Sunday, December 23, 2012

ભારતનો પ્રાચિન પર્વત- અરવલ્લી

વિશ્વમાં અરવલ્લીની પર્વતમાળા સૌથી પ્રાચીન પર્વતમાળા છે.અરવલ્લીનો અર્થ થાય છે"શિખરોની હારમાળા".આ પર્વતીય શ્રેણી પશ્રિમ ભારત અને પૂર્વ પાકિસ્તાનમાં લગભગ 800 કી.મી વિસ્તારમાં ફેલાયેલી છે.ભારતમાં રાજસ્થાન,હરીયાણા અને ગુજરાત તેમજ પાકિસ્તાનમાં પંજાબ અને સિંધ રાજયોમાં સ્થિત છે.અરવલ્લી શ્રેણી રાજસ્થાન રાજયને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વંહેચે છે.
અરવલ્લીનું સૌથી ઉંચુ શિખર ગુરુશિખર છે,જે રાજસ્થાનનાં સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુમાં આવેલું છે.અરવલ્લી પર્વતનો 80% ભાગ એકલા રાજસ્થાનમાં છે.આ પર્વત શ્રેણીનો ઉત્તર છેડો હરીયાણા, દિલ્લીમાં છે.દિલ્લીમાં આવેલી રાયસીના ટેકરી ઉત્તરની છેલ્લી ટેકરી છે.જેનાં ઉપર રાષ્ટ્રપતિ ભવન બનાવવામાં આવ્યો છે.જ્યારે દક્ષિણનો છેડો ગુજરાતના પાલનપુર વિસ્તરેલો છે.આ પર્વત રણ પ્રદેશને આગળ વધતું અટકાવવામાં મદદ કરે છે.
અરવલ્લીમાંથી બનાસ ,લૂણી,સાબરમતી જેવી નદીઓ નીકળે છે.

0 comments: