Sunday, June 16, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

 કૌન બનેગા કરોડપતિનાં ઓડીશનમાં શું હોય છે? 

આંમ તો હવે તમે ઓડીશન રાઉન્ડમાં પંહોચી ગયા હશો.પણ  પ્રશ્નો ઘણાં ઉભા થતાં હશે.કેવું હશે ઓડીશન?
આપણે બધાંજ પ્રશ્નોમાં સાચા હોઇએ એટલે કેબીસીમાંથી ફોન આવે કે તમે ઓડીશન માટે તૈયાર થઇ જાવ.તમારે આ તારીખે ઓડીશન માટે આ શહેરમાં,આ સ્થળ પર આવવાનું છે.દર સિઝનની જેમ આ વખતે પણ ભારતનાં 10 શહેરોમાં ઓડીશન રાખવામાં આવ્યાં છે.જે કંઇક આ પ્રકારે છે.
1.    27th June    -    Jaipur   -    Hotel Paradise
2.      27th June    -     Ahmedabad     -     Avalon Hotel & Banquet
3.    30th June     -     Delhi     -      India Corporate Centre (ICC)
 4.    30th June   -    Bhopal    -      GreenWood Country Club,
5.   3rd July      -     Mumbai     -       H.K College
6.   3rd July   -    Chandigarh   -      REGENTA CENTRAL ASHOK CHANDIGARH
7.    6th July    -     kolkata   -       Confederation of Indian Industry, CII
8.   6th July    -     Lucknow       -         Indira Gandhi Pratishthan
9.    9th July     -    Patna    -      Khubsurat Vatika
10.     9th July      -     Nagpur     -      Lamba Celebrations 
 
આ રીતે તમારાં નસીબમાં જે સ્થળ નક્કી થયું હશે, ત્યાં તમારે ઓડીશન આપવાનું થશે. જેમકે મારું ઓડીશન કોલકત્તામાં થયું હતું.
હવે એક વાત યાદ રાખો, જે દિવસે ઓડીશન હોય તે દિવસે વહેલાં ઓડીશન સ્થળ પર પંહોચી જાવ.
કેમકે તમે સવારમાં જેટલાં વહેલાં તેટલાં બધીજ જગ્યા પર તમે વહેલું. ઓડીશન સ્થળ પર વહેલી સવારથીજ લાઇન લાગી ગઇ હશે. જેવાં તમે અંદર હોલમાં પ્રવેશ માટે જશો, ત્યાં તમારી ઓળખ કરવાંમાં આવશે.તમારી ઓળખ એટલે તમારો મોબાઇલ નંબર.તમે જે નંબરમાંથી રજીસ્ટેશન કર્યુ હોય તે નંબર તમારે બોલવાંનો થશે. ત્યાર બાદ તમને એક બુકલેટ જેવું લગભગ 25 પેજનું ફોર્મ ભરવાં માટે આપશે.તમારી પાસે 1 કલાક જેવો આ ફોર્મ ભરવા માટે સમય હશે.ત્યાર બાદ શરૂ થશે લેખિત પરીક્ષા.
ઓડીશનમાં લેખિત પરીક્ષા કેવી હશે, તેની વાત આવતાં બ્લોગમાં



1 comments: