Friday, December 07, 2012

જનરલ નોલેજની સવારીએ ભારત ભ્રમણ-1

અજમેર
-રાજસ્થાન રાજ્યમાં આવેલું આ નગર ખૂબજ મહત્વનું છે.અજમેર શબ્દ મૂળ સંસ્કૃતના અજયમેરૂ પરથી ઉતરી આવ્યો છે.આ નગરની સ્થાપના ઇ.સની 7મી સદીમાં અજયરાજ ચૌહાણે કરી હોવાનું માનવામાં આવે છે.અંહિયા ખ્વાઝા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ(અજમેર શરીફ)એ ઇસ્લામ ધર્મનુ પવિત્ર ધર્મ સ્થળ છે.
-અજમેર યુનિવર્સિટી
-11કી.મી દૂર પુષ્કર ધામ અને સરોવર-બહ્માનું મંદિર
-જૈન મંદિરો-સોનીજી કી નશીયાન
ગયા
-બિહાર રાજ્યમાં આવેલું યાત્રાધામ
-ફલ્ગુ નદીનાં કિનારે 
-હિંદુઓમાં પિતૃશ્રાદ્ધ માટે જાણીતું
-નજીકમાં બૌદ્ધોનું યાત્રાધામ બોધીગયા-જયાં બોધીવૃક્ષ -ભગવાન બુદ્ધ જ્ઞાનપ્રાપ્તિની  સાક્ષી
તિરૂપતિ
-આંધ્રપ્રદેશ રાજ્યના ચિત્તુર જિલ્લામાં
-તિરૂમલાઇ ટેકરીઓ પર આવેલું હિંદુઓનું પવિત્ર યાત્રાધામ
-સમુદ્રથી 3200 ફૂટની ઉંચાઇએ
-ભગવાન વેંકટેશ(તિરૂપતિ બાલાજી)નું મંદિર
ધનબાદ
-ઝારખંડ રાજ્યમાં આવેલું શહેર
-ભારતનું કોલસાનું પાટનગર
-કોલસો અને અન્ય ખનિજોના ઉત્પાદન માટે પ્રખ્યાત
-ઇન્ડિયન સ્કૂલ ઑફ માઇન્સ

0 comments: