કૌન બનેગા કરોડપતિ--પ્રશ્નનો જવાબ sms કે coll થી મોકલ્યા પછી શું?
તમે અત્યારે રોજ પૂછાતા પ્રશ્નોનાં જવાબ આપવાનુ તો ચાલુ કરી જ દીધું હશે. તમે coll કર્યો હશે કે sms તેમાં સામે વળતો પ્રત્યુત્તર મળતો હશે જ.....thenk you for your participation. if shortlisted, you will be contacted by the kbc sony team within 5 days........
જવાબ મોકલ્યા પછી ઇંતેજારી વધી જાય કે, મારે ક્યારે ફોન કેબીસીમાંથી આવશે.
આપણે જવાબ આપ્યા પછી આપણો આધાર આંપણા નસીબ પર રાખવાનો હોય છે,કેમકે 24 કલાક દરમિયાન આવેલાં પ્રશ્નોનાં જવાબની સંખ્યા બહુ મોટી હોય છે. જેમકે, એક પ્રશ્નનાં જવાબની સંખ્યા આજના મોબાઇલ યુગમાં 1 કરોડથી પણ વધી જતી હશે.એટલે કે આખા દિવસનાં અંતે રાત્રે 8.30 કલાકે ફોન લાઇન ક્લોઝ થાય છે ત્યારે આ આંકડો અંકીત થઇ ચૂક્યો હોય છે.
હવે વારો આવે છે આંપણા નસીબનો...કેમકે રેન્ડમ સિલેકશન થવાનું હોય છે.એટલે કે આપણી ભાષામાં ડ્રો.
ધારો કે આખા દિવસનાં 1કરોડ નંબરો સોફ્ટવેરમાં સેવ થયા.તો તેમાં કમ્પુટર જ 1હજાર નંબર રેન્ડમ્લી પંસદ કરશે.અને આ સિલેક્ટ નંબરોને કેબીસીમાંથી ફોન આવશે. અને ત્રણ પ્રશ્નો પુછશે.તે પ્રશ્નો કેવા હોય છે,તેની વિગતો આવતાં બ્લોગમાં.....................ત્યાં સુધી પ્રયત્ન કરતાં રહો........
0 comments:
Post a Comment