Monday, January 14, 2013

શહેરની સફરે - જનરલ નોલેજની નજરે-3

કુંભ નગરી- અલ્હાબાદ 
અલ્હાબાદ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.
પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમા કિનારે વસેલું અલ્હાબાદ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે. ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે. આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રન્થોમાં પણ મળે છે. વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે, આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે. હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.


ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં 12 વર્ષ પછી ફરી એકવાર કુંભ મેળો યોજાઇ રહ્યો છે. 14 જાન્યુઆરી, 2013થી 55 દિવસ માટે આ મહા મેળો યોજાશે. માનવામાં આવે છે કે અલ્હાબાદનો કુંભ મેળો દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન અથવા ધાર્મિક મેળો છે. આ વર્ષના મહાકુંભ માટે ધારણા કરવામાં આવી છે કે 55 દિવસોમાં અંદાજે 10 કરોડ લોકો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થશે.
વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજન માટે રાજ્ય સરકારે જોરશોરથી તૈયારીઓ કરી છે. આ સાથે ઉત્તર પ્રદેશની ધારણા છે કે મહાકુંભના આયોજનથી રોજગારીની વધારાની તકો ઉભી થશે. એરલાઇન્સ, હોટેલ્સ, ધાર્મિક અને ઇકો ટુરિઝમ, મેડિકલ વગેરે ક્ષેત્રોમાં 6 લાખથી વધારે લોકોને રોજગારી મળશે. આ 55 દિવસના મહા આયોજન પાછે સરકારે અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચો કર્યો છે. જો કે તેનાથી અંદાજે રૂપિયા 12,000 કરોડનો બિઝનેસ થવાની સંભાવના છે. 
કુંભમેળો : શુ હોય છે કલ્પવાસ ?
 કલ્પવાસનો અર્થ હોય છે સંગમના તટ પર નિવાસ કરી વેદાધ્યયન અને ધ્યાન કરવુ. પ્રયાસ અલ્હાબાદ કુંભમેળામાં કલ્પવાસનું અત્યાધિક મહત્વ માનવામાં આવે છે. કલ્પવાસ પોષ મહિનાના 11માં દિવસથી માઘ મહિનાના 12મા દિવસ સુધી રહે છે.

કલ્પવાસ કેમ અને ક્યારથી : કલ્પવાસ વેદકાલીન અરણ્ય સંસ્કૃતિની દેન છે. કલ્પવાસનુ વિધાન હજારો વર્ષોથી ચાલી આવ્યુ છે. જ્યારે તીર્થરાજ પ્રયાગમાં કોઈ શહેર નહોતુ ત્યારે તે જમીન ઋષિઓની તપોસ્થલી હતી. પ્રયાગમાં ગંગા-જમુનાના આસપાસ ઘના જંગલ હતુ. આ જંગલમાં ઋષિ મુનિ ધ્યાન અને તપ કરતા હતા. ઋષિયોના ગૃહસ્થી માટે કલ્પાવાસનું વિધાન મુક્યુ. તેના મુજબ આ દરમિયાન ગૃહસ્થીને અલ્પકાળ માટે શિક્ષા અને દીક્ષા આપવામાં આવે છે.

કલ્પવાસના નિયમ : આ દરમિયાન જે પણ ગૃહસ્થ કલ્પાવાસનો સંકલ્પ લઈને આવે છે તે પર્ણ કુટીમાં રહે છે. આ દરમિયાન દિવસમાં એક જ વાર ભોજન કરવામાં આવે છે અને માનસિક રૂપે ધૈર્ય અહિંસા અને ભક્તિભાવપૂર્ણ રહેવામાં આવે છે.

પદ્મ પુરાણમાં તેનો ઉલ્લેખ છે. સંગમ તટ પર વાસ કરનારાને સદાચારી શાંત મનવાળા અને જિનેન્દ્રિય હોવુ જોઈએ. કલ્પવાસીનું મુખ્ય કાર્ય છે - 1. તપ 2. હોમ અને 3. દાન.

અહી ઝૂંપડીઓ (પર્ણ કુટી)માં રહેનારાઓની દિનચર્યા સવારે ગંગા સ્નાન પછી સંધ્યાવદનથી શરૂ થાય છે અને મોડી રાત સુધી પ્રવચન અને ભજન કીર્તન જેવા આધ્યાત્મિક કાર્યોની સાથે સમાપ્ત થાય છે.

લાભ : એવી માન્યતા છે કે જે કલ્પવાસની પ્રતિજ્ઞા કરે છે તે આગામી જન્મમાં રાજાના રૂપમાં જન્મ લે છે. પરંતુ જે મોક્ષની અભિલાષા લઈને કલ્પાવાસ કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે.
 કુંભનો ઈતિહાસ ખૂબ રોચક છે. 12 વર્ષમાં દેશમાં ચાર સ્થાનો પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ રીતે મોટેભાગે દર ત્રણ વર્ષમાં દેશમાં એક સ્થાન પર કુંભનું આયોજન થાય છે.

હરિદ્વાર, અલ્હાબાદ (પ્રયાગ), નાસિક અને ઉજ્જૈન, તેમાંથી નાસિક અને ઉજ્જૈનના કુંભ એક-એક વર્ષના અંતરમાં આયોજિત થાય છે. અલ્હાબાદ પછી કુંભ 2013માં, નાસિકમાં 2015 અને 2016માં ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન થશે.

12 વર્ષમાં દરેક સ્થાન પર કુંભના આયોજનની પાછળ ખૂબ રોચક તથ્ય છે. ઘટના એવી છે કે સમુદ્ર મંથનથી નીકળનાર અમૃતને મેળવવા માટે દેવતા અને દાનવોની વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. આ યુદ્ધ સતત 12 દિવસ સુધી ચાલી રહ્યું છે. આ દરમ્યાન આ ચાર સ્થાનો પર અમૃતના બૂંદ પડ્યા હતા.

કાળ ગણનાના આધાર પર દેવતાઓના એક દિવસ ધરતીના એક વર્ષ બરાબર થાય છે. આ કારણે દરેક 12 વર્ષમાં આ ચાર જગ્યા પર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
 દરેક મહાકુંભ પર્વ કોઈ વિશેષ જ્યોતિષીય યોગમાં થાય છે. આસમાની ગ્રહોના આપને વિશેષ યોગમાં જ કુંભમેળો શરૂ થાય છે. તેમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગુરુ બૃસ્પતિની ગતિ વિશેષય હોય છે.

આ બન્ને ગ્રહો જ્યારે એક એક નિશ્ચિત રાશિમાં પહોંચી જાય છે તો કુંભ મેળો આયોજિત થાય છે. અલ્હાબાદનો કુંભ સૂર્યના મકર અને ગુરુના વૃષભ રાશિમાં હોવાથી પર  થાય છે. એક શ્લોક પુરાણમાં મળે છે....

मकरे च दिवानाथे वृष राशि गते गुरौ।

प्रयागे कुम्भयोगो वै माघ मासे विधुक्षये।।


અર્થ છે જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય, ગુરુ  વૃષભમાં તો તે વર્ષે માઘમાસમાં પ્રયાગ કુંભનો યોગ બને છે.

આ પ્રકારે અન્ય સ્થાનો પર પણ વિશેષ જ્યોતિષ યોગોમાં કુંભનું આયોજન થાય છે.

0 comments: