આપણો ફોન નંબર રેન્ડમલી સિલેકટ થાય પછી કેવા ત્રણ પ્રશ્નો પુછવામાં આવે છે........કેવી માહિતી માંગે છે.....
આપણે અગાઉનાં બ્લોગમાં ત્રણ પ્રશ્નોની વિગતે આવીને અટક્યા હતાં......ત્યાંથી આગળ વધીએ.....ધારો કે તમે નસીબદાર છો અને તમારો નંબર કમ્પ્યુટર દ્વારા રેન્ડમલી સિલેક્ટ થઇ ગયો,તો તમારે ત્યાંથી ફોન આવે.અને હા મિત્રો જે ફોન આવે તે મુંબઇનાં લેન્ડ નંબરમાંથીજ આવે છે.....એટલે કે ઉ.દા 9122456789123 .........કંઇક આ પ્રકારનો નંબર હોય છે.ક્યારેય મોબાઇલ નંબરમાંથી ફોન નથી આવતો.ક્યારેક ઘણાં લોકો બીજા નંબરમાંથી ફોન કરી છેતરવાંનો પ્રયત્ન કરતાં હોય છે.આવી ઘણીં ઘટનાઓ લોકો મારી સાથે શેર કરતાં હોય છે.જેમકે એક વ્યક્તિને ફોન આવ્યો અને કહ્યુ કે તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. એટલે તમે પહેલા 25 હજાર જમા કરાવો.ખાતા નંબર પણ આપવાંમાં આવે.પણ આ બધુ ફ્રોડ બનાવવાનાં કારસતાનો હોય છે.
કેબીસીમાં કયારેય પણ પૈસા ભરવાનાં હોતા નથી.એ વાતનું ખાસ ધ્યાન રાખવું..
આપણે પાછા મૂળ વાત પર આવીએ...ઉપરની થોડી વાતો એટલે જણાવવામાં આવી કે મારા કોઇ મિત્રો ખોટી રીતે ક્યાંય ફસાય ન જાય.
તમારે મુંબઇથી ફોન આવે એટલે પહેલાં તમારીપાસેથી તમામ વિગતો લેવાંમાં આવે ,જેવી કે નામ ,સરનામું,ઉંમર,વગેરે.વગેરે
પછી તમને કમ્પ્યુટર સાથે જોડવામાં આવે.અને કમ્પ્યુટર તમને ત્રણ પ્રશ્નો પુછે.
જેમાં બે પ્રશ્નો ઓપ્શન વાળા હોય છે. અને ત્રીજો પ્રશ્ન ઓપ્શન વગરનો હોય છે.પ્રથમ બે પ્રશ્નોમાં ચાર વિકલ્પ હોય છે.દા:ત..
1.1757 મેં ઇનમે સે કોનસા યુધ્ધ હુઆ થા?
a. તરાઈ b.પ્લાસી c.બકસર d. થાણેશ્વર
2.ઇનમેં સે કોન સી રાજધાની હીલ સ્ટેશન હે?
a.ચંદીગઢ b.જયપુર c.સિમલા d.લખનઉ
બસ કંઇક આવા જ પ્રશ્નો હોય છે.
ત્રીજો પ્રશ્ન આંકડાકીય વિગતનો હોય છે.જેમાં ઓપ્શન નથી હોતાં. દા.ત ...
ભારતીય બંધારણની 8મી અનુસુચીમાં કેટલી માન્ય ભાષાઓ સમાવિષ્ટ છે?
22
આ પ્રશ્નનો યોગ્ય જવાબ તમને ઓડિશન રાઉન્ડ સુધી લઇ જઇ શકે.કેમકે ઉપરનાં બે પ્રશ્નોનાં જવાબ સાચાં હોય,અને ત્રીજા પ્રશ્નમાં તમે સાચાં જવાબથી નજીક હોય, તો તમારુ સિલેકશન ઓડિશન રાઉન્ડ માટે પાકું.નજીક એટલે 22 જવાબ સાચો છે, પણ તમે આપ્યો હોય 20. તો પણ તમે બીજા લોકો કરતાં સાચાં જવાબની વધુ નજીક છો. કેમકે કોઇએ 18,તો વળી કોઇએ 15 જવાબ આપેલો હોય.
એટલે તમારા ચાન્સ વધી જશે. અને તમે થશો ઓડિશન રાઉન્ડ માટે સિલેક્ટ થઇ જશો.
ઓડિશન રાઉન્ડમાં શું હોય તેની વિગત આવતાં બ્લોગમાં.......
1 comments:
જાણવા લાયક પોસ્ટ!
Post a Comment