Wednesday, January 23, 2013

‘સંપૂર્ણ આહાર’ એટલે દુધ

દુધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે.કારણકે તેને ‘સંપૂર્ણ આહાર’તરીકે ઓળખવામાં આવે છે.કારણકે દુધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરના સંપુર્ણ વિકાસ માટે સર્વોત્તમ છે.
દુધમાં તમામ પોષક તત્વો હાજર હોય છે.દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે.દુધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શિયમ મળે છે.દુધમાં પ્રોટીનની માત્રા પણ વિપુલ પ્રમાણમાં છે.દુધમાં 85% જેટલું પ્રમાણ પાણીનું હોય છે,અને બાકીનાં ભાગમાં તમામ પોષક તત્વો હોય છે.દુધમાં પ્રોટીન,કૅલ્શિયમ તેમજ રાઇબોફ્લેવિન(વિટામિન B) સૌથી વધારે પ્રમાણમાં હોય છે.આ ઉપરાંત વિટામિન A,D,K  અને E સહિત ફૉસ્ફરસ,મૅગ્નેશિયમ,આયોડીન તેમજ અનેક પ્રકારના ખનિજો અને ચરબી મોજૂદ હોય છે.દુધમાં કેટલાક બૅક્ટેરિયા અને જીવીત રક્ત કોશિકાઓ પણ હોય છે.આ બધા પોષક તત્વો આપણી માંસપેશિયો અને હાડકાંઓને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.દુધમાં રહેલું પ્રોટીન આપણને ઇન્ફેકશનથી બચાવે છે.
દુધની સફેદીનું કારણ
આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.

0 comments: