Thursday, August 23, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુ

વર્ણ પરિચય  (ભાગ:2) 
મૂળાક્ષર
સ્વર અને વ્યંજન 
સ્વર:'આગમન' અશબ્દમાં "આ " વર્ણનો ઉચ્ચાર બીજા અક્ષરની મદદ વગર પોતાની મેળે જ થઇ શકે છે;તેમ જ તેનો ઉચ્ચાર લંબાવતાં તેનું સરખું રૂપ રહે છે,તેથી તેને 'સ્વર' કહે છે. 
અ,આ,ઇ,ઓ,વગેરે
 વ્યંજન: 'આગમન'શબ્દમાં "ગ" ગ્+અ છે,એટલે ગ્ નો ઉચ્ચાર એમનો એમ થઇ શકતો નથી;પણ 'અ'ની મદદ તેનો ઉચ્ચાર બને છે.એમ બીજા અક્ષરો 'મ' -મ્+અ,'ન'-ન્+અ,એમનો સ્વરની મદદથી ઉચ્ચાર થઇ શકે છે,એટલે કે વ્યંજનના છેડે સ્વર મેળવવાથી જ તેનો ઉચ્ચાર થઇ શકે છે.આંમ જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થતો નથી તેને વ્યંજન કહે છે.કારણકે વ્યંજનમાં બીજા કોઇ અક્ષર(સ્વર) મેળવવા પડે છે.
સ્વરના પ્રકાર 
સ્વરના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. 
(1)હસ્વ સ્વર(2)દીર્ધ સ્વર(3)સંધિસ્વર 
હસ્વ સ્વર:અ,ઇ,ઉ,ઋ ,એ સ્વરોનું મૂળ સ્વરૂપ છે;કારણે કે તેમના ઉપરથી બીજા સ્વરો થાય છે.તેમનો ઉચ્ચાર ટૂંકો છે,તેથી તેમને હસ્વ કે લઘુ સ્વર કહે છે.
દીર્ઘ સ્વર:આ,ઈ,ઊ એમના ઉચ્ચાર લાંબા થાય છે, તેથી તેને દીર્ઘ કે ગુરુ સ્વર કહે છે. 
સંધિસ્વર:સ્વરનો ત્રીજો પ્રકાર સંધિસ્વર છે.બે સ્વર મળવા મળવાથી જે નવો સ્વર થાય છે,તેને "સંધિસ્વર"કહે છે.અ,અ+ઇ=ઐ,ઓ,અ+ઉ=ઔ વગેરે.સંધિસ્વર અ,ઐ,ઓ,અને ઔ છે.
ગુજરાતીમાં બધા મળીને અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,એવા 10 સ્વરો છે. તેમાં ઋ 11મો સ્વર ઉમેરવાંમાં આવેલો છે.
થોડી અનુસ્વાર અને વિસર્ગની પણ વાત કરી લઇએ,અનુસ્વાર એટલે "સં" .કોઇ અક્ષરના માંથે ટપકુ મુકવું તેને અનુસ્વાર કહે છે.દા:ત. ખંડ,મંગલ વગેરે.આવી જ રીતે અક્ષરની પાછળ બે ટપકાં મુકવાંમાં આવે છે,તેને "વિસર્ગ" કહે છે.જેમ કે,ગ:,વ; વગેરે.અનુસ્વાર અને વિસર્ગ હમેશાં સ્વર પછી આવેછે.
વ્યંજન 
જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થઇ શકતો નથી, તેને વ્યંજન કહે છે,બધાં મળીને 36 વ્યંજન છે,પણ ક્ષ્ (ક્+ષ્)અનેજ્ઞ(જ્+ગ્)એજોડાક્ષર છે,તેથી બધાં મળી 34 સ્વરો છે. 
આંમ,જે અક્ષરની સાથે બીજો અક્ષર મળેલો હોતો નથી,તેને મૂળાક્ષર કહે છે.જનક,ગાયન,કબુતર વગેરે.
(આવતાં બ્લોગમાં જોડાક્ષર વિશે વાત કરીશું)

0 comments: