સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Showing posts with label ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય. Show all posts
Showing posts with label ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય. Show all posts

Monday, March 18, 2013

ગુજરાતી સાહિત્યની પગથીઓ

ગુજરાતી સાહિત્યનાં આદિ કવિ-નરસિંહ મહેતા
આખ્યાનોનાં પિતા-કવિ ભાલણ
લઘુકથાના સર્જક -મોહનલાલ પટેલ
ઊર્મિકાવ્યનાં પિતા-નરસિંહરાવ દિવેટીયા
ગુજરાતી ખંડકાવ્યના જનક -કવિ કાન્ત
સોનેટના સર્જનહાર - બળવંતરાય ઠાકોર
સવાઇ ગુજરાતી તરીકે પંકાયેલાં-કાકા કાલેલકર
લોકનાટક ભવાઇનાં સર્જક-જુગતરામ દવે
ગુજરાતી એકાંકીનાં સર્જક-બટુભાઇ ઉંમરવાડીયા
હાસ્યરસની પ્રથમ નવલકથા-ભદ્રંભદ્ર
ભારતીય વિદ્યાભવનનાં સ્થાપક-કનૈયાલાલ મુનસી
કુમાર સામાયિકનાં આદ્યસ્થાપક-રવિશંકર રાવલ

Sunday, August 26, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુ

ક્લિક ઉપર કરો.
પરીક્ષામાં ગુજરાતી જોડણી વિશે પ્રશ્નો પૂછાય છે.તો ગુજરાતી વ્યાકરણમાં ચાલો જોડણીની માહિતી મેળવીએ.

 

Friday, August 24, 2012

Thursday, August 23, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુ

વર્ણ પરિચય  (ભાગ:2) 
મૂળાક્ષર
સ્વર અને વ્યંજન 
સ્વર:'આગમન' અશબ્દમાં "આ " વર્ણનો ઉચ્ચાર બીજા અક્ષરની મદદ વગર પોતાની મેળે જ થઇ શકે છે;તેમ જ તેનો ઉચ્ચાર લંબાવતાં તેનું સરખું રૂપ રહે છે,તેથી તેને 'સ્વર' કહે છે. 
અ,આ,ઇ,ઓ,વગેરે
 વ્યંજન: 'આગમન'શબ્દમાં "ગ" ગ્+અ છે,એટલે ગ્ નો ઉચ્ચાર એમનો એમ થઇ શકતો નથી;પણ 'અ'ની મદદ તેનો ઉચ્ચાર બને છે.એમ બીજા અક્ષરો 'મ' -મ્+અ,'ન'-ન્+અ,એમનો સ્વરની મદદથી ઉચ્ચાર થઇ શકે છે,એટલે કે વ્યંજનના છેડે સ્વર મેળવવાથી જ તેનો ઉચ્ચાર થઇ શકે છે.આંમ જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થતો નથી તેને વ્યંજન કહે છે.કારણકે વ્યંજનમાં બીજા કોઇ અક્ષર(સ્વર) મેળવવા પડે છે.
સ્વરના પ્રકાર 
સ્વરના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. 
(1)હસ્વ સ્વર(2)દીર્ધ સ્વર(3)સંધિસ્વર 
હસ્વ સ્વર:અ,ઇ,ઉ,ઋ ,એ સ્વરોનું મૂળ સ્વરૂપ છે;કારણે કે તેમના ઉપરથી બીજા સ્વરો થાય છે.તેમનો ઉચ્ચાર ટૂંકો છે,તેથી તેમને હસ્વ કે લઘુ સ્વર કહે છે.
દીર્ઘ સ્વર:આ,ઈ,ઊ એમના ઉચ્ચાર લાંબા થાય છે, તેથી તેને દીર્ઘ કે ગુરુ સ્વર કહે છે. 
સંધિસ્વર:સ્વરનો ત્રીજો પ્રકાર સંધિસ્વર છે.બે સ્વર મળવા મળવાથી જે નવો સ્વર થાય છે,તેને "સંધિસ્વર"કહે છે.અ,અ+ઇ=ઐ,ઓ,અ+ઉ=ઔ વગેરે.સંધિસ્વર અ,ઐ,ઓ,અને ઔ છે.
ગુજરાતીમાં બધા મળીને અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,એવા 10 સ્વરો છે. તેમાં ઋ 11મો સ્વર ઉમેરવાંમાં આવેલો છે.
થોડી અનુસ્વાર અને વિસર્ગની પણ વાત કરી લઇએ,અનુસ્વાર એટલે "સં" .કોઇ અક્ષરના માંથે ટપકુ મુકવું તેને અનુસ્વાર કહે છે.દા:ત. ખંડ,મંગલ વગેરે.આવી જ રીતે અક્ષરની પાછળ બે ટપકાં મુકવાંમાં આવે છે,તેને "વિસર્ગ" કહે છે.જેમ કે,ગ:,વ; વગેરે.અનુસ્વાર અને વિસર્ગ હમેશાં સ્વર પછી આવેછે.
વ્યંજન 
જે અક્ષરનો ઉચ્ચાર સ્વર વિના થઇ શકતો નથી, તેને વ્યંજન કહે છે,બધાં મળીને 36 વ્યંજન છે,પણ ક્ષ્ (ક્+ષ્)અનેજ્ઞ(જ્+ગ્)એજોડાક્ષર છે,તેથી બધાં મળી 34 સ્વરો છે. 
આંમ,જે અક્ષરની સાથે બીજો અક્ષર મળેલો હોતો નથી,તેને મૂળાક્ષર કહે છે.જનક,ગાયન,કબુતર વગેરે.
(આવતાં બ્લોગમાં જોડાક્ષર વિશે વાત કરીશું)

Wednesday, August 22, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુ

વર્ણ પરિચય-ભાગ-1 
આપણે જે ગુજરાતી ભાષા બોલીએ છીએ કે લખીએ છીએ તેમાં વર્ણનું આગવું સ્થાન છે. વર્ણ એટલે અક્ષર.જે શબ્દ બોલીએ છીએ,તે અક્ષરનાં બનેલાં છે. જેમ કે સુરજ એમાં સ્ ઉ,ર્અ,ત્અ છે.આવી રીતે શબ્દ બોલતી વખતે તેનો જે ભાગ છૂટો પાડીને ચોખ્ખો ગળામાંથી બોલી શકાય છે,તેને વર્ણ કે અક્ષર કહે છે .અક્ષર(અસ્-હોવું,વ્યાપવું)એટલે ભાષામાં બધે વ્યાપેલો ધ્વની ,આ ઉચ્ચારણના જે લેખી ચિન્હો હોય છે તેને વર્ણ કે અક્ષર કહે છે.જે ધ્વની નાશ પામતો નથી.પણ કુદરતમાં નિત્ય સ્વરૂપે રહે છે તે અક્ષર(અ=નહિ,ક્ષર=નાશવંત)છે.
વર્ણનાં પ્રકારો  
1.મૂળાક્ષરો અને 2.જોડક્ષરો  
(1) મૂળાક્ષરો: જે અક્ષરની સાથે બીજો કોઇ અક્ષર મળેલો ન હોય ,તેને મૂળાક્ષર કહેવાય.ગુજરાતી ભાષાને સંસ્કૃત સાથે ગાઢ સંબંધ છે. આપણી ગુજરાતી બે લિપિમાં વપરાય છે. એક ગુજરાતી અને બીજી બાળબોધ કે દેવનાગરી.ગુજરાતીમાં(1)અ,આ,ઇ,ઈ,ઉ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અ:(2)ક્,ખ્,ગ્,ઘ્,ડ્;,ચ્,છ્,જ્,ઝ,ટ્,ઠ્,ડ્,ઢ્,ણ્,ત્,થ્,દ્,ધ્,ન્,પ્,ફ્,બ્,ભ્,મ્,ય્,ર્,લ્,વ્,શ્,ષ્,સ્,હ્,ળ્,ક્ષ્,જ્ઞ 
આ બધા અક્ષરો છે.ગુજરાતીમા બધા મળીને 34 વ્યંજન અને 11 સ્વર છે.મૂળાક્ષરનાં બે વિભાગ પડે છે.
(વધુ આવતાં બ્લોગમાં)



નમસ્કાર વાંચક મિત્રો,આજથી શરૂ થાય છે ગુજરાતી વ્યાકરણ શ્રેણી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વ્યાકરણનું જ્ઞાન હોવું ખૂબજ જરૂરી છે,કેમકે તેનાં ધણાં બધા પ્રશ્નો જુદીજુદી રીતે પુછાય છે.તો તૈયાર થઇ જાવ નોલેજ મેળવવા અને પ્રરીક્ષામાં સફળતાને પામવાં.

Tuesday, August 21, 2012

ગુજરાતી વ્યાકરણ બિંદુ

લેખકો અને તેમના ઉપનામો

પ્રેમસખિ પ્રેમાનંદ સ્વામી
અઝિઝ ધનશંકર ત્રિપાઠી
અદલ અરદેશર ખબરદાર
અનામી રણજિતભાઈ પટેલ
અજ્ઞેય સચ્ચિદાનંદ વાત્સ્યાયન
ઉપવાસી ભોગીલાલ ગાંધી
ઉશનસ્ નટવરલાલ પંડ્યા
કલાપી સુરસિંહજી ગોહિલ
કાન્ત મણિશંકર ભટ્ટ
કાકાસાહેબ દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ કનૈયાલાલ મુનશી
ગાફિલ મનુભાઈ ત્રિવેદી
ચકોર બંસીલાલ વર્મા
ચંદામામા ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ બાલાભાઈ દેસાઈ
જિપ્સી કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠી
દર્શક મનુભાઈ પંચોળી
દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી રામનારાયણ પાઠક
ધૂમકેતુ ગૌરીશંકર જોષી
નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ મગનલાલ પટેલ
પારાર્શય મુકુન્દરાય પટણી
પ્રાસન્નેય હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શી મધુસૂદેન પારેખ
પુનર્વસુ લાભશંકર ઠાકર
પ્રેમભક્તિ કવિ ન્હાનાલાલ
ફિલસુફ ચીનુભઈ પટવા
બાદરાયણ ભાનુશંકર વ્યાસ
બુલબુલ ડાહ્યાભાઈ દેરાસરી
બેકાર ઈબ્રાહીમ પટેલ
બેફામ બરકતઅલી વિરાણી
મકરંદ રમણભાઈ નીલકંઠ
મસ્ત, બાલ, કલાન્ત બાલશંકર કંથારિયા
મસ્તકવિ ત્રિભુવન ભટ્ટ
મૂષિકાર રસિકલાલ પરીખ
લલિત જમનાશંકર બૂચ
વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝા
વાસુકિ ઉમાશંકર જોષી
વૈશંપાયન કરસનદાસ માણેક
શયદા હરજી દામાણી
શિવમ સુંદરમ્ હિંમતલાલ પટેલ
શૂન્ય અલીખાન બલોચ
શૌનિક અનંતરાય રાવળ
સત્યમ્ શાંતિલાલ શાહ
સરોદ મનુભાઈ ત્રિવેદી
સવ્યસાચી ધીરુભાઈ ઠાકોર
સાહિત્ય પ્રિય ચુનીલાલ શાહ
સેહેની બળવંતરાય ઠાકોર
સુધાંશુ દામોદર ભટ્ટ
સુન્દરમ્ ત્રિભુવનદાસ લુહાર
સોપાન મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ
સહજ વિવેક કાણે

Tuesday, August 14, 2012

ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખોની યાદી

વર્તમાન પ્રમુખ: વર્ષાબેન અડાલજા