Tuesday, November 13, 2012

વર્લ્ડ હેરીટેઝ

ભારતના વિશ્વ વારસાના સ્થળો   
યુનોની યુનેસ્કોની સંસ્થા દુનિયામાં જે સાંસ્કૃતિક, કલા, સાહિત્ય વગેરેનાકામો કરે છે એ ખરેખર દાદ માંગી લે તેવા છે.
યુનેસ્કોના એવા સેંકડો કામોમાનું એક કામ વિશ્વના જૂના સ્થાપત્યો, કલા અને સંસ્કૃતિના વારસાઓ વગેરેને જાળવણી માટે મોટા ભંડોળ સાથે સઘળી સંયુક્ત જવાબદારી માથે લે છે.
આપણા દેશમાં એવા વિશ્વ સાંસ્કૃતિ વારસાના સ્થળો અત્યાર સુધીના યુનેસ્કોના આ છે....
 ૧૯૮૩
(૧) અજંતા (મહારાષ્ટ્ર)
(૨) ઈલોરા (મહારાષ્ટ્ર)
(૩) આગ્રાનો કિલ્લો (ઉત્તર પ્રદેશ)
(૪) તાજમહલ (ઉત્તર પ્રદેશ)
 ૧૯૮૪
(૬) મહાબલિપુરમ્ (તમિળનાડુ)
(૭) કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામ)
(૮) માનાનાની વન્યપ્રાણી સૃષ્ટિ (આસામ)
(૯) કેવલદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (રાજસ્થાન)
૧૯૮૬
(૧૦) ગોવાના દેવળો અને ખ્રિસ્તી કેન્દ્રો
(૧૧) ખજુરાહો (મધ્યપ્રદેશ)
(૧૨) હમ્પીના અવશેષો (કર્ણાટક)
(૧૩) ફતેપુર સિક્રી (દિલ્લી)
૧૯૮૭
(૧૪) પત્તાડકલના અવશેષો
(૧૫) એલિફન્ટાની ગુફાઓ (મહારાષ્ટ્ર)
(૧૬) બૃહદેશ્વરનું મંદિર (થાન્જીપુર)
(૧૭) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
૧૯૮૮
(૧૮) નંદાદેવી અને વેલી ઓફ ફલાયર્સ (ઉત્તરાંચલ)
૧૯૮૯
(૧૯) સાંચીના બૌદ્ધ સ્થાપત્યો
૧૯૯૩
(૨૦) હુમાયુંની કબર (દિલ્લી)
(૨૧) કુતુબમિનાર (દિલ્લી)
૧૯૯૯
(૨૨) દાર્જિલિંગ અને સીમલાની રેલવે
૨૦૦૨
(૨૩) બુદ્ધગયાનું મહાબોધી ટેમ્પલ
૨૦૦૩
(૨૪) ભીમખેડાના આરસના પહાડો (મધ્યપ્રદેશ)
૨૦૦૪
(૨૫) ગંગાલકોન્ડાચોલાપુરમનું બૃહદેશ્વરનું મંદિર
(૨૬) દારાસુરમનું ઐરાવતેશ્વરનું મંદિર
(૨૭) ગુજરાતના ચાંપાનેર અને પાવગઢ
(૨૮) મુંબઈની વિકટોરીયા ટર્મિનસ સ્ટેશન (વી.ટી., છત્રપતિ શિવાજી રેલ્વે સ્ટેશન, વોરીબંધુ)
૨૦૦૭
(૨૯) દિલ્લીનો લાલકિલ્લો
 2010 
(30) જંતર-મંતર(જયપુર,રાજસ્થાન)
 ''વર્લ્ડ હેરીટેઝ''ની શ્રેણીમાં આપણા દેશના એક પણ શહેર કે ગામનું નામ નથી. એ રીતે જોઈએ તો, ''વર્લ્ડ હેરીટેજ સીટી''ની શ્રેણીમાં એશિયામાંથી નેપાળનું ભક્તાપુર ગામ-શહેર છે. એ ઉપરાંત એશિયાના દેશોમાંથી શ્રીલંકાની ગાલે, મલેશિયાના પેનાંગ-જ્યોર્જટાઉન અને મેલ્લાકા, વિયેટનામનું હુએહુએ, લાઓસનું પ્રબાંગ વગેરે છે. ૧૮ એપ્રિલના દિવસને વર્લ્ડ હેરિટેઝ ડે તરીકે ઉજવાય છે

0 comments: