Tuesday, August 14, 2012

ગુજરાતનું ભુગોળ

ગુજરાતનો વિસ્તાર 
  • ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઇ 590 કી.મી છે. 
  • પૂર્વ-પશ્ચિમ પહોળાઇ 500 કી.મી છે. 
  • કુલ વિસ્તાર-1,96,024 ચો.કીમી જેટલો છે. 
  • જે ભારત કુલ વિસ્તારનો 6% ભાગ છે. 
  • ગુજરાતના ભૂમિવિસ્તારને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. 
  1. ઉત્તર ગુજરાત 
  2. મધ્ય ગુજરાત 
  3. દક્ષિણ ગુજરાત 
  4. સૌરાષ્ટ્ર-કચ્છ 
ગુજરાતનાં જિલ્લાઓ 
  • કુલ 26 જિલ્લાઓ(આ જિલ્લાઓના નામ ખુબજ સરળતાથી યાદ રાખી શકાય-તેના માટે એકજ વાક્યની જરૂર પડે. (અને આ રહ્યું જિલ્લાને યાદ રાખવા માટે મેં તૈયાર કરેલું વાક્ય. )
"કઅ ભઅ આ ગામ સુ નવરા, ખેપાન,જાડા વજુભા સુપો સાપ દાબતા" 
  1. - કચ્છ                   
  2. -અમદાવાદ 
  3. -ભરૂચ
  4. -અમરેલી 
  5. -આણંદ 
  6. ગા -ગાંધીનગર 
  7. - મહેસાણા
  8. સુ - સુરત
  9. - નવસારી 
  10. - વલસાડ  
  11. રા - રાજકોટ 
  12. ખે - ખેડા 
  13. પા - પાટણ
  14. -નર્મદા
  15. જા - જામનગર
  16.  ડા - ડાંગ
  17.   - વડોદરા
  18. જૂ -જૂનાગઢ
  19. ભા - ભાવનગર
  20. સુ - સુરેન્દ્રનગર 
  21. પો - પોરબંદર 
  22. સા - સાબરકાંઠા 
  23. -પંચમહાલ  
  24. દા - દાહોદ 
  25. -બનાસકાંઠા 
  26. તા - તાપી  
  • 1997 સુધી ગુજરાતમાં 19 જિલ્લાઓ હતાં.-આ વષે 6 નવા જિલ્લાઓનું નિર્માણ થયું-(આણંદ,દાહોદ,નર્મદા,નવસારી,પાટણ અને પોરબંદર)
  1. ખેડા માંથી આણંદ 
  2. પંચમહાલ માંથી દાહોદ 
  3. ભરૂચ માંથી નર્મદા
  4. વલસાડ માંથી નવસારી 
  5. મહેસાણા માંથી પાટણ 
  6. જુનાગઢ માંથી પોરબંદર 
  • આંમ 1997માં ગુજરાતના જિલ્લાની સંખ્યા થઇ 25 
  • 2008માં તાપી ગુજરાતનો 26મો જિલ્લો બન્યો. 
સુરત માંથી તાપી 
જિલ્લા ઓની અનેરી માહિતી 
  • શહેર ન હોવા છતાં જિલ્લાનું નામ અને તે જિલ્લાનો જિલ્લામથકથી વહિવટ(આવા ગુજરાતમાં 7 જિલ્લાઓ છે) 
 
  • કચ્છ જિલ્લો-ભુજ 
  • પંચમહાલ જિલ્લો-ગોધરા 
  •  સાબરકાંઠા જિલ્લો -હિંમતનગર 
  • ડાંગ જિલ્લો- આહવા 
  • નર્મદા જિલ્લો -રાજપીપળા 
  • બનાસકાંઠા જિલ્લો -પાલનપુર 
  • તાપી જિલ્લો - વ્યારા 
  • ગુજરાતના 2 જિલ્લાના નામ તેની નદીઓ પરથી છે.
                     તાપી જિલ્લો અને નર્મદા જિલ્લો 
  • ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કચ્છ છે.(જે ભારતનો લેહ જિલ્લા પછી બીજા નંબરનો વિસ્તાર ધરાવતો જિલ્લો છે.) 
  • સૌથી નાનો જિલ્લો ડાંગ છે. જેમાં એકજ તાલુકો આહવા છે. 
  • સૌથી વધુ વસ્તીધરાવતો જિલ્લો-અમદાવાદ 
  • સૌથી ઓછી વસ્તી-ડાંગ જિલ્લામાં
  • સૌથી વધુ વસ્તીગીચતા -સુરત(968 દર ચો.કી.મી) 
  • સૌથી ઓછી વસ્તી ગીચતા-કચ્છ(35 દર ચો.કીમી)

0 comments: