Thursday, January 24, 2013

જનરલ નોલેજની સવારીએ ભારત ભ્રમણ-3

  • જેસલમેર 
  • જેસલમેર રાજસ્થાન રાજ્યમાં આવેલું નગર છે.
  • સોનેરી નગરીના ઉપનામથી પ્રખ્યાત
  • ઇ.સ 1156માં મહારાવલ જેસલસિંઘે આ નગર વસાવ્યું
  • સ્થાપત્ય અને શિલ્પોથી ભરપૂર હવેલીઓ અને ઝરૂખાઓ
  •  કેદારનાથ
  • ઉત્તરાખંડ રાજ્યમાં રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું ગીરીમથક
  • મંદાકિની નદીના કિનારે
  • હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ
  • બાર જ્યોતિર્લિંગમાંનુ એક
  • અયોધ્યા
  • ઉત્તરપ્રદેશ રાજ્યમાં ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર
  • સરયુ નદીનાં કિનારે
  • "અવધ"ની જુની રાજધાની 
  •   અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું.બ્રિટિશ રાજ નાં સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.
  •  સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય
  • સાત મોક્ષદાયિની નગરીમાંની એક
  •  પેરામ્બુર
  • તમિલનાડુ રાજ્યમાં ચેન્નાઇની નજીક
  • પેરામ્બુર શબ્દ તમિલ ભાષાનો છે, તેનો અર્થ થાય વાંસનું નગર.
  • રાજીવ ગાંધીની હત્યાનું સ્થળ
  • રેલ્વેનાં ડબ્બા બનાવવાનું કારખાનું

0 comments: