2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(સપ્ટેમ્બર થી ડીસેમ્બર)
સપ્ટેમ્બર
અમેરિકી અખબાર વૉશિંગ્ટન પોસ્ટે મનમોહનસિંઘને નિષ્ફળ વડાપ્રધાન તરીકે ભલે
રજૂ કર્યા પણ મનમોહનસિંઘે બહુ મક્કમતાપૂર્વક આર્થિક નિર્ણયો લઈને સૌને
ચોંકાવી દીધા ! વિરોધ પક્ષોના નિશ્ચિત વિરોધ અને ધમકીઓને અવગણીને દેશી
બજારમાં વિદેશી કંપનીઓને 'એફ.ડી.આઇ.' દ્વારા પ્રવેશ આપવાનો નિર્ણય લીધો.
વિકાસ જોઈએ છે તો સાહસ અને જોખમ માટે તૈયાર રહો તેમ કહ્યું. 'પૈસા
કાંઈ ઝાડ પર ઉગતા નથી ! હજુ કડક નિર્ણયો લેવા પડશે, મને સાથ આપો.' મમતાએ
યુપીએ સાથે છેડો ફાડયો. તૃણમૂલના છ પ્રધાનોએ રાજીનામા...