Monday, November 19, 2012

શિવસેના સેનાપતિ-બાળ ઠાકરે

રાજનીતિનું અલગ વ્યક્તિત્વ-બાળ ઠાકરે 
जन्म२३ जनवरी १९२६
पुणे, बंबई प्रेसीडेंसी
मृत्यु१७ नवम्बर २०१२
मुंबई
राजनैतिक पार्टीशिव सेना
जीवन संगीमीना ठाकरे
संतानबिन्दु माधव ठाकरे, जयदेव ठाकरे,
उद्धव ठाकरे
आवासबंबई, भारत
બાળ ઠાકરેનો જન્મ ૨૩મી જાન્યુઆરી ૧૯૨૬ના રોજ મહારાષ્ટ્રના પૂણેમાં ચંદ્રસેનીય કાયસ્થ પ્રભુ પરિવારમાં થયો હતો. હિન્દુ હૃદયસમ્રાટ તરીકે ઓળખાતા બાળ ઠાકરેને તેમના સમર્થકો 'બાલા સાહેબ' કહીને બોલાવતા હતા. બાળ ઠાકરેએ ફ્રી પ્રેસ જર્નલ, મુંબઇમાં એક કાર્ટૂનિસ્ટ તરીકે આરકે લક્ષ્મણ સાથે પોતાની કરિયરની શરૃઆત કરી હતી. મુંબઈના ધ `ફ્રી પ્રેસ જર્નલ' અખબારમાં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાઈ તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે તેમના કાર્ટુન ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની રવિવારની આવૃતિમાં પણ છપાતાં હતાં. આ કાર્ટુનિસ્ટે 1960માં કાર્ટૂન સાપ્તાહિક માર્મિક શરૂ કર્યું હતું. માર્મિકના માધ્યમથી તેમણે મુંબઈમાં વધતા જતા ગુજરાતી, મારવાડી, ઉત્તર ભારતીયો અને દક્ષિણ ભારતીયોના પ્રભુત્વ સામે અભિયાન ચલાવ્યું હતું.  અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં રવિવારે તેમનાં કાર્ટૂન પ્રકાશિત થતાં હતાં. ૧૯૬૦માં ગુજરાતીઓ અને દક્ષિણ ભારતીયોની સંખ્યા વધવાના કારણે તેનો વિરોધ કરવા માટે પોતાના ભાઇ અને રાજ ઠાકરેના પિતા શ્રીકાંત સાથે મળીને સાપ્તાહિક પત્રિકા માર્મિકની શરૃઆત કરી હતી. આ પત્રિકામાં તેમની કોલમ 'વાંચા આણિ ઠાંડ બસા' (વાંચો અને ચૂપ રહો) ખૂબ જ લોકપ્રિય થઈ હતી. બાદમાં તેનું શિર્ષક બદલીને 'વાંચા આણિ ઉઠા' (વાંચો અને ઊભા થાઓ) કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૬૬માં તેમણે શિવસેનાની રચના કરી હતી અને તેનો મુખ્ય હેતુ મરાઠી માનૂસનાં હિતોનું રક્ષણ કરીને તેમને નોકરીઓ અને આવાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું હતું.



વર્ષ 1980માં ઠાકરેએ લઘુમતિઓ વિષે વિવાદાસ્પદ નિવેદન કર્યા, જેના દેશભરમાં પડઘા પડયા. વર્ષ 1989માં બાળ ઠાકરેએ શિવસેનાનું મુખપત્ર સામના શરૂ કર્યું. મરાઠી અખબાર સામના બાદ હિંદી અખબાર દોપહર કા સામના પણ શરૂ કર્યું. 
દેશની આર્થિક રાજધાની બોમ્બેને તેના પરંપરાગત નામ મુંબઈ કરવા માટે શિવસેના લાંબા સમયથી આંદોલન ચલાવતી હતી. વર્ષ ૧૯૯૫માં મહારાષ્ટ્રની ચૂંટણી જીત્યા બાદ તેના આ આંદોલનને વાસ્તવિક સ્વરૃપ આપતાં શિવસેનાએ બોમ્બેનું નામ બદલી મુંબઈ કર્યું હતું. મુંબઈના પ્રખ્યાત માતા મુંબાદેવી પરથી આ નામ આપ્યું હતું. ત્યાર પછી શિવસેનાએ શહેરની કંપનીઓ, સ્થાનિક વેપારીઓએ સહિત અનેક સંસ્થાઓને બોમ્બના બદલે મુંબઈ અપનાવવા ફરજ પાડી હતી. વધુમાં આ સમયમાં શિવસેનાએ મુંબઈનાં કેટલાંક સ્થળ જેમ કે વિક્ટોરિયા ર્ટિમનસનું નામ બદલીને છત્રપતિ શિવાજી ર્ટિમનસ, ફ્લોરા ફાઉન્ટેનનું નામ બદલીને હુતાત્મા ચોક પડયું હતું. આ પહેલ બાદ દેશના અન્ય સ્થળોના નામ પણ પૌરાણિક સંસ્કૃતિના આધારે બદલાયા હતા. જેમ કે ૧૯૯૬માં મદ્રાસને ચેન્નાઈ, પોંડિચેરીને પુડુચેરી, બેંગલોરને બેંગલુરુ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.



શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેનું આજે તેમનાં નિવાસસ્થાન માતોશ્રી ખાતે નિધન થયું હતું. ૮૬ વર્ષીય ઠાકરેએ બપોરે ૩.૩૦ની આસપાસ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના સ્વાસ્થ્ય અંગેની અટકળો તીવ્ર બનતાં સાંજે ૫.૦૦ વાગ્યે શિવસેનાએ તેમના નિધનના સમાચાર આપ્યા હતા. ઠાકરે શ્વાસ તથા પેન્ક્રિયાસની બીમારીથી પણ પીડાતા હતા. શિવસેના પ્રમુખની સારવાર કરતાં ડો. જલિલ પારકરે જણાવ્યું હતું કે, હૃદયરોગના હુમલાનાં કારણે તેમનું નિધન થયું હતું. બાળ ઠાકરેના નિધનના સમાચારના પગલે માત્ર શિવસેના જ નહીં અન્ય રાજકીય પક્ષના અગ્રણી નેતાઓ પણ માતોશ્રી દોડી આવ્યા હતા. શિવસેનાના ટોચના નેતાઓ માતોશ્રી પહોંચી રહ્યા હોવાના સમાચાર મુંબઈમાં વાયુવેગે ફેલાતાં શિવસૈનિકો પણ તેમના નિવાસસ્થાન બહાર એકત્ર થવા લાગ્યા હતા. માતોશ્રીની બહાર અચાનક સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.















































0 comments: