફેલ્પસ રહ્યો હતો. ૩૦માં ઓલિમ્પિક રમતોત્સવનું ભવ્ય સમાપન ૧૨મી ઓગસ્ટે થયું હતું. ૪૬ ગોલ્ડ મેડલ સાથે કુલ ૧૦૪ મેડલ મેળવી અમેરિકાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ૩૮ ગોલ્ડ મેડલ સાથે કુલ ૮૭ મેડલ મેળવી ચીન દ્વિતીય અને ૨૯ ગોલ્ડ મેડલ સાથે કુલ ૬૫ મેડલ મેળવી યજમાન બ્રિટેન તૃત્તીય ક્રમ જોડલ ટેલીમાં મેળવ્યો હતો. ભારત બે સિલ્વર, ચાર બ્રોન્ઝ સાથે કુલ ૬ મેડલ્સ સાથે ૫૫માં ક્રમે રહ્યું હતું. ભારતના કુશ્તીબાજ અને ધ્વજવાહક સુશિલકુમારે ૬૬ કિ.ગ્રા. વિભાગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. કુશ્તીની ફાઈનલ રમનાર તેમજ સતત બે ઓલિમ્પિકમાં મેડલ વીનર થનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. ભારતની પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મહિલા બોક્સર એમ.સી. મેરીર્કામ એ બ્રોન્ઝ મેડલ તેમજ બેડમિન્ટનમાં પણ ભારતની ફુલ પરી સાઈના નહેવાલે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. ભારતે સૌપ્રથમ વખત આ બન્ને રમતમાં મહિલાઓ દ્વારા ઓલિમ્પિક મેડલ મેળવ્યા. તો.. શૂટિંગમાં પણ વિજયકુમારે ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં સિલ્વર મેડલ મેળવવા સાથે શૂટિંગમાં બે ભારતીય ખેલાડીઓને સૌપ્રથમ વખત ઓલિમ્પિક મેડલ લંડનમાં મળ્યાની સિધ્ધી નોંધાયા. કુશ્તીમાં યોગેશ્વર દત્તએ ૬૦ કિ.ગ્રા. વિભાગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ લંડન ઓલિમ્પિકમાં ભારતે શૂટિંગ અને રેસ્લિંગમાં બબ્બે મેડલ્સ જીતવાનું ઔતિહાસિક ગૌરવ મેળવ્યું હતું. વિલિયમ્સ બહેનોએ ટેનિસના સિંગલ્સ- ડબલ્સમાં ટાઈટલ જીતીને ઈતિહાસ સર્જ્યો. ૧૦૦ મીટર દોડમાં યુસૈન બોલ્ટએ ૯.૬૩ સેકન્ડથી સતત બીજી વખત ઓલિમ્પિક ગોલ્ડ મેળવ્યો હતો. લંડન ઓલિમ્પિકમાં કુલ ૩૦ વર્લ્ડ રેકોર્ડ સાત જેટલી રમતોની વિવિધ સ્પર્ધાઓમાં સ્થપાયા હતા. આ રમતોત્સવમાં કુલ ૯૬૨ મેડલ્સ ૨૦૪ દેશોમાંથી ૮૫ દેશોએ મેળવ્યા હતા. (કુલ ૩૦૨ ગોલ્ડમેડલ ૫૪ દેશો વચ્ચે વહેંચાયા હતા. ૩૦૪ સિલ્વર મેડલ ૭૪ દેશો વચ્ચે) સૌથી વધુ કુલ છ મેડલ્સ માઈકલ ફેલપ્સએ સ્વિમિંગમાં જ ગોલ્ડ અને સિલ્વર સાથે મેળવ્યા હતા. ક્રિકેટમાં અન્ડર-૧૯નો વર્લ્ડકપ ભારતે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયાને તેની ધરતી ઉપર જ હરાવીનેમેળવ્યો. હૈદરાબાદ ખાતે ન્યૂઝિલેન્ડ વિરૃધ્ધ રાજકોટના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તેની કારકીર્દીની પ્રથમ ટેસ્ટ સદી ચોથી ટેસ્ટમેચમાં નોંધાવી સૌરાષ્ટ્રનો પ્રથમ અને ગુજરાતનો સાતમો સદીવીર બન્યો હતો. આર. અશ્વિને હૈદરાબાદ ખાતે ૧૨ વિકેટ માત્ર ૮૫ રનમાં ઝડપીને વેંકટરાઘવનનો ૧૪૦ રનમાં ૧૨ વિકેટનો રેકોર્ડ તોડયો હતો. લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવનાર વિજયકુમાર તેમજ કુશ્તીમાં બ્રોન્ઝ મેળવનાર યોગેશ્વર દત્તને ''રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ''. ૪૬ વર્ષની પ્રેમલતા અગ્રવાલે યુરોપના માઉન્ટ એલ્બ્રસને સૌથી મોટી વયની મહિલા પર્વતારીહક તરીકે સર કરવાની સિધ્ધિ નોંધાવી. ક્રિકેટમાંથી વી.વી.એસ. લક્ષ્મણ અને એન્ડ્રુયુ સ્ટ્રાઉસે, ટેનિસમાંથી કિમકલાઈસ્ટર્સ અને સાનિયા મિર્ઝાએ (સિંગલ્સમાં જ) નિવૃત્તિ લીધી.
વન-ડે ક્રિકેટ જગતમાં શ્રીલંકા ખાતે શ્રીલંકા અને ભારત વચ્ચેની પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૪ વિરૃધ્ધ ૧ થી વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલી મેન ઓફ ધ સીરીઝ. ભારતે વન-ડેમાં ૪૦૧ વિજય પૂરા કર્યા આ શ્રેણીમાં.
ઓસ્ટ્રેલિયા ખાતે રમાયેલ અન્ડર-૧૯નો ''વર્લ્ડકપ'' ભારતે ઉન્મુક્ત ચાંદના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયા વિરૃધ્ધ ફાઈનલ રમતા વર્લ્ડકપ મેળવ્યો હતો. કપ્તાન ઉન્મુક્તએ અણનમ ૧૧૧ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

0 comments: