સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Showing posts with label કુદરતમાં જનરલ નોલેજ. Show all posts
Showing posts with label કુદરતમાં જનરલ નોલેજ. Show all posts

Sunday, January 27, 2013

કુદરતની સુંદરતા-સુંદરવનમાં

સુંદરવન

સુંદરવન એક રાષ્ટ્રીય ઉદ્યાન, વાઘ આરક્ષીત ક્ષેત્ર, યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ અને એક જીવાવરણ આરક્ષીત ક્ષેત્ર છે. તે સુંદરવન નદીના મુખ ક્ષેત્ર માં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્ર ગીચ સુંદરીના જંગલો, અને તે બંગાળી વાઘનું સૌથી મોટું અભયારણ્ય છે. તે ઘણા પ્રકારના પક્ષી, સરીસૃપ અને કરોડવિહીન પ્રજાતિઓનું(જંતુઓ), અને ખારા પાણીના મગરનું ઘર છે.
૧૯૧૧માં, એક સમયે આને એક અનિશ્ચિત ભૂ ભાગ મનાતો જેનું ન તો ક્યારેય સર્વેક્ષણ કરાયું કે જેમાં ન તો ક્યારેય વસતિ ગણતરી થતી. તે સમયે આ ૧૬૫ માઈલ૧૬૫ માઈલs (270 કિ.મી.) લાંબુ હુગલીના મુખથી શરુ કરી મેઘનાના મુખ સુધી લાંબુ હતું, અને ત્રણ જીલ્લાઓ ચોવીસ પરગણા,ખુલના , બાકેરગંજ. આનું કુલ ક્ષેત્રફળ (જળક્ષેત્ર સહીત) ૬૫૨૬ ચો માઈલ ૬,૫૨૬  હતું.
૧૯૭૩ માં હાલના સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાનને સુંદરવન વાઘ આરક્ષીત અભયારણ્યનું હાર્દ ક્ષેત્ર બનાવાયું અને ૧૯૭૭માં વન્યજીવન અભયારણ્ય જાહેર કરાયું. ૪ મે ૧૯૮૪ના દિવસે આને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૭માં આને યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ તરીકે અંકિત કરાયું. ૧૯૮૯માં સુંદરવન ક્ષેત્રને જીવાવરણ ક્ષેત્ર જાહેર કરાયું.

સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ૩૦° ૨૪' - ૩૦° ૨૮' ઉ અક્ષાંસ અને ૭૭° ૪૦' - ૭૭° ૪૪' પૂ રેખાંશ વચ્ચે આવેલ છે તે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ ૨૪ પરગણા જીલ્લામાં આવેલું છે. આ ઉદ્યાનની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઈ ૭.૫મી છે. આ ઉદ્યાન ૫૪ નાના ટાપુઓ પર વસેલું છે અને તેમાં ગંગાની ઉપ નદીઓ આમ તેમ વહે છે. સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન ખાડીના સુંદરીનું વિશ્વનું સૌથી મોટું વન છે. પહોળી સુંદરીની ૫૦ પ્રજાતિઓમાં ની છવ્વીસ પ્રકારની સુંદરી અહીં સરળતાથી ઉગે છે. સુંદરીના જંગલોમાંથી ઉગતી મુખ્ય વનસ્પતિમાં ખારાપાણીના મિશ્ર જંગલ, સુંદરી ના ઝાંખરા, ખરસૂરાં પાણીના મિશ્ર જંગલો, દરિયાકાંઠાના જંગલો, આર્દ્ર જંગલો, અને કાંપના ભીના ઘાસ જંગલો. સુંદરવનની નદીઓ મીઠાં અને ખારા પાણીનું સંગમ સ્થળ છે આમ આ ગંગાના મીઠા પાણીના બંગાળના ઉપસાગરના ખારા પાણીમાં પરિવર્તનની ભૂમિ છે. 
બંગાળના ઉપસાગર ને કાંઠે બનેલ સુંદરવન ની નિર્મિતિ સદીઓના કાંપના પ્રસ્થાપન આંતરભરતીના વિદારણથી તૈયાર થયેલ છે. આ ક્ષેત્રની પ્રત્યક્ષ ભૂ ભાગ અસંખ્ય નીતારણી નહેરો, અર્ધજળમગ્ન બંધારાઓ, ઢાળ અને ભરતી મેદાનો આદિ. આ સાથે ભરતીની મધ્ય સપાટીથી ઉચ્ચ સ્તરી કાદવ ભૂમિ, લહેર રચિત રેતીદંડ, જુવાળી નહેર ધરાવતા ટાપુઓ, અર્ધજળમગ્ન આંતર રેતીદંડ અને મુખીય આદ્ય-માટી અને કાંપ-નિક્ષેપીત પ્રકાર ભૂરચના ઓઅપણ જોવા મળે છે. સુંદરવનનો ભૂ સપાટી થી સરાસરી સમુદ્ર સપાટીથી ૦.૯ મી થી ૨.૧૧ મી ઉંચાઈ પર આવેલ છે.

કિનાર પટ્ટીના ભૌતિક વિકાસામાં જૈવિક કારકોનું ખૂબ મહત્ત્વપૂરણ યોગદાન રહ્યું છે. અને વન જીવન માટે અહીં વિવિધ પ્રકારના નિવાસ સ્થળ વિકસ્યાં છે જેમકે રેતાળ સાગરકાંઠા, નદી-સાગર સંગમ પ્રદેશ, કાયમી અને હંગામી કળણો, જુવાળી મેદાનો, જુવાળી ખાડીઓ, કિનારી ટીલાઓ, આંતરીક ટીલાઓ અને નદીય તળાવો આદિ. સુંદરી ના વૃક્ષો પોતેનજ નવાં ભૂભાગની રચના માં મદદ કરે છે. અને આંતર જુવાળી વનસ્પતિઓ કાદવ રચના મા૬ મહત્ત્વનો ભાગ ભજવે છે. સુંદરી વનસ્પાતિય જૈવીક ક્રિઆયોને કારણે આંતરજુવાળી કાંપના મેદાનોમાં સૂક્ષ્મ સંરચનાત્મક ફેરફાર લાવે છે જેથી નિક્ષેપને ફાંસી અને પકડી રાખે છે આમ તે ભવિષ્યના સુંદરીના બીજને ઉગવા માટે જમીન બનાવે છે. પવની ટીલાઓની સંરચના અને વિકાસને મબલખ પ્રમાણમાં હાજર શુષ્કોદભીદ અને ખારપટીય વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરાય છે વેલાઓ, ઘાસ અને જલીયઘાસ રેતીના ટીલા અને વણસ્થાપિત નિક્ષેપને વધતાં રોકે છે.
સુંદરવન ભારતનો સૌથી મોટો મુખ પ્રદેશ છે. આ ક્ષેત્ર ત્રણ નદીઓ ગંગા બ્રહ્મપુત્રા અને મેઘના દ્વારા નિર્મિત વિશ્વનો સૌથી મોટો મુખ પ્રદેશ પણ છે. આ જંગલોના વિશાળ પટ્ટા, છે જે નીચાણ તરફ જતાં ગંગાના મુખો આગળ ખારાપાણી ના કળણમાં તફેરવાઈ જાય છે જે બંગાળના ઉપસાગરને સમાંતર હુગલીનદીના મુખથી શરૂ કરી બાંગ્લાદેશની મેઘના નદીના મુખ સુધી ૨૬૦ કિમી લાંબુ દક્ષેત્ર છે. સુંદરવન ભારતમાં ૪૨૬૨ ચો. કિમી જેટલું ક્ષેત્ર રોકે છે.
 પશિમ બંગાળ સરકારનું જંગલ નિર્દેશાલય જેની મુખ્ય કચેરી કેનીંગમાં આવેલી છે તે સુંદરવનના વ્યવસ્થાપન માટે જવાબદાર છે. જંગલના મુખ્ય ઉપરી સંરક્ષક અધિકારી  આ કાર્યા લયના ઉપરી હોય છે. સ્થાનીય સ્તર પર મુખ્ય સઁરક્ષક અધિકારી(દક્ષિણ), સુંદરવન જૈવિક અભયારણ્ય ક્ષેત્ર, ના વ્યવસ્થાપકીય ઉપરી હોય છે. તેમની મદદ માટે ઉપ ક્ષેત્રીય વ્યવસ્થાપક અને મદદનીશ ક્ષેત્રીય વ્યવસ્થાપક હોય છે. આ ઉદ્યાનને બે રેંજમાં વિભાજીત કરાયો છે જેમને રંજ જંગલ અધિકારી સંભાળે છે. આ દરેક રેંજને નાની બીટમાં વિભજીત કરાઈ છે. ગેરકાયદે શિકારીઓને રોકવા ઉદ્યાનમાં વિહરતા ચોકી સ્થાનકો અને મુકામો છે. આ ઉદ્યાનને આર્થિક સહાય રાજ્ય સરકાર અને પર્યાવરણ અને વન મંત્રાલય (ભારત) વિવિધ યોજના અંતર્ગત અને બિન યોજનાગત રીતે મળે છે. પ્રોજેક્ટ ટાઈગર હેઠળ વધારાની રાશિ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. ૨૦૦૧માં વિશ્વ ધરોહર ફંડ તરફથી ૨૦૦૦૦ ડોલરનું અનુદાન ભારત અને બાંગ્લાદેશ ના સહયોગી કાર્યક્રમની શરુઆત કરવા માટે મળી હતી.
 સુંદરવનનું ક્ષેત્ર ભારતમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલ એક સક્રીય મુખ પ્રદેશ છે, જેના જટીલ ભૂસંરચનાત્મક અને જળીય ગુણ અને આબોહવાના ભયો, વિશાળ સુંદરીના વનો આદિ એક વિશિષ્ટ પર્યાવરણને જન્મ આપે છે. આ જીવાવરણી અભયારણ્ય અને વિશ્વ ધરોહર સ્થળ નું પ્રાકૃતિક પર્યાવરણ અને કિનારાવર્તી પર્યાવરણ અ વૈજ્ઞાનિક અને આત્યંતિક માનવીય હસ્તક્ષેપને કારણે વિનાશના આરે છે. આ કિનારાવર્તી ક્ષેત્રના પર્યાવરણ ને પર્યાવરણીય પદ્ધતિને બચાવવા સંરક્ષણ અને પ્રર્યાવરણીય વ્યવસ્થાપન યોજનાની અત્યંત જરુરિયાત છે!
 સુંદરવન ક્ષેત્રમાં સુંદરી પ્રજાતિ આદિના વૃક્ષો ની ૬૪ પ્રજાતિઓ છે અને તેમનામાં મુખ પ્રદેશના જુવાળની અસરને લીધે થતી ખારા અને મીઠા પાણીના આવક જાવક સામે ટકવાની ખાસિયત છે. એપ્રિલ અને મે મહિનામાં રાતાચોળ રંગના ગેનવા પાન, કાંકરાના કરચલા જેવા દેખાતા ફૂલો, અને ખાલ્સીના પીળાં ફૂલો જોઈ શકાય છે જે આ ક્ષેત્રની સુંદરતા વધારે છે. સામાન્ય રીતે મળી આવતા અન્ય છોડ અને વૃક્ષો છે ધુંદાળl, પાસુર , ગર્જન , સુન્દરી અને ગોરન આદિનો સમાવેશ થાય છે.

 સુંદરવન ક્ષેત્ર ૪૦૦થી વધુ વાઘનું નિવાસસ્થાન છે. રોયલ બંગાળ વાઘએ ખારા પાણીમાં તરવાની એક અનોખી આવડત વિકસાવી છે અને તે માનવ ભક્ષણના ગુણ ને કારણે હજગ પ્રસિદ્ધ છે.
રોયલ બંગાળ વાઘ સિવાય ; માછીમાર બિલાડી, મેકાક, જંગલી રીંછ, સામન્ય રાખોડી નોળીયો, શિયાળ, જંગલ બિલાડી, ઉડતું રીંછ, પેંગોલીન, ચિતળ, આદિ સુંદરવનમાં રહે છે.
 આ ક્ષેત્રમાં મળતા અમુક પ્રખ્યાત પક્ષીઓ છેઃ - ખુલ્લી ચાંચ વાળો બગલો, સફેદ ઈબી, જળ કૂકડી, કૂટ, ફીસંટ-ટેઈલ્ડ જેકાના, પરીખ સમડી, બ્રહ્મીની સમડી, કાદવ હેરીયર, કળણ પેટ્રીજ, લાલ જંગલકૂકડો, ટીપકા વાળા કબૂતર, સામાન્ય મેના, જંગલી કાગડો, જંગલી બેબ્લર, કોટન ટીલ, હેરીંગ ગુલ, કૅસ્પિયન ટર્ન, રાખોડી હેરોન, ટીપકા-ચાંચ દૂધરાજ, મોટી ઈગ્રેટ, નિશા હેરોન, સામાન્ય સ્નાઈપ, લક્ક્ડ સેંડપાઈપર, લીલા કબૂતર, લાલ કળીવાળા પેરાકીટ, પેરેડાઈઝ ફ્લાયકેચર, કોર્મોરેંટ, માછીમાર ગરુડ, સફ્દ-પેટવાળું દરિયાળઈ ગરુડ, સીગુલ, સામાન્ય કલકલિયો, પેરેગ્રીન બાજ, લક્કડખોદ, વ્હીમ્પ્રેલ, કાળી-પૂંછવાળા ગોડવીટ, નાનકી સ્ટીંટ, પૂર્વી નોટ, કર્લ્યૂ, સોનેરી પ્લોવર, પીનટેલ, સફેદ નયની ઓકાર્ડ અને સીસોટીઓ ટીલ.
 આ ઉદ્યાનમાં મળતી અમુક માછલી અને દ્વીચ્ર પ્રજાતિઓ છેઃ સૉફીશ, બટર ફીશ, એલેક્ટ્રીક રે, ચાંદેરી કાર્પ, તારક મત્સ્ય, સામાન્ય કાર્પ, કિંગ કરચલો, ઝીંગા, શ્રીંપ, ગંગાઈ ડોલ્ફીન, કૂદતા દેડકાં, સામાન્ય ટોડ અને વૃક્ષ દેડકા.
 સુંદરવન ખૂબજ સારી સંખ્યાના સરીસૃપોનું પણ નિવાસ છે. તેમાંના અમુક છેઃ - ઓલિવ રાએડલી કાચબા, દરિયાઈ સાપ, શ્વાનમુખી જળીય સાપ, લીલા કાચબા, મુખીય મગર, સરડા, નાગ, સાલ્વેટર ગરોળી, સખત કવચ ધારી બેટગન ટેરાપીન(કાચબા), રસલ્સ વાઈપર, ઉંદર ઘેકો, મોનીટર ગરોળી, કર્વાઈવર, બાજચાંચી કાચબા, અજગર, સામન્ય ચીતળોસાપ, ચટાપટ્ટા વાળી કીલબેક અને મૂષક સાપ.
 સુંદરવનમાં રહેતી લુપ્તપ્રાયઃ પ્રજાતિમાં રોયલ બંગાલ ટાઈગર,મુખીય મગર, નદીના ટેરાપીન કાચબા, ઓલિવ રાએડલી કાચબા, ગંગાઈ ડોલ્ફીન , જમીની કાચબા, બાજચાંચી કાચબા અને કિંગ કરચલો .

આ ઉદ્યાનમાં ભ્રમણ કરવાનો સૌથી ઉત્તમ અને એકમાત્ર સાધન છે હોડી ભાડે કરી વિવિધ નદીઓ અને તેની ઉપ નદીઓમાં વિહરવું. તમે કોઈ પણ સ્થાનીય નાવ કે વૈભવી લોંચ - એમ.વી. ચિત્રરેખા અને એમ.વી. મધુકર, જે ટુરીઝમ ડિપાર્ટમેંટ દ્વારા ચલાવવામાંઆવે છે.
બોટ સફારી દ્વાર વન્ય જીવન જોવા સાથે સાથે તમે સુંદરબનના ભરતપુર મગર પ્રોજેક્ટ જે મગર સંવર્ધન ક્ષેત્ર છે (પ્રવેશ નામખાના થી), સાગર ટાપુ, જંબુદ્વીપ, સુધન્યાકાલી નિરીક્ષણ મિનાર, બુરીઈદાબારી ટાઈગર પ્રોજેક્ટ, નેટીધોપાની નિરીક્ષણ મિનાર, હાલીડે આઈલેંડ (ભસતા હરણ માટે પ્રખ્યાત), કણાક( ઓલીવ ઋડલી કાચબા નું નિવાસ) સાજનખાલી પક્ષી અભયારણ્ય આદિની મુલાકાત લઈ શકાય છે.
 સુંદરવન ને બંગાળી અને ભારતીય અંગ્રેજી સાહિત્યમાં , નવલકથાઓ ગીતો અને ફીલ્મોમાં સ્થાન પામ્યું છે.
બંગાળી લોક કથા માનસમંગલમાં નેતીધોપાનીનો ઉલ્લેખ છે જ્યારે તેની નાયિકા બેહુલા તેના પતિ લખીંદરને પાછો પુનર્જીવીત કરવા માટે નીકળે છે ત્યારે સુંદરબનનું વર્ણન આવે છે. શીબશંકર મિત્રા દ્વારા રચિત નવલિકા, સુંદરબાનેય અર્જન સરદાર, અને માનીક બન્ધોપાદ્યાય દ્વારા રચિત સુંદબન ક્ષેત્રના ગામડાના માછીમાર ના જીવનની વિટંબણા પર આધારિત નવલિકા પદ્મા નાદીર માઝી, સુંદરબન ક્ષેત્ર પર આધારીત છે. સુંદરબન ક્ષેત્ર બંગાળી માનસપટ પર છવાયેલું છે. Part of the plot of સલમાન રશદીની બુકર પુરસ્કાર જીતનાર નવલકથા, મધ્યરાતના બાળકોનો અમુક ભાગ પણ સુંદરબનમાં આલેખાયેલ છે. માનવ વંશ શાસ્ત્રી અમીતવ ઘોષની ૨૦૦૪ની પુરસ્કાર મેલવનાર નવલકથા, ધ હંગરી ટાઈડ(ભૂખ્યો જુવાળ), સુંદરબનની પાર્શ્વ ભૂમિમાં આલેખીત છે.
સુંદરબનનો અસંખ્ય કાલ્પનીક કથાઓમાં પણ ઉલ્લેખ થયો છે. જેમકે સાય મોંટેગોમેરીની બાળકથા ધ મેન-ઈટીંગ ટાઈગર્સ ઓફ સુંદરબન્સ જે ડોરોથી કેનફીલ્ડ ફીશર બાળ પુસ્તક પુરસ્કાર માટે નામાંકીત થઈ હતી.
પદ્મા નાદીર માઝી પર ગૌતમ ઘોષ દ્વારા એક ફીલ્મ પણ બની હતી. ૨૦૦૩ની IMAXની વૃત્તકથા બંગાળ વાઘ - શાઈનીંગ બ્રાઈટ અને અન્ય કેટલીયે વૃતાંત કથાઓ આ ઉદ્યાન પર આધારિત છે.બીબીસી ની પ્રખ્યાત ટીવી શૃખલા ગેંજીસ ગામડાના લોકોનું ખાસ કરીને મઘ સંગ્રહ કરનાર લોકોના જીવન પર પ્રકાશ પાડે છે.
અગણિત બંગાળી લોક કથામાં સુંદરબનનું વર્ણન આવે છે તે સિવાય લોકગીતો , નૃત્યો, જે મોટે ભાગે સુંદરબનના લોક નાયક અને દેવતા અને દેવીઓની આસપાસ રચયેલ હોય છે તેમાં સુંદરબનનો ઉલ્લેખ આવે છે. ખાસ સુંદરબન સંબંધીત દેવ દેવીઓ જેમ કે બોનબીબી અને દક્ષિણ રાઈ અને નિન્મ ગાંગેય મુખો માં માનસ અને ચાંદ સદાગર છે

Tuesday, November 13, 2012

પ્રકૃતિમાં જનરલ નોલેજ

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન 

વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાન એક ભારતીય રાષ્ટ્રીય પાર્ક, પશ્ચિમ ઉચ્ચ હિમાલય માં આવેલ છે, તે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ સમૃદ્ધ પ્રદેશ દુર્લભ પ્રાની જેમકે એશિયાઈ કાળા રીંછૢ હિમ ચિત્તો કથ્થઈ રીંછ અને ભૂરું ઘેટું આદિનું ઘર છે. વેલી ઓફ ફ્લાવર્સની હલકું સૌંદર્ય નંદાદેવીના જંગલી ભૂતળની પૂરક છે. આ બનેં સાથે મળીને ઝાસ્કર અને હિમાલય ને જોડતી કડી બને છે. આ પાર્ક ૮૭.૫૦ ચો કિમીના ક્ષેત્રમાં ફેલાયેલો છે.વેલી ઓફ ફ્લાવર્સ ઉચ્ચ હિમાલય પર આવેલ ખીણ છે. પ્રસિદ્ધ પર્વતારોહક વનસ્પતિશાસ્ત્રીઓ અને હિંદુ પુરાણોએ આની સુંદરતા વર્ણવી છે.આની કોમલ પરિદૃશ્ય, અલ્પાઇન ફૂલોં કી અદભુત સુંદરતા ધરાવતા મેદાનો અને નંદા દેવી જેવા અંતરિયાળ દુર્ગમ પ્રદેશમાં પ્રવેશવાની સરળતા આ પ્રદેશની વિશેષતા છે.વેલી ઓફ ફ્લાવર્સ માં વિવિધ રંગે ખીલી ઉઠેલ ફૂલોને લીધે લાગે છે જાણે પ્રકૃતિએ રંગોનો છંટકાવ કરેલ હોય. ૧૯૮૨માં તેને રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષીત કરવામાં આવ્યું અને હવે તે વિશ્વ ધરોહર સ્થળ છે. સ્થાનીય લોકો આના અસ્તિત્વ વિષે જાણતા હતાં અને તેમનું માનવું છે કે પરીઓ અહીં વસવાટ કરે છે.

ઘાટી બ્રહ્મ કમળ જેવા ઘણાં ફૂલોનું ઘર છે, બ્લૂ પોસ્તા અને કોબરા લિલિ.

આલ્પાઈન ફ્લોરાની વિવિધ પ્રજાતિનું નિવાસસ્થાન તેને જૈવિક અને વનસ્પતિય વિવિધતા માટે આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ મહત્ત્વની છે. જે પશ્ચિમ હિમાલયન જૈવિક ક્ષેત્રનું પ્રતિનિધી છે. ઝસ્કર પર્વત અને હિમાલયની વચ્ચેના ક્ષેત્રમાં ઘણી લુપ્તપ્રાય વનસ્પ્તિ જોવા મળે છે જે અન્ય ક્યાંય દેખાતી નથી. ઉત્તરાખંડનો આભાગ ઉચ્ચ ગઢવાલ માં આવેલ છે અને વર્ષના અધિકત્તર સમયમાં દુર્ગમ હોય છે. આ ક્ષેત્ર હિમાલયની ઝાસ્કર પર્વતમાળામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉધ્યાનનું સૌથી ઉંચુ સ્થાન ગૌરી પર્વત છે જેની ઉંચાઈ સમુદ્ર સપાટી થી ૬૭૧૯મી છે.

 

આ સ્થાનનો પરિચય જગતને કરાવાવનું શ્રેય ફ્રેંક સ્માઈથ નામના વનસ્પતિ શાસ્ત્રી, પર્વતારોહી અને સંશોધકને જાય છે. તેઓ ૧૯૩૭ના ચોમાસામાં અહીં કેમ્પ બનાવી રહ્યા હતાં અને ઘણાં ઉપયોગિ સંશોધનો કર્યાં હતાં. તેમણે ધ વેલી ઓફ ફ્લાવર્સ નામનું પુસ્તક લખ્યું. જેમાં તેમણે આ સ્થળના અપ્રતીમ સૌંદર્યનું વર્ણન કર્યું અને પ્રકૃતિના આ સુંદર રત્નને વિશ્વના વન્ય જિજ્ઞાસુઓ સાથે મિલન કરાવ્યું.

આ સ્થળનો વધુ અભ્યાસ કરવા ૧૯૩૯માં રોયલ બોટેનિક ગાર્ડન્સૢ એડીનબર્ગ દ્વારા માર્ગારેટ લેગી નામની વનસ્પતિ શાસ્ત્રીને મોકલવામાં આવી. અમુક ફૂલોના નમૂના લેતાં પર્વતના ઢોળાવ પરથી તેમનો પગ સરકતાં તેમણે જાન ગુમાવ્યાં.તેમની બહેને પછી તે સ્થળની મુલાકાત લીધી અને તે સ્થળે તેમનું સ્મૃતિચિન્હ બંધાવ્યું. હજી પણ તે મેમોરિયલ ત્યાં જોઈ શકાય છે.

વેલી ઓફ ફ્લાવર્સ સુધી પહોંચવા માટે લગભગ ૧૭ કિલોમીટરનું આરોહણ કરવું પડે છે. અહીંથી સૌથી નજીકનું શહેર જોષીમઠ છે જે ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. આશહેર હરિદ્વાર અને દેહરાદૂન જેવા રેલ્વે મથકો સાથે જોડાયેલું છે. આ બનેં સ્થળ જોષીમઠથી ૨૭૦ કિમી દૂર છે.


 જોષીમઠથી કોઈ વાહન ભાડે કરી જે તમને પાર્કના ૧૭ કિમી અંદર ગોવિંદઘાટ સુધી લઈ જાય છે. વેલી ઓફ ફ્લાવર્સ જવાનો રસ્તો જોષીમઠથી બદ્રીનાથ ના રસ્તે જ ચાલે છે પણ મધમાં એક ફાંટો આ રસ્તાથી છૂટો પડે છે જે તમને ગોવિંદઘાટ પહોંચાડે છે. ગોવિંદ ઘાટથી ૧૪ કિમી આરોહણ કરી તમે ઘાંઘરીયા નામની નાનકડી સુધી પહોંચો છો. જ્યાં રસ્તાઓ અટકે છે. આ સ્થળથી ૩ કિમી દૂર વેલી ઓફ ફ્લાવર્સ આવેલ છે. હેમકુંડ સાહેબ ઘાંઘરીયાથી ૫ કિમી દૂર છે

આમ તો વેલી ઓફ ફ્લાવર્સ ઘાંઘરીયાથી ચાલુ થઈ જાય છે પણ ખરેખરી વેલીઓફ ફ્લાવર્સ જેને કહી શકાય તે સ્થળ તો કરાડ અને ઝરાણાની પેલે પાર છે. રતબાણ પર્વત વેલીની સામે આવે છે અને છેવટે કુંત ખાલ આવે છે. વેલી ઓફ ફ્લાકર્સમાં જાજરમાન શિખરો સમાયેલા છે. પુષ્પાવતી નદીવહેતા વહેત બે ખંડમાં વહેંચાઈ જાય છે. ઘણાં નાના ઝરણાં પણ અહીંથી વહી છે જે આ ક્ષેત્રને પાણી સીંચતા રહે છે. આ ઝરણાં આ ક્ષેત્રની સુંદરતા વધારતાં આગળ વધી પુષ્પાવતી નદીને મળે છે. આ ખીણમાં ફૂલોને જોવાનું એક જ આરોહણ છે તમને અહીં ઘણાં પતંગિયા પણ જોવા મળે છે. તમને રસ્તે ચાલતાં કસ્તુરી મૃગ, ભારલ (ભુરું ઘેટું) હિમાલયન રીંછ, હિમાલયન મુષક સસલું, હિમ દીપડો પણ જોવા મળી શકે. પક્ષીવિદો માટે પણ આક્ષેત્ર સ્વર્ગ સમાન છે. ઘાસના મેદાનોને ફુલો, ધોધ, ઝરણાં, મોટા ખડકો આદિ દ્વારા શણગારેલી લાગે છે. પરવતા રોહીમાટે કેમ્પ ઘાંઘરીયામાં હોય છે જ્યાંથી વેલીઓફ ફ્લાવર્સ ૩ કિમી આરોહણ પર છે. આ એક હળવા સ્તરની ચઢાઈ છે અને રસ્તો સાફ દેખાય છે.

જનરલ નોલેજના તાલે-કુદરતના કમાલે

કુદરતની કારીગરી-હિમાલય 
 હિમાલય એશિયામાં સ્થિત એક પર્વતમાળા છે. તે ભારત ઉપમહાદ્વીપને તિબેટ ઉચ્ચપ્રદેશથી અલગ પાડે છે. હિમાલયમાં કારાકોરમ અને હિંદુકુશ જેવા પર્વતો પણ ગણાય છે. હિમાલયનું નામ સંસ્કૃતના શબ્દ હિમ (એટલે કે બરફ) અને આલય (એટલે કે રહેઠાણ) થી આવ્યુ છે. હિમાલયની જગ્યાએ પહેલાં ટેથિસ મહાસાગર હતો.આ પર્વત અફઘાનિસ્તાનથી બ્રહ્મદેશ સુધી લગભગ ૧૬૦૦ માઈલ લાંબો અને ૨૦૦ માઈલ પહોળો છે. તેની સરાસરી ઊંચાઈ ૧૮૦૦૦ થી ૨૦૦૦૦ ફૂટ છે. તેમાંનાં ૭૦ શિખરો તો ૨૪ હજાર ફૂટ કરતાં પણ વધારે ઊંચાં છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર ગૌરીશંકર(માઉન્ટ એવરેસ્ટ) ૨૯,૦૦૦ ફૂટ એટલે લગભગ ત્રણેક ગાઉ જેટલું ઊંચું છે. તેના ઉપર ચડવાને તેનસિંગ શેરપાએ યત્ય કર્યો ત્યાંસુધી તે અજેય હતું. આખી દુનિયામાં આટલું ઊંચું બીજું કોઈ સ્થળ નથી; અને તેથી જ હિમાલયને ગિરિરાજ એટલે પર્વતોને રાજા કહ્યો છે. પર્વતનાં બધાં ઊંચાં શિખરો નિરંતર બરફથી ઢંકાયેલાં રહે છે, કેમકે તે બધાં હિમરેખાથી ઊંચાં છે. હિમરેખા ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએ આવે છે. કશ્મીર, નેપાળ, સિક્કિમ, દાર્જિલિંગ, ભુતાન અને બીજાં ઘણાં રાજ્યો હિમાલયની તળેટીમાં રહેલાં છે. વિવિધ ભાષા અને આકૃતિનાં માણસો ત્યાં રહે છે. તિબેટ પણ હિમાલયની તળેટીમાં છે. ઉત્તર દિશા તરફ જનારી પર્વત શ્રેણી મનુષ્યોથી અગમ્ય છે. હિમાલયમાં પ્રુથ્વીના સૌથી ઊંચા પર્વત છે. તેમાંથી એક માઉંટ એવરેસ્ટ પણ છે જે દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.
ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ હિમાલયમાંથી નીકળે છે. હિમાલય આયુર્વેદની અનંત ઔષધિઓનો અખૂટ ભંડાર છે, વિવિધ વનરાજીના બહારનો વિભૂષિત વિસ્તાર છે. અવનિમાં ઉચ્ચતમ પદ ધારણ કરી વ્યોમમાં વાતો કરતો આર્યભૂમિનો આ એકલ કોટ અનુલ્લંઘનીય છે, અદ્વિતીય છે, અજોડ છે. હિમાલય એ શંકર પાર્વતીનું નિવાસ્થાન છે. હિમાલયની વાયવ્ય મર્યાદા સિંધુ નદી સુધી છે. મહાકવિ કાલિદાસ કહે છે તેમ તે પૃથ્વીનો માનદંડ છે. પૌરાણિક કોષમાં લખ્યા મુજબ એની પૂર્વ પશ્ચિમ લંબાઈ એંસી સહસ્ત્ર યોજન છે. પૂર્વ પશ્ચિમ બંને છેડે સમુદ્રને અડકેલો છે. અલકનંદાના સપ્ત પ્રવાહ માંહેના ગંગા નામના પ્રવાહનું મૂળ આ પર્વતમાં હોઇને તે ઉદ્ગમ સ્થળમાંથી તે કન્યાકુમારી ભૂશિર સુધી એક હજાર યોજન લંબાઈ છે. હિમાલયના મૂર્તિમાન દેવ હિમાલયને મેના સ્ત્રી હતી. તેને પેટે મેનાક, ક્રૌંચ પુત્રો અને અપર્ણા પર્ણા અને એકપર્ણા એમ ત્રણ પુત્રીઓ હતી
હિમાલયમાં 100થી વધુ પહાડ છે,જે 7200 મીટરમાં ફેલાયેલા છે.આ બધાજ પહાડો છ દેશોની સીમાને અડે છે.જેમાં નેપાળ,ભારત,ભૂટાન,તિબ્બટ(ચીન),અફધાનિસ્તાન અને પાકીસ્તાન.હિમાલયમાં 15 હજારથી પણ વધારે ગ્લેશિયર છે,જે 12 હજાર કિ.મીમાં ફેલાયેલા છે. 70 કિ.મી લાબું સીયાચીન ગ્લેશિયર વિશ્વનું બીજા નંબરનું સૌથી લાંબુ ગ્લેશિયર છે.
હિમાલયની ગગનચુંબી ટોચની વચ્ચે થઇને વિમાન લેન્ડિંગ અને ટેક ઓફ કરતું આ એરપોર્ટને દુનિયાના સૌથી પડકારજનક એરપોર્ટમાંનુ એક ગણાય છે. માત્ર આઠ જ પાયલોટને અહીં લેન્ડ કરવા માટે સર્ટિફાઇડ કરવામાં આવ્યા છે.
ભુતાનમાં આવેલું દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટ પારોના નામે ઓળખાય છે જ્યાં ઊંચી ગિરિમાળાની વચ્ચેથી વિમાનને લેન્ડીંગ કરવું એ અઘરૂ મનાય છે.