Saturday, October 06, 2012

ભારતના શહેરો અને તેની સમૃદ્ધિ

જનરલ નોલેજ-ભારતના શહેરોની શાન 
અજમેર (રાજસ્‍થાન) : ખ્‍વાજા મોહયુદ્દીનની દરગાહ (અજમેર શરીફ)
અમદાવાદ (ગુજરાત) : ઐતિહાસિક શહેર, ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ, સીદી સૈયદની જાળી, ઝૂલતા ‍મિનારા
અમરનાથ (જમ્‍મુ અને કાશ્‍મીર) : પહેલગામ નજીકનું હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ, બરફનું શિવલિંગ
અમૃતસર (પંજાબ) : શીખોનું યાત્રાધામ, સુર્વણમંદિર, જલિયાંવાલા બાગ
અલીગઢ (ઉત્તર પ્રદેશ) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, તાળાં, ચપ્‍પુ, કાતર બનાવવાનો ઉદ્યોગ
અલંગ (ગુજરાત) : જહાજ ભાંગવાનો ઉદ્યોગ
અલાહાબાદ (ઉત્તર પ્રદેશ) : પંડિત નહેરુનું જન્‍મસ્‍થળ ‘આનંદભવન’, ત્રિવેણી સંગમ – અહીં કુંભ મેળો ભરાય છે.
અયોધ્‍યા (ઉત્તર પ્રદેશ) : શ્રીરામ જન્‍મભૂમિ સ્‍થળ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અવાડી (તમિલનાડુ) : ટૅન્‍ક બનાવવાનું કારખાનું
અડચાર (તમિલનાડુ) : થિયૉસૉફિકલ સોસાયટીનું મુખ્‍ય મથક
અજંતા (મહારાષ્‍ટ્ર) : ઔરંગાબાદ પાસે આવેલા આ સ્‍થળે શૈવ અને બૌદ્ઘ ગુફાઓ છે
અંકલેશ્ર્વર (ગુજરાત) : ખનીજ તેલનું ક્ષેત્ર
આબુ (રાજસ્‍થાન) : રાજસ્‍થાનમાં આવેલું અરાવલી ગિરિમાળાનું સુપ્રસિદ્ઘ ગિરિમથક, દેલવાડાનાં દેરાં અને વસિષ્‍ઠ આશ્રમ પ્રસિદ્ઘ છે.
ઓમકારેશ્ર્વર (મધ્‍ય પ્રદેશ) : નર્મદા કિનારે આવેલું બાર જયોતિર્લિગોમાંનુ એક
કંડલા (ગુજરાત) : મહત્‍વપૂર્ણ બંદર, મુકત વ્‍યાપાર ક્ષેત્ર
આગરા (ઉત્તર પ્રદેશ) : તાજમહેલ, અકબરનો મકબરો
આણંદ (ગુજરાત) : અમૂલ ડેરી, ડેરી ઉદ્યોગનું વડું મથક (NDDB) અહીં છે
આસનસોલ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણો
પોર્ટ બ્‍લેર (અંદમાન અને નિકોબાર) : રમણીય દરિયા કિનારો
ઇલોરા (મહારાષ્‍ટ્ર) : શિલ્‍પસ્‍થાપત્‍ય માટે જગમશહુર વિશાળ ગુફાઓ
ઉજ્જૈન (મધ્‍ય પ્રદેશ) : પ્રાચીન વિદ્યાધામ અને વીરવિક્રમની રાજધાની, મહાકાલેશ્ર્વરનું મંદિર, બાર જયોતિર્લિગોમાંનું એક, મહાકવિ કાલિદાસની જન્‍મભૂમિ, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ઉદયપુર (રાજસ્‍થાન) : સરોવરોના શહેર તરીકે વિખ્‍યાત, પિછોલા લેક, રાજસ્‍થાનનું વૅનિસ
ઔરંગાબાદ (મહારાષ્‍ટ્ર) : નજીકમાં દોલતાબાદનો પ્રાચીન કિલ્‍લો, ઔરંગાઝેબની કબર, ‘બીબી કા મકબરા’ અને પવનચક્કી જોવાલાયક છે.
કોલકતા (પશ્ર્ચિમ બંગાળ) : શણ ઉદ્યોગનું કેન્‍દ્ર, ધાતુની ટંકશાળ, હાવડાબ્રિજ, વિકટોરીયા મેમોરિયલ, બેલુર મઠ, બોટોનિકલ ગાર્ડન અને મ્‍યુઝિયમ જોવાલાયક છે.
કાનપુર (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશનું સૌથી મોટું શહેર, ચામડાં, ગરમ કાપડ, સુતરાઉ કાપડ અને ખાંડ ઉદ્યોગનું કેન્‍દ્ર
કન્‍યાકુમારી (તમિલનાડુ) : ત્રણ મહાસાગરોનું સંગમસ્‍થાન, ‘વર્જિન ગૉડેસ’ કુમારી દેવીનું મંદિર, ‘વિવેકાનંદ રૉક’ સ્‍મારક
કુલ્‍લુ-મનાલી (હિમાચલ પ્રદેશ) : રમણીય ખીણપ્રદેશ, કુદરતી સૌંદર્યધામ અને ગિરિમથક
કોયલી (ગુજરાત) : તેલ રિફાઇનરી અને અન્‍ય પેટ્રોકેમિકલ્‍સ ઉદ્યોગ માટેનું કેન્‍દ્ર
કોચી (કેરલ) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, વહાણ બાંધવાનો ઉદ્યોગ, રિફાઇનરી
કોડઇકેનાલ (તમિલનાડુ) : ગિરિમથક, આધુનિક વેધશાળા
કોણાર્ક (ઓરિસ્‍સા) : પ્રસિદ્ઘ સૂર્યમંદિર, કામ શિલ્‍પો માટે જાણીતું
કોળાર (કર્ણાટક) : સોનાની ખાણ
ખડકવાસલા (મહારાષ્‍ટ્ર) : નૅશનલ ડિફેન્‍સ એકેડમી
ખજુરાહો (મધ્‍ય પ્રદેશ) : ઉત્‍કૃષ્‍ટ કામ શિલ્‍પવાળાં ૨૨ મંદિરો
ગયા (બિહાર) : હિન્‍દુ યાત્રાધામ, ‘પિતૃશ્રાદ્ઘ’ માટે જાણીતું
ગ્‍વાલિયર (મધ્‍ય પ્રદેશ) : ઝાંસીની રાણીની સમાધિ, ઐતિહાસીક કિલ્‍લો, રાજમહેલ, સંગીત સમ્રાટ તાનસેનની જન્‍મભૂમિ
ગિરનાર (ગુજરાત) : અશોકનો શિલાલેખ
ગુવાહાટી (અસમ) : નૂનમતી રિફાઇનરી, કામાખ્‍યાદેવીનું પ્રખ્‍યાત મંદિર
ગોમટેશ્ર્વર (કર્ણાટક) : પથ્‍થરમાંથી કોતરેલી બાહુબલીની ભવ્‍ય મૂર્તિ
ગાંધીનગર (ગુજરાત) : સુપ્રસિદ્ઘ અક્ષરધામ મંદિર
ચંડિગઢ (પંજાબ, હરિયાણા) : બન્‍ને રાજયોની સંયુકત રાજધાની, રૉક ગાર્ડન
ચિત્તરંજન (પશ્ર્ચિમ બંગાળ) : રેલવે એન્જિન બનાવવાનું કારખાનું
ચેરાપુંજી (મેધાલય) : ખાસી- જૈંતિયાની ટેકરીઓમાં આવેલું વિશ્ર્વના સૌથી વધુ વરસાદ માટે વિખ્‍યાત
ચિતૌડગઢ (રાજસ્‍થાન) : રાણા કુંભાનો વિજયસ્‍તંભ, પજ્ઞ્મિનીનો મહેલ, મીરાંબાઇનું મંદિર, કીર્તિ સ્‍તંભ
પુરી (ઓરિસ્‍સા) : મોટું યાત્રાધામ, ભારતની પ્રસિદ્ઘ જગન્‍નાથની રથયાત્રા, જગન્‍નાથજીનું ભવ્‍ય મંદિર
જબલપુર (મધ્‍ય પ્રદેશ) : બીડી ઉદ્યોગનું કેન્‍દ્ર, આરસપહાણ માટે પ્રખ્‍યાત, નર્મદા પરનાં ‘ધુઆધાંર’ અને ‘ભેડાધાટ’ દર્શનીય સ્‍થળો
જમશેદપુર (ઝારખંડ) : તાતાનું પોલાદનું જંગી કારખાનું
જયપુર (રાજસ્‍થાન) : પિન્‍ક સીટી તરીકે જાણીતું, હવામહલ, જંતર-મંતર, અંબર મહેલ વગેરે દર્શનીય સ્‍થળો
જેસલમેર (રાજસ્‍થાન) : સોનેરી નગરી, ઐતિહાસિક કિલ્‍લો, હવેલી અને ઝરૂખાઓ
ઝરિયા (ઝારખંડ) : કોલસાની ખાણોનું મુખ્‍ય કેન્‍દ્ર
ઝાંસી (ઉત્તર પ્રદેશ) : રાણી લક્ષ્‍મીબાઇનું સ્‍મારક
તિરુપતિ (આંધ્ર પ્રદેશ) : તિરુમલાઇ પર્વત પર વ્‍યંકટેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુચ્ચિરાપલ્‍લી (તમિલનાડુ) : પ્રાચીન મંદિર
તંજાવૂર (તમિલનાડુ) : બૃહદેશ્ર્વરનું જગપ્રસિદ્ઘ મંદિર
તિરુવનંતપુર (કેરલ) : પજ્ઞ્મનાભનું મંદિર
દયાલબાગ (ઉત્તર પ્રદેશ) : રાધાસ્‍વામી પંથકનું કેન્‍દ્ર
દેહરાદૂન (ઉત્તરાખંડ) : જંગલ સંશોધન કેન્‍દ્ર, લશ્‍કરી કૉલેજ, તેલ અને કુદરતી વાયુ પંચનું મુખ્‍ય મથક
દિલ્‍લી : લાલ કિલ્‍લો, જામા મસ્જિદ, ઇન્ડિયા ગેટ, વિજયઘાટ, રાજઘાટ, કુતુબમિનાર, બિરલા મંદિર, રાષ્‍ટ્રપતિ ભવન, સ્‍વામિનારાયણ મંદિર વગેરે દર્શનીય સ્‍થળો
દિગ્‍બોઇ (અસમ) : ખનીજ તેલક્ષેત્ર અને રિફાઇનરી
ધનબાદ (ઝારખંડ) : કોલસાની ખાણોનું કેન્‍દ્ર
નાગપુર (મહારાષ્‍ટ્ર) : મહારાષ્‍ટ્ર રાજયનું બીજા નંબરનું મહત્‍વનું વ્‍યાપારી કેન્‍દ્ર, સંતરા માટે વિખ્‍યાત
નાશિક (મહારાષ્‍ટ્ર) : ગોદાવરી તટે હિન્‍દુઓનું યાત્રાધામ, પશ્ર્ચિમનું કાશી, ચલણી નોટોનું સરકારી પ્રિન્‍ટીંગ પ્રેસ
નાલંદા (બિહાર) : પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ
પટના (બિહાર) : પ્રાચીન સમયનું પાટલીપુત્ર, જરીકામ માટે પ્રખ્‍યાત
પાટણ (ગુજરાત) : રાણકીવાવ, સહસ્‍ત્રલિંગ તળાવ, પટોળાં અને માટીકામ માટે પ્રખ્‍યાત
પાલિતાણા (ગુજરાત) : શેત્રુંજય ડુંગર ઉપરનાં ભવ્‍ય જૈન દેરાસરો
પુણે (મહારાષ્‍ટ્ર) : પેશ્ર્વાઓની રાજધાની, બગીચાઓનું શહેર, પુણે યુનિવર્સિટી
પેરામ્‍બુર (તમિલનાડુ) : રેલવેના ડબ્‍બા બનાવવાનું ભારત સરકારનું કારખાનું
પુડુચેરી (પુડુચેરી) : અરવિંદ આશ્રમ
પોરબંદર (ગુજરાત) : મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ, ગાંધી સ્‍મૃતિમંદિર
ફતેહપુર-સિક્રી (ઉત્તર પ્રદેશ) : બુલંદ દરવાજા, રાણી જોધાબાઇનો મહેલ
બિજાપુર (કર્ણાટક) : ગોળગુંબજ સ્‍થાપત્‍યનો ઉત્તમ નમૂનો
ભુવનેશ્ર્વર (ઓરિસ્‍સા) : લિંગરાજ મંદિર
મથુરા (ઉત્તર પ્રદેશ) : શ્રીકૃષ્‍ણની જન્‍મભૂમિ, દ્વારકાધીશનું મંદિર, ઑઇલ રિફાઇનરી, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
ચેન્‍નઇ (તમિલનાડુ) : મરીના બીચ, સ્‍નેક પાર્ક, મ્‍યુઝિયમથી શોભતું પાટનગર, દ્રવિડ સંસ્‍કૃતિનું કેન્‍દ્ર
મદુરાઇ (તમિલનાડુ) : પ્રખ્‍યાત મીનાક્ષી મંદિર, હાથવણાટની સિલ્‍કની સાડીઓ માટે પ્રખ્‍યાત
મુંબઇ (મહારાષ્‍ટ્ર) : ગેટ વે ઑફ ઇન્ડિયા, ઍલિફન્‍ટા ગુફાઓ, નૅશનલ પાર્ક, હૅગિંગ ગાર્ડનથી શોભતું ભારતનું પ્રથમ નંબરનું ઔદ્યોગીક શહેર
મૈસૂર (કર્ણાટક) : ઐતિહાસીક શહેર, રાજમહેલ અને આકર્ષક વૃંદાવન ગાર્ડન
વારાણસી (ઉત્તર પ્રદેશ) : કાશી વિશ્ર્વનાથનું શિવમંદિર, બનારસ હિન્‍દુ યુનિવર્સિટી, હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ
બેંગાલૂરુ (કર્ણાટક) : રેશમ તથા વિમાન ઉદ્યોગ માટે પ્રખ્‍યાત, હિન્‍દુસ્‍તાન મશીન ટુલ્‍સ ફૅકટરી
રાંચી (ઝારખંડ) : મિલિટરી કૅમ્‍પ, હેવી એન્જિનિંયરીંગનું કારખાનું
રામેશ્ર્વરમ્ (તમિલનાડુ) : જ્યોતિર્લિગ મંદિર, હિન્‍દુઓનું યાત્રાધામ
લોથલ (ગુજરાત) : મોહેં-જો-દડોની સંસ્‍કૃતિના અવશેષ અહીંથી મળ્યા.
શિર્ડી (મહારાષ્‍ટ્ર) : શ્રી સાંઇબાબાનું સુપ્રસિદ્ઘ મંદિર
શ્રાવસ્‍તી (ઉત્તર પ્રદેશ) : બૌદ્ઘોનું યાત્રાધામ
શ્રીનગર (જમ્‍મુ અને કાશ્‍મીર) : નિશાત બાગ, દલ સરોવર, શાલીમાર ગાર્ડન, ચશ્‍મેશાહી, સોનમર્ગ, ગુલમર્ગ, વુલર સરોવર જેવાં રમણીય સ્‍થળો, પૃથ્‍વી પરનું સ્‍વર્ગ
શ્રી હરિકોટા (આંધ્ર પ્રદેશ) : ભારતીય ઉપગ્રહ અને રૉકેટ છોડવાનું મથક
સાંચી (મધ્‍ય પ્રદેશ) : બૌદ્ઘ સ્‍તૂપ
હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ) : ચાર મિનાર, સાલારજંગ
હળેબિડુ (કર્ણાટક) : શિવમંદિર
હરદ્વાર (ઉત્તરાખંડ) : ઇશ્ર્વરનું પ્રવેશદ્વાર, હિન્‍દુઓનું યાત્રાધામ, લક્ષ્‍મણ ઝુલા, સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક
અંબાલા (હરિયાણા) : વૈજ્ઞાનિક સાધનો, હવાઇ દળનું તાલીમ મથક
એલેપી (કેરલ) : પેપર ઉદ્યોગ, પૂર્વનું વૅનિસ
બરેલી (ઉત્તર પ્રદેશ) : વિમ્‍કો ફૅકટરી, ફર્નિચર
કોઇમ્‍બતૂર (તમિલનાડુ) : ઉદ્યોગો, ભારતનું માંચેસ્‍ટર
ધારીવાલ (પંજાબ) : ઊનનાં વસ્‍ત્રો બનાવવાનું મોટું કેન્‍દ્ર
ફીરોઝાબાદ (ઉત્તર પ્રદેશ) : કાચની બંગડીઓ માટે વિખ્‍યાત
જલંધર (પંજાબ) : રમતગમતના સાધનો માટે વિખ્‍યાત
ખેતરી (રાજસ્‍થાન) : તાંબાની ખાણોનું કેન્‍દ્ર
લુધિયાના (પંજાબ) : હોઝિયરી, સાઇકલ, સીવવાના સંચા વગેરે ઉદ્યોગોનું કેન્‍દ્ર
પન્‍ના (મધ્‍ય પ્રદેશ) : હીરાની ખાણો
પિમ્‍પ્રી (મહારાષ્‍ટ્ર) : પેનિસિલિનની ફૅકટરી
પિંજોર (હરિયાણા) : બગીચા, એચ.એમ.ટી.નું કારખાનું
રૂડકી (ઉત્તરાખંડ) : એન્જિનિયરીંગ યુનિવર્સિટી
રાઉકરેલા (ઓરિસ્‍સા) : સ્‍ટીલ ઉદ્યોગનું કેન્‍દ્ર
સોલાપુર (મહારાષ્‍ટ્ર) : સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્‍દ્ર
સિંદરી (ઝારખંડ) : રાસાયણિક ખાતરનું કારખાનું
ટીટાગઢ (પશ્ર્ચિમ બંગાળ) : કાગળ ઉદ્યોગનું કેન્‍દ્ર
વિશાખાપટ્નમ (આંધ્ર પ્રદેશ) : ભારતનાં પૂર્વકિનારાનું મોટું બંદર, જહાજ બનાવવાનો ઉદ્યોગ
ટ્રૉમ્‍બે (મહારાષ્‍ટ્ર) : અણુવિજ્ઞાનનું સંશોધન કેન્‍દ્ર, અણુભઠ્ઠી ભારતનું પ્રથમ ‘ભાભા અણુરિએકટર’
થુમ્‍બા (કેરલ) : રૉકેટ મથક, પરીક્ષણ માટેના રૉકેટ અહીંથી છોડવામાં આવે છે.
નાથદ્વારા (રાજસ્‍થાન) : શ્રીનાથજીનું મંદિર
મહાબલિપુરમ (તમિલનાડુ) : રથ આકારનાં મંદિરો માટે વિશ્ર્વ પ્રસિદ્ઘ
અગરતલા (ત્રિપુરા) : લક્ષ્‍મીનારાયણ મંદિર અને રાજમહેલ
આળંદી (મહારાષ્‍ટ્ર) : સંત જ્ઞાનેશ્ર્વરનું સમાધિસ્‍થળ
ઇમ્‍ફાલ (મણિપુર) : મણિપુરી નૃત્‍યકલાનું મથક
ઉદગમંડલમ્ (તમિલનાડુ) : નીલગિરિ પર્વત પરનું રમણીય ગિરિમથક
કાંચીપુરમ્ (તમિલનાડુ) : પલ્‍લવ રાજાઓનું પાટનગર હતું, શંકરાચાર્યની પીઠ, દ્રવિડ સ્‍થાપત્‍યનાં મંદિરો, સાડી ઉદ્યોગનું કેન્‍દ્ર
કુરુક્ષેત્ર (હરિયાણા) : ધર્મક્ષેત્ર અને યુદ્ઘક્ષેત્ર (મહાભારત), કુરુક્ષેત્ર યુનિવર્સિટીનું મથક, બ્રહ્મસરોવર
કેદારનાથ (ઉત્તરાખંડ) : કેદારનાથનું શિવમંદિર, બાર જ્યોતિર્લિગોમાનું એક, હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ
કોલ્‍હાપુર (મહારાષ્‍ટ્ર) : ગોળ અને પગરખાં માટે જાણીતું
ખડગપુર (પશ્ર્ચિમ બંગાળ) : વિશ્ર્વમાં સૌથી લાંબુ રેલવે પ્‍લૅટફૉર્મ
ગુંટૂર (આંધ્ર પ્રદેશ) : તમાકુના વેપાર માટે પ્રસિદ્ઘ
ચિદંબરમ્ (તમિલનાડુ) : નટરાજના (શૈવ) મંદિર માટે સુપ્રસિદ્ઘ
દાર્જિલિંગ (પશ્ર્ચિમ બંગાળ) : ચાના બગીચા તથા નારંગી માટે વિખ્‍યાત, રમણીય ગિરિમથક
નબદ્વીપ (પશ્ર્ચિમ બંગાળ) : ચૈતન્‍ય મહાપ્રભુનું જન્‍મસ્‍થાન, વૈષ્‍ણવોનું યાત્રાધામ
નૈનીતાલ (ઉત્તરાખંડ) : રમણીય ગિરિમથક, નૈની સરોવર
પણજી (ગોવા) : પ્રાકૃતિક સૌંદર્ય, અગત્‍યનું બંદર
પવનાર (મહારાષ્‍ટ્ર) : વર્ધા પાસેનો વિનોબાજીનો આશ્રમ
શ્રીરંગપટ્ટનમ (કર્ણાટક) : ટીપુ સુલતાનની રાજધાની, રંગનાથજીનું મંદિર
પંઢરપુર (મહારાષ્‍ટ્ર) : વિઠોબાનું પ્રસિદ્ઘ મંદિર, વારકરી સંપ્રદાયનું તીર્થધામ
બદરીનાથ (ઉત્તરાખંડ) : ભગવાન વિષ્‍ણુનું ભવ્‍ય મંદિર, હિન્‍દુઓનું પવિત્ર તીર્થધામ, ચાર ધામોમાંનું એક
મહાબળેશ્ર્વર (મહારાષ્‍ટ્ર) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, સહેલાણીઓનું સ્‍વર્ગ
મસૂરી (ઉત્તરાખંડ) : દેહરાદૂન નજીકનું ગિરિમથક, ‘પર્વતોની રાણી’ ઉપનામથી પ્રખ્‍યાત
માર્માગોવા (ગોવા) : પશ્ર્ચિમ કિનારાનું બંદર, સહેલાણીઓનું સ્‍વર્ગ
લખનઉ (ઉત્તર પ્રદેશ) : ઐતિહાસિક નવાબી નગર
રાણીગંજ (પશ્ર્ચિમ બંગાળ) : કોલસાની ખાણોનું મથક
શિવકાશી (તમિલનાડુ) : દારૂખાનું બનાવવાના અને ઑફસેટ પ્રિન્‍ટીંગના ઉદ્યોગોનું કેન્‍દ્ર
વૈષ્‍ણોદેવી (જમ્‍મુ અને કાશ્‍મીર) : હિમાલયની પર્વતમાળામાં આવેલું હિન્‍દુઓનું પવિત્ર યાત્રાધામ

0 comments: