Saturday, August 04, 2012

આત્મવિશ્વાસ

                                                         મારી નજર પત્થરને મીણ કરે છે,
                                                        પહાડોને ઉથલાવીને ખીણ કરે છે; 
                                                        ડરાવે છે ભોળા ખલાસીને સાગર,
                                                        મારાં હલેસા સમંદરને ફીણ કરેછે
જીવનમાં સફળતા મેળવવા આત્મવિશ્વાસએ ગુરૂચાવી છે.આપણાં માટે કોઇ કામ અશક્ય નથી; પણ તેના માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે;આત્મવિશ્વાસ કોઇ પણ અઘરાં કામને આસાન બનાવે છે.કદાચ આ બાબત મારાં જીવન સાથે જોડાયેલી દેખાય છે;કેમ કે ખસ જેવા નાનકડાં ગામમાંથી કેબીસીમાં પહોચવુ કોઇ સહેલી બાબત ન હતી.તેમજ સદીના મહાનાયક સામે બેસી વાત કરવીએ મારાં જેવાં ગામડિયાં માટે અઘરી વાત હતી.પણ મારામાં આત્મવિશ્વાસ હતો અને એને અમિતાબજીને પ્રભાવિત કરી દિધા.એક પછી એક પ્રશ્નોના ઉત્તર આપી હું 25લાખ જીતી ગયો.આ મારી જીત ન હતી; પણ મારાં આત્મવિશ્વાસની હતી.-ચાવડા વનરાજસિંહ(ખસ).

0 comments: