Sunday, January 27, 2013

કુદરતની સુંદરતા-સુંદરવનમાં

સુંદરવન

સુંદરવન એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરવન નદીના મુખ ક્ષેત્ર માં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે. તે ઘણા પ્રકારના પક્ષી, સરીસૃપ અને કરોડવિહીન પ્રજાતિઓનું(જંતુઓ), અને ખારા પાણીના મગરનું ઘર છે.
૧૯૧૧માં, એક સમયે આને એક અનિશ્ચિત ભૂ ભાગ મનાતો જેનું ન તો ક્યારેય સર્વેક્ષણ કરાયું કે જેમાં ન તો ક્યારેય વસતિ ગણતરી થતી. તે સમયે આ ૧૬૫ માઈલ૧૬૫ માઈલs (270 કિ.મી.) લાંબુ હુગલીના મુખથી શરુ કરી મેઘનાના મુખ સુધી લાંબુ હતું, અને ત્રણ જીલ્લાઓ ચોવીસ પરગણા,ખુલના , બાકેરગંજ. આનું કુલ ક્ષેત્રફળ (જળક્ષેત્ર સહીત) ૬૫૨૬ ચો માઈલ ૬,૫૨૬  હતું.
૧૯૭૩ માં હાલના સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદરવન વાઘ આરક્ષીત અભયારણ્યનું હાર્દ ક્ષેત્ર બનાવાયું અને ૧૯૭૭માં વન્યજીવન અભયારણ્ય જાહેર કરાયું. ૪ મે ૧૯૮૪ના દિવસે આને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૭માં આને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે અંકિત કરાયું. ૧૯૮૯માં સુંદરવન ક્ષેત્રને જીવાવરણ ક્ષેત્ર જાહેર કરાયું.

સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ૩૦° ૨૪' - ૩૦° ૨૮' ઉ અક્ષાંસ અને ૭૭° ૪૦' - ૭૭° ૪૪' પૂ રેખાંશ વચ્ચે આવેલ છે તે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ ૨૪ પરગણા જીલ્લામાં આવેલું છે. આ ઉદ્યાનની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ ૭.૫મી છે. આ ઉદ્યાન ૫૪ નાના ટાપુઓ પર વસેલું છે અને તેમાં ગંગાની ઉપ નદીઓ આમ તેમ વહે છે. સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન ખાડીના સુંદરીનું વિશ્વનું સૌથી મોટું વન છે. પહોળી સુંદરીની ૫૦ પ્રજાતિઓમાં ની છવ્વીસ પ્રકારની સુંદરી અહીં સરળતાથી ઉગે છે. સુંદરીના જંગલોમાંથી ઉગતી મુખ્ય વનસ્પતિમાં ખારાપાણીના મિશ્ર જંગલ, સુંદરી ના ઝાંખરા, ખરસૂરાં પાણીના મિશ્ર જંગલો, દરિયાકાંઠાના જંગલો, આર્દ્ર જંગલો, અને કાંપના ભીના ઘાસ જંગલો. સુંદરવનની નદીઓ મીઠાં અને ખારા પાણીનું સંગમ સ્થળ છે આમ આ ગંગાના મીઠા પાણીના બંગાળના ઉપસાગરના ખારા પાણીમાં પરિવર્તનની ભૂમિ છે. 
બંગાળના ઉપસાગર ને કાંઠે બનેલ સુંદરવન ની નિર્મિતિ સદીઓના કાંપના પ્રસ્થાપન આંતરભરતીના વિદારણથી તૈયાર થયેલ છે. આ ક્ષેત્રની પ્રત્યક્ષ ભૂ ભાગ અસંખ્ય નીતારણી નહેરો, અર્ધજળમગ્ન બંધારાઓ, ઢાળ અને ભરતી મેદાનો આદિ. આ સાથે ભરતીની મધ્ય સપાટીથી ઉચ્ચ સ્તરી કાદવ ભૂમિ, લહેર રચિત રેતીદંડ, જુવાળી નહેર ધરાવતા ટાપુઓ, અર્ધજળમગ્ન આંતર રેતીદંડ અને મુખીય આદ્ય-માટી અને કાંપ-નિક્ષેપીત પ્રકાર ભૂરચના ઓઅપણ જોવા મળે છે. સુંદરવનનો ભૂ સપાટી થી સરાસરી સમુદ્ર સપાટીથી ૦.૯ મી થી ૨.૧૧ મી ઉંચાઈ પર આવેલ છે.

કિનાર પટ્ટીના ભૌતિક વિકાસામાં જૈવિક કારકોનું ખૂબ મહત્ત્વપૂરણ યોગદાન રહ્યું છે. અને વન જીવન માટે અહીં વિવિધ પ્રકારના નિવાસ સ્થળ વિકસ્યાં છે જેમકે રેતાળ સાગરકાંઠા, નદી-સાગર સંગમ પ્રદેશ, કાયમી અને હંગામી કળણો, જુવાળી મેદાનો, જુવાળી ખાડીઓ, કિનારી ટીલાઓ, આંતરીક ટીલાઓ અને નદીય તળાવો આદિ. સુંદરી ના વૃક્ષો પોતેનજ નવાં ભૂભાગની રચના માં મદદ કરે છે. અને આંતર જુવાળી વનસ્પતિઓ કાદવ રચના મા૬ મહત્ત્વનો ભાગ ભજવે છે. સુંદરી વનસ્પાતિય જૈવીક ક્રિઆયોને કારણે આંતરજુવાળી કાંપના મેદાનોમાં સૂક્ષ્મ સંરચનાત્મક ફેરફાર લાવે છે જેથી નિક્ષેપને ફાંસી અને પકડી રાખે છે આમ તે ભવિષ્યના સુંદરીના બીજને ઉગવા માટે જમીન બનાવે છે. પવની ટીલાઓની સંરચના અને વિકાસને મબલખ પ્રમાણમાં હાજર શુષ્કોદભીદ અને ખારપટીય વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરાય છે વેલાઓ, ઘાસ અને જલીયઘાસ રેતીના ટીલા અને વણસ્થાપિત નિક્ષેપને વધતાં રોકે છે.
સુંદરવન ભારતનો સૌથી મોટો મુખ પ્રદેશ છે. આ ક્ષેત્ર ત્રણ નદીઓ ગંગા બ્રહ્મપુત્રા અને મેઘના દ્વારા નિર્મિત વિશ્વનો સૌથી મોટો મુખ પ્રદેશ પણ છે. આ જંગલોના વિશાળ પટ્ટા, છે જે નીચાણ તરફ જતાં ગંગાના મુખો આગળ ખારાપાણી ના કળણમાં તફેરવાઈ જાય છે જે બંગાળના ઉપસાગરને સમાંતર હુગલીનદીના મુખથી શરૂ કરી બાંગ્લાદેશની મેઘના નદીના મુખ સુધી ૨૬૦ કિમી લાંબુ દક્ષેત્ર છે. સુંદરવન ભારતમાં ૪૨૬૨ ચો. કિમી જેટલું ક્ષેત્ર રોકે છે.
 પશિમ બંગાળ સરકારનું જંગલ નિર્દેશાલય જેની મુખ્ય કચેરી કેનીંગમાં આવેલી છે તે સુંદરવનના વ્યવસ્થાપન માટે જવાબદાર છે. જંગલના મુખ્ય ઉપરી સંરક્ષક અધિકારી  આ કાર્યા લયના ઉપરી હોય છે. સ્થાનીય સ્તર પર મુખ્ય સઁરક્ષક અધિકારી(દક્ષિણ), સુંદરવન જૈવિક અભયારણ્ય ક્ષેત્ર, ના વ્યવસ્થાપકીય ઉપરી હોય છે. તેમની મદદ માટે ઉપ ક્ષેત્રીય વ્યવસ્થાપક અને મદદનીશ ક્ષેત્રીય વ્યવસ્થાપક હોય છે. આ ઉદ્યાનને બે રેંજમાં વિભાજીત કરાયો છે જેમને રંજ જંગલ અધિકારી સંભાળે છે. આ દરેક રેંજને નાની બીટમાં વિભજીત કરાઈ છે. ગેરકાયદે શિકારીઓને રોકવા ઉદ્યાનમાં વિહરતા ચોકી સ્થાનકો અને મુકામો છે. આ ઉદ્યાનને આર્થિક સહાય રાજ્ય સરકાર અને પર્યાવરણ અને વન મંત્રાલય (ભારત) વિવિધ યોજના અંતર્ગત અને બિન યોજનાગત રીતે મળે છે. પ્રોજેક્ટ ટાઈગર હેઠળ વધારાની રાશિ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. ૨૦૦૧માં વિશ્વ ધરોહર ફંડ તરફથી ૨૦૦૦૦ ડોલરનું અનુદાન ભારત અને બાંગ્લાદેશ ના સહયોગી કાર્યક્રમની શરુઆત કરવા માટે મળી હતી.
 સુંદરવનનું ક્ષેત્ર ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલ એક સક્રીય મુખ પ્રદેશ છે, જેના જટીલ ભૂસંરચનાત્મક અને જળીય ગુણ અને આબોહવાના ભયો, વિશાળ સુંદરીના વનો આદિ એક વિશિષ્ટ પર્યાવરણને જન્મ આપે છે. આ જીવાવરણી અભયારણ્ય અને વિશ્વ ધરોહર સ્થળ નું પ્રાકૃતિક પર્યાવરણ અને કિનારાવર્તી પર્યાવરણ અ વૈજ્ઞાનિક અને આત્યંતિક માનવીય હસ્તક્ષેપને કારણે વિનાશના આરે છે. આ કિનારાવર્તી ક્ષેત્રના પર્યાવરણ ને પર્યાવરણીય પદ્ધતિને બચાવવા સંરક્ષણ અને પ્રર્યાવરણીય વ્યવસ્થાપન યોજનાની અત્યંત જરુરિયાત છે!
 સુંદરવન ક્ષેત્રમાં સુંદરી પ્રજાતિ આદિના વૃક્ષો ની ૬૪ પ્રજાતિઓ છે અને તેમનામાં મુખ પ્રદેશના જુવાળની અસરને લીધે થતી ખારા અને મીઠા પાણીના આવક જાવક સામે ટકવાની ખાસિયત છે. એપ્રિલ અને મે મહિનામાં રાતાચોળ રંગના ગેનવા પાન, કાંકરાના કરચલા જેવા દેખાતા ફૂલો, અને ખાલ્સીના પીળાં ફૂલો જોઈ શકાય છે જે આ ક્ષેત્રની સુંદરતા વધારે છે. સામાન્ય રીતે મળી આવતા અન્ય છોડ અને વૃક્ષો છે ધુંદાળl, પાસુર , ગર્જન , સુન્દરી અને ગોરન આદિનો સમાવેશ થાય છે.

 સુંદરવન ક્ષેત્ર ૪૦૦થી વધુ વાઘનું નિવાસસ્થાન છે. રોયલ બંગાળ વાઘએ ખારા પાણીમાં તરવાની એક અનોખી આવડત વિકસાવી છે અને તે માનવ ભક્ષણના ગુણ ને કારણે હજગ પ્રસિદ્ધ છે.
રોયલ બંગાળ વાઘ સિવાય ; માછીમાર બિલાડી, મેકાક, જંગલી રીંછ, સામન્ય રાખોડી નોળીયો, શિયાળ, જંગલ બિલાડી, ઉડતું રીંછ, પેંગોલીન, ચિતળ, આદિ સુંદરવનમાં રહે છે.
 આ ક્ષેત્રમાં મળતા અમુક પ્રખ્યાત પક્ષીઓ છેઃ - ખુલ્લી ચાંચ વાળો બગલો, સફેદ ઈબી, જળ કૂકડી, કૂટ, ફીસંટ-ટેઈલ્ડ જેકાના, પરીખ સમડી, બ્રહ્મીની સમડી, કાદવ હેરીયર, કળણ પેટ્રીજ, લાલ જંગલકૂકડો, ટીપકા વાળા કબૂતર, સામાન્ય મેના, જંગલી કાગડો, જંગલી બેબ્લર, કોટન ટીલ, હેરીંગ ગુલ, કૅસ્પિયન ટર્ન, રાખોડી હેરોન, ટીપકા-ચાંચ દૂધરાજ, મોટી ઈગ્રેટ, નિશા હેરોન, સામાન્ય સ્નાઈપ, લક્ક્ડ સેંડપાઈપર, લીલા કબૂતર, લાલ કળીવાળા પેરાકીટ, પેરેડાઈઝ ફ્લાયકેચર, કોર્મોરેંટ, માછીમાર ગરુડ, સફ્દ-પેટવાળું દરિયાળઈ ગરુડ, સીગુલ, સામાન્ય કલકલિયો, પેરેગ્રીન બાજ, લક્કડખોદ, વ્હીમ્પ્રેલ, કાળી-પૂંછવાળા ગોડવીટ, નાનકી સ્ટીંટ, પૂર્વી નોટ, કર્લ્યૂ, સોનેરી પ્લોવર, પીનટેલ, સફેદ નયની ઓકાર્ડ અને સીસોટીઓ ટીલ.
 આ ઉદ્યાનમાં મળતી અમુક માછલી અને દ્વીચ્ર પ્રજાતિઓ છેઃ સૉફીશ, બટર ફીશ, એલેક્ટ્રીક રે, ચાંદેરી કાર્પ, તારક મત્સ્ય, સામાન્ય કાર્પ, કિંગ કરચલો, ઝીંગા, શ્રીંપ, ગંગાઈ ડોલ્ફીન, કૂદતા દેડકાં, સામાન્ય ટોડ અને વૃક્ષ દેડકા.
 સુંદરવન ખૂબજ સારી સંખ્યાના સરીસૃપોનું પણ નિવાસ છે. તેમાંના અમુક છેઃ - ઓલિવ રાએડલી કાચબા, દરિયાઈ સાપ, શ્વાનમુખી જળીય સાપ, લીલા કાચબા, મુખીય મગર, સરડા, નાગ, સાલ્વેટર ગરોળી, સખત કવચ ધારી બેટગન ટેરાપીન(કાચબા), રસલ્સ વાઈપર, ઉંદર ઘેકો, મોનીટર ગરોળી, કર્વાઈવર, બાજચાંચી કાચબા, અજગર, સામન્ય ચીતળોસાપ, ચટાપટ્ટા વાળી કીલબેક અને મૂષક સાપ.
 સુંદરવનમાં રહેતી લુપ્તપ્રાયઃ પ્રજાતિમાં રોયલ બંગાલ ટાઈગર,મુખીય મગર, નદીના ટેરાપીન કાચબા, ઓલિવ રાએડલી કાચબા, ગંગાઈ ડોલ્ફીન , જમીની કાચબા, બાજચાંચી કાચબા અને કિંગ કરચલો .

આ ઉદ્યાનમાં ભ્રમણ કરવાનો સૌથી ઉત્તમ અને એકમાત્ર સાધન છે હોડી ભાડે કરી વિવિધ નદીઓ અને તેની ઉપ નદીઓમાં વિહરવું. તમે કોઈ પણ સ્થાનીય નાવ કે વૈભવી લોંચ - એમ.વી. ચિત્રરેખા અને એમ.વી. મધુકર, જે ટુરીઝમ ડિપાર્ટમેંટ દ્વારા ચલાવવામાંઆવે છે.
બોટ સફારી દ્વાર વન્ય જીવન જોવા સાથે સાથે તમે સુંદરબનના ભરતપુર મગર પ્રોજેક્ટ જે મગર સંવર્ધન ક્ષેત્ર છે (પ્રવેશ નામખાના થી), સાગર ટાપુ, જંબુદ્વીપ, સુધન્યાકાલી નિરીક્ષણ મિનાર, બુરીઈદાબારી ટાઈગર પ્રોજેક્ટ, નેટીધોપાની નિરીક્ષણ મિનાર, હાલીડે આઈલેંડ (ભસતા હરણ માટે પ્રખ્યાત), કણાક( ઓલીવ ઋડલી કાચબા નું નિવાસ) સાજનખાલી પક્ષી અભયારણ્ય આદિની મુલાકાત લઈ શકાય છે.
 સુંદરવન ને બંગાળી અને ભારતીય અંગ્રેજી સાહિત્યમાં , નવલકથાઓ ગીતો અને ફીલ્મોમાં સ્થાન પામ્યું છે.
બંગાળી લોક કથા માનસમંગલમાં નેતીધોપાનીનો ઉલ્લેખ છે જ્યારે તેની નાયિકા બેહુલા તેના પતિ લખીંદરને પાછો પુનર્જીવીત કરવા માટે નીકળે છે ત્યારે સુંદરબનનું વર્ણન આવે છે. શીબશંકર મિત્રા દ્વારા રચિત નવલિકા, સુંદરબાનેય અર્જન સરદાર, અને માનીક બન્ધોપાદ્યાય દ્વારા રચિત સુંદબન ક્ષેત્રના ગામડાના માછીમાર ના જીવનની વિટંબણા પર આધારિત નવલિકા પદ્મા નાદીર માઝી, સુંદરબન ક્ષેત્ર પર આધારીત છે. સુંદરબન ક્ષેત્ર બંગાળી માનસપટ પર છવાયેલું છે. Part of the plot of સલમાન રશદીની બુકર પુરસ્કાર જીતનાર નવલકથા, મધ્યરાતના બાળકોનો અમુક ભાગ પણ સુંદરબનમાં આલેખાયેલ છે. માનવ વંશ શાસ્ત્રી અમીતવ ઘોષની ૨૦૦૪ની પુરસ્કાર મેલવનાર નવલકથા, ધ હંગરી ટાઈડ(ભૂખ્યો જુવાળ), સુંદરબનની પાર્શ્વ ભૂમિમાં આલેખીત છે.
સુંદરબનનો અસંખ્ય કાલ્પનીક કથાઓમાં પણ ઉલ્લેખ થયો છે. જેમકે સાય મોંટેગોમેરીની બાળકથા ધ મેન-ઈટીંગ ટાઈગર્સ ઓફ સુંદરબન્સ જે ડોરોથી કેનફીલ્ડ ફીશર બાળ પુસ્તક પુરસ્કાર માટે નામાંકીત થઈ હતી.
પદ્મા નાદીર માઝી પર ગૌતમ ઘોષ દ્વારા એક ફીલ્મ પણ બની હતી. ૨૦૦૩ની IMAXની વૃત્તકથા બંગાળ વાઘ - શાઈનીંગ બ્રાઈટ અને અન્ય કેટલીયે વૃતાંત કથાઓ આ ઉદ્યાન પર આધારિત છે.બીબીસી ની પ્રખ્યાત ટીવી શૃખલા ગેંજીસ ગામડાના લોકોનું ખાસ કરીને મઘ સંગ્રહ કરનાર લોકોના જીવન પર પ્રકાશ પાડે છે.
અગણિત બંગાળી લોક કથામાં સુંદરબનનું વર્ણન આવે છે તે સિવાય લોકગીતો , નૃત્યો, જે મોટે ભાગે સુંદરબનના લોક નાયક અને દેવતા અને દેવીઓની આસપાસ રચયેલ હોય છે તેમાં સુંદરબનનો ઉલ્લેખ આવે છે. ખાસ સુંદરબન સંબંધીત દેવ દેવીઓ જેમ કે બોનબીબી અને દક્ષિણ રાઈ અને નિન્મ ગાંગેય મુખો માં માનસ અને ચાંદ સદાગર છે

0 comments: