Friday, March 01, 2013

આપણું શરીર બંધારણ

  • આપણું શરીર કાર્બન,હાઈડ્રોજન,ઑક્સિજન,નાઈટ્રોજન,ફૉસ્ફરસ,કૅલ્શિયમ અને લોખંડનું બનેલું છે.આપણાં શરીરમાં લોખંડનું પ્રમાણ ઘણું ઓછું છે.
  • આપણાં શરીરમાં 60 થી 65 ટકા જેટલું પાણી હોય છે.
  • પાચન,રૂધિરાભિષણ,ઉત્સર્ગ,શ્વસન અને પ્રજનન એ પાંચ આપણાં શરીરની મુખ્ય ક્રિયાઓ છે.
  • આપણાં શરીરમાં બધી નસોની લંબાઇ 96,540 કિમી જેટલી છે.
  • આપણાં શરીરનો મૂળભુત એકમ કોષ છે.
  • આપણાં શરીરમાં કુલ 213 હાડકાં છે.
  • આપણાં શરીરનું સરેરાશ ઉષ્ણતામાન 37 સે. જેટલું છે.
  • શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા દર મિનિટે 16 થી 18 વખત થાય છે.
  • આપણાં શરીરમાં 9000 જેટલી સ્વાદકલિકાઓ છે.
  • શરીરમાં એક ચોરસ ઇંચે 10,000 કેશવાહિનીઓ છે.
  • આપણાં શરીરમાં લોહીનું પ્રમાણ 7 ટકા હોય છે.તેનું વજન 12 શેર જેટલું હોય છે.
  • આપણાં શરીરમાં 500 જેટલાં સ્નાયુંઓ છે.
  • શરીરનો સૌથા મોટો અવયવ યકૃત છે.
  • પુખ્ત વયનાં માણસનાં મગજનું વજન 1400ગ્રામ હોય છે.
  • માણસની મહાકાયતા આને વામનતા પિચ્યુટરી ગ્રંથીને આભારી છે.
  • માણસનાં શરીરના તાપમાનનું  નિયંત્રણ હાઇપોથેલેમસ ગ્રંથી કરે છે.
  • પ્રજનન માટે પુરૂષમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટોજન હોય છે.

0 comments: