Sunday, December 30, 2012

વિદાય લેતું-2012

2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(જાન્યુઆરી થી એપ્રિલ) -
જાન્યુઆરી 
નૂતન વર્ષનો સુવર્ણમય પ્રારંભ સોનાના હોલમાર્કિંગના ફરજીયાતપણાથી થયો, તો.. નવા વર્ષના ગુલાબી પ્રભાતે જયપુરના ગુલાબી વાતાવરણમાં પ્રવાસી ભારતીય સંમેલન અને સાહિત્ય મહોત્સવ યોજાયો. સાહિત્ય મહોત્સવ ઓપ્રા વિનફ્રે, ગુલઝાર, પ્રસુન્ન જોશી, વિગેરેની ઉપસ્થિતિથી મહેંકી ઊઠયો તો- સલમાન રશ્દીના પ્રશ્ને થોડો ચર્ચાસ્પદ પણ રહ્યો. ૯૯માં સંમેલનમાં 'તુલસી રેડિયેશનની સારવાર'ની ચર્ચા થઇ. ચૂંટણીપંચે જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પાંચ રાજ્યોમાં લઘુમતી અનામત મોકુફ રાખવાનો આદેશ આપ્યો. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં ભાજપે પુનઃ રામમંદિરના નિર્માણનો વાયદો કર્યો, તો કોંગ્રેસે ૨૦ લાખને નોકરી અને મુસ્લિમોને અનામત આપવાનું વચન આપ્યું. મણિપુરની ચૂંટણીમાં ૮૨% મતદાન થયું. ૭ના મોત થયા. પંજાબ અને ઉત્તરાખંડમાં કાતિલ ઠંડી વચ્ચે ૭૭ અને ૭૦ ટકા મતદાન થયું. એન્ટ્રિક્સ-દેવાસના કૌભાંડમાં ઈસરોના પૂર્વ વડા માધવન નાયર સહિત ચાર અધિકારીઓને કેન્દ્ર સરકારે બ્લેકલિસ્ટ કર્યા. લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે જન્મતારીખ બાબતે સંરક્ષણ મંત્રાલયના દાવાને પડકાર્યો.
નવવર્ષનો પ્રારંભ ભારતીય ટેનિસવીર અને ઓલિમ્પિક મેડલિસ્ટ લિયેન્ડર પેસ માટે ઐતિહાસિક સફળતા વાળો રહ્યો. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સ વિભાગનું ટાઈટલ એક ખેલાડી સ્પેટપનેક સાથે જીતીને- ચારેય ગ્રાન્ડસ્લેમના ટાઈટલ મેળવનાર સૌ પ્રથમ ભારતીય ઐતિહાસિક ખેલાડી બન્યો.
ટેસ્ટ ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાયેલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ચાર ટેસ્ટમેચની શ્રેણીમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ૪ વિરૃધ્ધ ૦ થી વિજય મેળવી ભારતનો વ્હાઈટવોશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઈકલ કર્લાકને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે યોજાયેલી ત્રણ ટેસ્ટમેચની શ્રેણીમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ ૨ વિરૃધ્ધ ૧ થી શ્રેણી વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ એબીડી વિલિયર્સને મળ્યો હતો. દુબઈ ખાતે યોજાયેલ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટમેચની શ્રેણીમાં પાકિસ્તાને ૩ વિરૃધ્ધ ૦ થી વિજય મેળવ્યો હતો. ઓફ સ્પિનર સઈદ અજમલને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડે ૧ દાવ અને ૩૦૧ રનથી ઝિમ્બાબ્વે સામે વિજય મેળવ્યો હતો.
વન-ડે ક્રિકેટ જગતમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે યોજાયેલ પાંચ વન-ડેની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ ૩ વિરૃધ્ધ ૨ થી શ્રેણી વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ દક્ષિણ આફ્રિકાના એબીડી વિલિયર્સને આપવામાં આવ્યો હતો. પ્રથમ વન-ડેમાં શ્રીલંકાએ તેના ઈતિહાસનો સૌથી નિમ્મન ૪૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
ટેનિસ જગતમાં મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન રમાયિ હતી. જેમાં મહિલા વિભાગનું ટાઈટલ બોલારસની ખેલાડી વિક્ટોરિયા એઝારેન્કાએ રશિયાની મારિયા શારાપોવાને ૬-૩ અને ૬-૦ થી હરાવીને મેળવ્યું હતું. જે તેની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ હતું. પુરૃષ વિભાગનું ટાઈટલ સર્બિયાના નોવાકજોકોવિચએ રફેલ નાડાલને ૫-૭, ૬-૪, ૬-૨, ૬-૭ (૭-૫) અને ૭-૫ થી હરાવીને મેળવ્યું હતું. પુરૃષ ડબલ્સ વિભાગનો ખિતાબ ભારતના લિયેન્ડર પેસ અને ચેકરાષ્ટ્રના રેડેફ સ્પેટપનેકની જોડીએ અમેરીકાના બ્રાયન બંધુને ૭-૬ (૭-૧) અને ૬-૨ થી હરાવીને મેળવ્યું હતું.
રણજીટ્રોફીમા ચેન્નાઈ ખાતે રાજસ્થાનની ટીમે ઋષિકેશ કાનિટકરની આગેવાની હેઠળ ચેમ્પિયન શિપ મેળવી હતી સતત બીજા વર્ષે ચેમ્પિયન થવાનું ગૌરવ મેળવ્યું. ફાઈનલ તામિલનાડુ સામે રમાઈ હતી જે ડ્રો રહેતા પ્રથમ દાવની સરસાઈના આધારે રાજસ્થાનને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી
 ફેબુ્રઆરી મહિનાએ ઠંડી કરતા પ્રધાનોની પોર્નોપ્રવૃત્તિથી ધુ્રજાવનારો રહ્યો. વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન મોબાઇલ ફોન પર પોર્ન ક્લિપિંગ્સ નિહાળતા ઝડપાયા. ત્રણેય મંત્રીના રાજીનામા લેવાયા. એન્ટ્રીક્સ સોદામાં ઈસરોના ભૂતપૂર્વ વડા જી. માધવન નાયર સહિત ચાર દોષિત. ૨૮મી ફેબુ્રઆરીએ મોંઘવારી, સરકારની નીતિના વિરોધમાં બેન્ક ટ્રેડ યુનિયને દેશવ્યાપી હડતાલ પાડી હતી. સૈફઅલીખાન અને અને ઈકબાલ વચ્ચેનો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો. યુ.પી.માં વિધાનસભા માટે મતદાન ત્રણ તબક્કામાં સંપન્ન થયું. ટુ-જી કૌભાંડ અંગે સુપ્રીમ કોર્ટે તમામ ૧૨૨ લાઇસન્સ રદ કર્યા. કિંગફિશરમાં ફરી હડતાલ પડી. અમિતાભને પેટમાં દુઃખાવો થતાં સર્જરી કરાવવી પડી. ઝી સિને એવોર્ડસ-૨૦૧૨માં 'રોકસ્ટાર' અને 'ધ ડર્ટી પિકચર' છવાયા.
 ફેબ એ ભારતીય ક્રિકેટ જગત માટે અર્થકવેક જેવો રહ્યો. સહારા ઈન્ડિયાએ... ભારતીય ક્રિકેટ ટીમને સહારો આપવાનો ઈન્કાર કર્યો ! પૂણે વોરિયસની ફ્રેન્ચાઈઝીની માલિકી પણ સુબ્રતો રોય એ પાછી ખેંચી લીધી. ૧૧ વર્ષના સંબંધોમાં કડવાશ-તિરાડ પડી ! ધૂરધંર બેટ્સમેન યુવરાજસિંઘને ફેફસાનું કેન્સર જાહેર થયું. આખરે સહારા ગુ્રપ સાથે સમાધાન સધાતા બાર દિવસ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડને હાશકારો થયો. સહારાએ ક્રિકેટ સાથે હોકીને પણ સહારો આપ્યો. ૨૦૧૭ સુધી કરાર રિન્યુ કર્યો. આઈપીએલ- પાંચની હરાજીમાં રૃા. ૮,૪૭૦ કરોડ દ્વારા ૭૮ ખેલાડીઓ ખરીદવામાં આવ્યા. સૌથી ઊંચી કિંમત જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (ચેન્નાઈ ટીમ) ની ૯.૭૨ કરોડની બોલાઈ હતી. ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ જગતમાં દક્ષિણ આફ્રિકાના ફાંકડા ફટકાબાજ રિચાર્ડ લેવીએ માત્ર ૪૫ દડામાં ૧૦૦ રન નોંધાવી વિશ્વ વિક્રમ સર્જ્યો ! જેમાં ૧૩ સિક્સર ફટકારવાનો પણ વિશ્વ વિક્રમ થયો. ન્યૂઝીલેન્ડ સામે આ સિધ્ધિ નોંધાવી. તો વન-ડેમાં ઈતિહાસમાં અનોખી ટાઈ એડિલેઈડ ખાતે વેલેન્ટાઈનના દિવસે ભારત-શ્રીલંકા વચ્ચે નોંધાય બન્નેટીમે ૫૦ ઓવર ૯ વિકેટ ૨૩૬ રન, એકસ્ટ્રા- ૮ રન, ૧૫ બાઉન્ડ્રી અને ૨ છગ્ગાએ નોંધાવાને વિશ્વ વિક્રમ ! સચિન તેંડુલકર, શ્રીલંકા વિરૃધ્ધ ૩૦૦૦ રન વન-ડેમાં નોંધાવનાર પ્રથમ બેટ્સમેન હોબાર્ટ ખાતે ત્રિકોણીય શ્રૃંખલામાં માત્ર ૩૬.૪ ઓવરમાં ૩૨૧ રનનો પડકાર સૌથી ઝડપે ઝીલવાને વિક્રમ ભારતે નોંધાવ્યો. રેલ્વેના વિકેટકીપર મહેશ રાવતે નાગપુરમાં વિજય હઝારે ટ્રોફીની ટુર્નામેન્ટમાં સાત કેચ મધ્યપ્રદેશની ટીમ સામે ઝડપી નેશનલ રેકોર્ડ નોંધાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટ જગતમાં ૧૧૩ વર્ષ પછી માત્ર ૯૯ રનનો જુમલો પાકિસ્તાને ઈંગ્લેન્ડ વિરૃધ્ધ દુબઈમાં કર્યો હોવા છતાં મેચ અને શ્રેણી જીતી લીધી ! ક્રિકેટ ઇતિહાસમાં કુમ છઠ્ઠો ઐતિહાસિક બનાવ નોંધાવી સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ, કેન્યાની રનર વિવિયન ચિરુયોટ, ઈંલ્ગેન્ડ ફૂટબોલર સરબોબી ચાર્લ્ટન, આઈરિશગોલ્ફર ડેરેન કર્લાક ને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટસ એવોર્ડ સુનિલ ગાવસ્કરને હોલ ઓફ ફેઈમ, કેપ્ટન માઈકલ કલાર્ક, શેન વોટસનને અલેન મેડલ એવોર્ડ અર્પણ થયા હતા. રિકિ પોન્ટિંગે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી. દાનિશ કનેરિયા, મેરવિન વેફ્ટફિલ્ડ સ્પોર્ટ ફિક્સીંગમાં સંડોવાયા.
ઈસ્ટઝોને પ્રથમવાર દુલિપ ટ્રોફી જીતીને ઇતિહાસ સર્જ્યો હતો સેન્ટ્રલને હરાવ્યું હતું
.
માર્ચ
 માર્ચ મહિનો એ મમતાની જીદ અને માયાની હારનો મહિનો રહ્યો. તો.. રેલવે બજેટ રજુ કરવાની સાથે જ રેલવેમંત્રી શ્રી દિનેશ ત્રિવેદીએ રાજીનામું આપીને અને માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુકરે મહાસદી નોંધાવીને ઈતિહાસ આલેખ્યો હતો. સામાન્ય બજેટે બધુ મોંઘું કર્યું. કરમુક્તિ મર્યાદા બે લાખ રૃપિયાન કરવામાં આવી. મુકુલ રૉય નવા રેલવેમંત્રી બન્યા અને રેલવેભાડાનો વધારો પાછો ખેંચતા મમતાની મમત પુરી થઇ. પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો આવ્યા. ઉત્તરપ્રદેશનું સુકાન ૩૮ વર્ષના સૌથી યુવાનેતા અખિલેશ યાદવે સંભાળ્યું. પિતા- મુલાયમસિંહ યાદવ - પુત્ર બન્ને મુખ્યમંત્રી બન્યા હોય તેવી પ્રથમ ઘટના નોંધાઇ. પંજાબનું સુકાન ૮૫ વર્ષના પ્રકાશસિંઘ બાદલે પાંચમી વખત સંભાળ્યું. પુત્ર સુખબીરસિંઘ નાયબ મુખ્યમંત્રી બન્યા! મણિપુરમાં ઓકરામ ઈબોબીસીંહે ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળી હેટ્રીક નોંધાવી. ઉત્તરાખંડમાં હરિશ રાવતના બળવા સાથે નવયુવાન પ્રધાન વિજય બહુગુણાએ સુકાન સંભાળ્યું. પંજાબના મંત્રી બીબી જાગીર કૌરને પાંચ વર્ષની કેદની સજા.
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં સપાએ ૨૨૪ બેઠકો (૪૦૩), પંજાબમાં અકાલી દળે ૬૮ બેઠકો (૧૧૭), ઉત્તરાખંડમાં કોંગ્રેસે ૩૨ બેઠકો (૭૦), ગોવામાં ભાજપે ૨૧ બેઠકો (૪૦) અને મણિપુરમાં કોગ્રેસે ૪૨ (૬૦) બેઠકો મેળવી હતી.
 માર્ચ મહિનો ભારતીય રમતવીરો માટે ખૂબ જ લકી રહ્યો. ભારતીય ક્રિકેટ જગતના યુગપુરૃષ, જીવંત દંતકથા સમા સુપર-ડુપર એવો સચિને એશિયાકપમાં બાંગ્લાદેશ સામે વન-ડે મેચ મીરપુર ખાતે રમતા ક્રિકેટ કારકિર્દીની ૧૦૦મી સદી- મહાશતકની ઐતિહાસિક સિધ્ધિ નોંધાવી. મહાશતકથી સદીની સદી પૂર્ણ થઈ. ટેસ્ટ ક્રિકેટમાં ૫૧ અને વન-ડેમાં ૪૦ સદીથી આ ઈતિહાસ સર્જાયો. વિરાટ કોહલીએ સૌથી ઓછી વન-ડે મેચના ૮૦ દાવમાં ૧૦ સદી નોંધાવવાનો વિક્રમ સર્જ્યો. બાંગ્લાદેશની ભૂમિ ઉપર વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, સચિને વિક્રમની હારમાળ સર્જી. કબડ્ડીનો ''પ્રથમ મહિલા વર્લ્ડકપ'' ભારતની મહિલા ટીમે ઈરાનને હરાવીને જીત્યો. શત્રુધનસિંહાના હસ્તે વર્લ્ડકપ મળ્યો. બેડમિન્ટનમાં સાઈના નેહવાલે સતત બીજી વખત સ્વિસ ઓપનનું ટાઈટલ મેળવ્યું. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની પાંચ વખતની વર્લ્ડચેમ્પિયન બોક્સર મેરીકોમએ ચીનની વર્લ્ડ તથા એશિયા ચેમ્પિયન રેનકેનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો. એલ. સરિતાદેવીએ પણ ૬૦ કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. બાંગ્લાદેશ તેના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ''એશિયા કપ''ની ફાઈનલ સુધી પહોંચ્યુ. લિયોનલ મેસ્સી ૨૩૪ ગોલ કરવા સાથે બાર્સેલોનાનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો. દુબઈ ઓપન ટેનિસમાં રોજર ફેડરેરે પાંચમી વખત ટાઈટલ જીત્યું. ડબલ્સમાં મહેશ ભૂપતિ, રોહન બોપન્ના વિજેતા બન્યા. ટાઈગર વૂડ્સએ ૩૦ મહિના બાદ ટાઈટલ જીત્યું. યુસુફ પઠાણની મુંબઈમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતી આફરિન સાથે સગાઈ થઈ. ટેસ્ટ ક્રિકેટ જીવનમાંથી ''ધ વોલ'' થી વિખ્યાત રાહુલ દ્રવિડે નિવૃતી લીધી. ૧૬૪ મેચ, ૨૬૫ દાવ, ૩૨ અણનમ, ૧૩૨૮૮ રન, ૩૬ સદી, ૬૩ અર્ધસદી, ૨૭૦ શ્રેષ્ઠ સ્કોર. લંડનની કોર્ટે લલિત મોદીનેનાદાર જાહેર કર્યા. અન્ય એક કેસમાં ૭૩ લાખનો દંડ. બ્રિટિશનો ફૂટબોલર ફેબ્રિસ મુઆબ્જા ચાલુ મેચે એટેક આવતા મૃત જાહેર થયા પછી ૭૮ મિનિટ બાદ પુનઃ જીવીત થયો ! વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર રુનાકો મોર્ટનનું કાર અકસ્માતમાં અને ભારતીય ફૂટબોલર ડી. વેંકટેશનું અવસાન થયું.
એપ્રિલ
 ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણને કથિતપણે સરંક્ષણ સોદામાં લાંચ લેવાના કેસમાં સી.બી.આઈ. કોર્ટે દોષિત ઠેરવ્યા અને ચાર વર્ષની જેલ તેમજ એક લાખનો દંડ ફટકાર્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પક્ષ પ્રવકતા તેમજ કાયદો અને ન્યાયિક બાબતોની સંસદિય સમિતિના અધ્યક્ષ અભિષેક મનુ સિંઘવી ''સેક્સી-સીડી''ના વિવાદમાં ફસાતા રાજીનામું આપવું પડયું. બોફોર્સ કૌભાંડમાં રાજીવ ગાંધીએ લાંચ લીધી ન હતી, પણ તેઓ ઓહોવિયો કવોત્રોયીને બચાવતા હતા તેવું સ્વીડનના પોલીસ વડા સ્ટેન લિન્ડસ્ટ્રોંગે જણાવ્યું. ટેટ્રા ટ્રક કૌભાંડમાં રવિઋષિ સામે લૂકઆઉટ નોટિસ જારી કરાઈ. ૧૯૨૪ના શીખ વિરોધ રમખાણો વખતે પોલિસ ચૂપ-ચાપ બધુ જોઈ રહી હતી- સજ્જનકુમાર સામેના કેસમાં સીબીઆઈની રજુઆત. તિસ્તા સામેની તપાસ ગુજરાત બંધ કરે તેમ સુપ્રિમ કોર્ટે જણાવ્યું.
કપાસના નિકાસ માટે આખરે સરકારે નવી નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય લીધો. કેન્દ્રિય મંત્રીમંડળે તમામ ધર્મ માટે હવે લગ્ન નોંધણી ફરજીયાત-સુધારા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી, બાળ-યૌન શોષણથી વધતા અપરાધો સામે કૃક હાથે કામ લેવા માટે જોગવાઈઓ ધરાવતાં ખરડાને મંજૂરી આપી. અઢાર વર્ષથી ઓછી ઉંમરે સેક્સ બદલ આજીવન કેદ, બાળયૌન શોષણ નિરોધક વિધેયકને મંજૂરી. હજ પર ગુડવિલ ડેલિગેશન મોકલવાનું બંધ કરવાનું જણાવતી સુપ્રીમ. હજ કરવા પાંચ વર્ષમાં એકવાર નહિં પણ જીવનમાં એક હજ સબસિડી આપવા સુપ્રિમકોર્ટમાં સોગંદનામું રજુ કરાયું. પંજાબમાં બીબી જાગીર કૌરને કપુરથલામી જેલમાં વીઆઈપી સવલત આપવા બાબતે તપાસ કરવાનું સુચન થયું. કિંગ ફિશરને ૬૦૦ કરોડનો ટેક્ષ ચુકવવા સી.બી.આઈ.એ જણાવ્યું.
 એપ્રિલ મહિનોએ આઈપીએલ-૫ની ક્રિકેટની ધમધમતાં રહ્યો. નવટીમ ૭૬ મેચોનો પ્રારંભ ચોથી એપ્રિલથી ચેન્નાઈ ખાતેથી થયો. યુમાસ્ટર પંકજ અડવાણી, પાંચ વખત એશિયન બિલિયર્ડસ ચેમ્પિયનશિપ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. આદિત્ય મહેતા એશિયન સ્નૂકરનું ટાઈટલ મેળવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યા. વિજેન્દ્રસિંઘ સળંગ ત્રણ ઓલિમ્પિક માટે કવોલિફાય થનાર પ્રથમ બોકસર, માત્ર ૧૮ વર્ષનો શિવા થાપા ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર સૌથી નાની વયનો બોક્સર. ગીતા ફોગટ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર ભારતીય મહિલા-કુશ્તીના ઇતિહાસમાં સૌપ્રથમ કુશ્તી વીરાંગના બની. ચીનમાં યોજાયેલ વર્લ્ડ કવોલીફાઈંગ રેસ્લીંગ ટુર્નામેન્ટમાં સુશિલકુમારે ૬૬ કિ.ગ્રા. ફ્રી સ્ટાઈલ રેસ્લીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. રંજીતા માહેશ્વરીએ ૧૬મી ફેડરેશન કપ નેશનલ સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ ટ્રીપલ જમ્પમાં મેળવી ઓલિમ્પિક માટે ક્વોલિફાય મેળવ્યો. ટેનિસ વીર લિયેન્ડર પેસે એટીપી ટૂરમાં ૫૦મું ડબલ્સનું ટાઈટલ જીતીને વિશ્વમાં ૨૪મા નંબરના ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી. વર્લ્ડ સિરિઝ હોકી ટુર્નામેન્ટમાં શેરએ પંજાબની ટીમે ચેમ્પિયનશિપ મેળવી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૨૦ લાખ રન શ્રીલંકા-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમેચમાં પૂર્ણ થયા. ૧૫-૦૩-૧૮૭૭થી ૦૪-૦૪-૨૦૧૨ એટલે ૧૩૫ વર્ષ થયા. ટેેનિસ કિંગ રફેલ નાડાલે મોન્ટેકાર્લોનું ટાઈટલ સતત આઠમી વખત મેળવ્યું. કારકીર્દિમાં ૪૭માં ટ્રોફી, માસ્ટર્સમાં ૨૦મી ટ્રોફી જીતી. યુરોપીઅન ફૂટબોલ લીગમાં લાયોનલ મેસ્સીએ કુલ ૬૦ ગોલથી દ્વિતીય ક્રમનો વિક્રમ નોંધાયો. આસર્નલ કલબના સ્ટાર સ્ટ્રાઈક્ટ રોબિન પર્સીને ઈંગ્લેન્ડનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર ઓફ ધ યર એવોર્ડ. વર્લ્ડ ફેન્સિંગની ટૂર્નામેન્ટમાં રશિયાની સોફ્ય વેલિકોવા એ ગોલ્ડ મેડલ મેળવ્યો. ૪૧ વર્ષ અને ૬૫ દિવસની ઉંમરની બ્રેડહોગએ રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએમ રમતા સૌથી મોટી વયનો ખેલાડી બન્યો. લિવોરનોના મિડફિલ્ડર પીરમારિોય મોટોસિની ફૂટબોલરનું ચાલુ મેચે હાર્ટ એટેકથી અવસાન.
ટેસ્ટ ક્રિકેટ જગતમાં શ્રીલંકા ખાતે શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચ બે ટેેસ્ટ મેચની શ્રેણી યોજાય હતી. જે ૧ વિરુદ્ધ ૧થી ડ્રો રહી હતી. મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ કેપ્ટન માહેલા જયવર્દનને આપવામાં આવ્યો. જયવર્દને ૩૦થી વધુ સદી કરી બ્રેડમેનની સદીનો રેકોર્ડ તોડી ૧૦૧૨૨ થી વધુ રન કરતાં ગાવસ્કરનો પણ રેકોર્ડ તોડયો હતો. વેસ્ટઈન્ડિઝ ખાતે વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટમેચની શ્રેણી યોજાય જેમાં ઓસ્ટ્રેલિયાએ ૨ વિરુદ્ધ ૦થી શ્રેણી જીતી. ચન્દ્રપોલને મેન ઓફ ધ સીરિઝની એવોર્ડ

0 comments: