Monday, August 13, 2012

ગુજરાતનું ભુગોળ

ગુજરાતનું સ્થાન 
  • ગુજરાત ભારતનું સૌથી વધુ ઔધોગિકૃત  રાજ્ય 
  • ભારતની પશ્ચિમ દિશાએ આવેલું રાજ્ય 
  • 20 ઉ. થી 24 ઉ. અક્ષાંશવૃત્ત અને 68 પૂ. થી 74 પૂ. રેખાંશવૃત્તની વચ્ચે. 
  • ગુજરાત-બે કટિબધમાં પથરાયેલું રાજ્ય છે.-મોટો ભાગ ઉષ્ણકટિબધમાં અને થોડો ભાગ સમશિતોષ્ણ કટિબધમાં
  • ગુજરાતનાં ઉત્તર ભાગમાંથી કર્કવૃત(23.5 ઉ.અક્ષાંશ) પસાર થાય છે.જે ગુજરાતના ચાર જિલ્લા-કચ્છ,પાટણ,મહેસાણા અને સાબરકાંઠા માંથી પસાર થાય છે.
ગુજરાતની સીમા 
  • બે પ્રકારની સીમાઓ-(1) દરિયાઇ સીમા અને (2) જમીન સીમા 
(1)દરિયાઇ સીમા: 
  • આ સીમા અરબસાગરથી મળેલી છે.(અરબસાગર અથવા અરબીસમુદ્ર-હિંદ મહાસાગરનો એક ભાગ છે. તેની પૂર્વમાં ભારત,ઉત્તરે પાકિસ્તાન અને ઇરાન અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ આવેલા છે.વૈદિકકાળનું નામ "સિંધુસાગર". જેમાં બે દ્વિપો આફ્રિકામાં સોકોત્રો અને ભારતમાં લક્ષદ્વિપ) 
  • 1600 કિ.મી લાંબી દરીયાઇ સીમા(જે ભારતના બધા રાજ્યોમા સૌથી વધુ છે
  • બે અખાત-ખંભાત અને કચ્છનો અખાત
  • ખંભાતનો અખાત- ભાવનગર,અમદાવાદ,આંણદ,ભરૂચ અને સુરત જિલ્લાની સીમાએ
  • કચ્છનો અખાત- કચ્છ,જામનગર અને રાજકોટ જિલ્લાની સીમાએ
(2) જમીન સીમા 
  •   ઉત્તરે રાજસ્થાન,પૂર્વમાં મધ્યપ્રદેશ ,દક્ષિણમાં મહારાષ્ટ્ર
  • દિવ,દમણ અને દાદરા-નગરહવેલી જેવાં કેન્દ્રશાસિત પ્રદેશો દક્ષિણમાં 
  • વાયવ્યે આંતરરાષ્ટ્રીય સીમા- પાકિસ્તાન સાથે(જે સિંધ રાજ્ય સાથે છે

0 comments: