Friday, December 07, 2012

વિશ્વની મહત્વની સંસ્થાઓ-3

1.આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘ(INTERNATIONAL DEVELOPMENT ASSOCIATION)-IDA
સ્થાપના -24 સપ્ટેમ્બર, 1960
મુખ્ય કાર્યાલય – વોશિંગ્ટન ડી.સી
હેતુ- વિશ્વબેંક સાથે જોડાયેલી આં સંસ્થા છે. આજે 139  જેટલા  દેશો તેના સભ્યો છે. ‘ઈડા’ લગભગ 35 થી 45 વર્ષની લાંબી મુદત માટે ધિરાણ કરે છે. વ્યાજના દર ખૂબ    ઓછા હોય છે.
2. કૃષિ અને ખાદ્ય સંગઠન(FOOD AND AGRICULTURE ORGANIZATION)-FAO
સ્થાપના – 16 ઓક્ટોમ્બર,૧૯૪૫
 મુખ્ય કાર્યાલય – રોમ (ઈટાલી) 
સભય દેશો-191
હેતુ – લોકોનું જીવનધોરણ ઊંચું લાવવું, પોષણશક્તિ વધારવી, કૃષિના ઉત્પાદનમાં વધારો કરવો.
3.આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (INTERNATIONAL MONETARY FUND)-IMF 
 સ્થાપના – 27 ડીસેમ્બર, ૧૯૪૫
મુખ્ય કાર્યાલય – વોશિંગ્ટન ડી.સી (યુ.એસ.એ)
 હેતુ –દ્રિતીય વિશ્વયુદ્ધને અંતે ખોરવાઈ ગયેલી વિશ્વ નાણાંકીય વ્યવસ્થાને સ્થિર બનાવવા ઈ.સ 1945માં
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની સ્થાપના થઇ હતી. વિદેશી હૂંડિયામણની મુશ્કેલી અનુભવતા દેશોને
નિશ્ચિત રકમની મર્યાદામાં ટુંકા ગાળાની લોનો આપે છે.
સભ્યરાષ્ટ્રો-187  
4.આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ-(INTERNATIONAL TELECOMMUNICATION UNION)-ITU
 સ્થાપના – 17 મે,1865
-  મુખ્ય કાર્યાલય – જીનિવા (સ્વિટઝરલેન્ડ)
-  હેતુ – ટેલિગ્રાફ, ટેલિફોન, રેડીયો અને ટી.વી વગેરે સેવાઓનું ધોરણ સુધારવું. 
સભ્યરાષ્ટ્રો-193
5.વિશ્વવ્યાપી ટપાલ સંઘ(Universal Postal Union)-UPU 
સ્થાપના -9,ઑકટોબર, 1874 (1947થી યુ.એન.નું અંગ)
-  મુખ્ય કાર્યાલય –બર્ન (સ્વિટઝરલેન્ડ)
-  હેતુ – આ સંગઠનના સભ્યદેશોની ટપાલ સંબંધી સેવાઓનો વિકાસ કરવો, એકબીજા દેશો વચ્ચે ટપાલ સેવાઓ સુધારવી. દેશ દેશ વચ્ચેના ટપાલના પ્રશ્નોનો ઉકેલ લાવવો.

0 comments: