Sunday, June 23, 2013

કૌન બનેગા કરોડપતિ----("Kaun Banega Crorepati”)

કૌન બનેગા કરોડપતિનાં ઓડીશનમાં લેખિત પરીક્ષા અને પ્રશ્નો 
27-06-2013 થી ઓડીશનની શરૂઆત આંપણાં અમદાવાદથી જ થવા જઇ રહી છે. ત્યારે આપણે અગાઉ જોઉ તેમ ઓડીશનમાં લેખિત પરીક્ષા હોય છે.તો એ અંગે પ્રશ્ન થાય કે લેખિત પરીક્ષા કેવી રીતે લેવાય છે.તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે?
તો કેમ આ અંગેની સમજ મારા જ ઓડીશનથી હું ન આપું.
તમે બધાજ પોતાની વિગત પેલા ફોર્મમાં ભરીને જ્યાં માંડ નવરા પડશો, ત્યાંજ લેખિત પરીક્ષા માટેનો રણકાર સંભળાશે.ઓડીશન આપવા આવેલાં તમામ સ્પર્ધકો Avalon Hotel & Banquet અમદાવાદના હોલમાં એકી સાથે ગોઠવાય ગયા હશે.થોડીક શરૂઆતમાં સૂચનાઓ તમને આપવામાં આવશે.
અને પછી જણાવવામાં આવશે કે હવે તમારું લેખિત ઓડીશન શરૂ થાય છે. તમારી સામે મોટી સ્ક્રિન હશે.અને એ સ્ક્રિન જ તમારૂ પ્રશ્નપત્ર. કેમકે આ સ્ક્રિન પર ખુદ અમિતાબજી આવશે, તમને પ્રશ્ન પૂછવાં.
કંઇક આવીજ રીતે.
પહેલાં થોડી સામાન્ય વાતો અમિતાબજી કરશે.અને પછી પ્રશ્નો પૂછવાની શરૂઆત કરશે.
હવે લેખિત ઓડીશનને સમજાવવા હું મારા ઓડીશનમાં તમને લઇ જાંઉ,કેવાં પ્રશ્નો પુછ્યાં,કેવી રીતે પુછ્યાં,કેટલો સમય મળે.....વગેરે....વગેરે.....
એ વખતે અમિતાબજીએ કઇક આવું સંબોધન કર્યુ .કૈસે હો મેરે પ્યારે ભાઇયો ઔર બહનો.આપ સબકા લક્ષ્ય હે કેબીસીકી હોટ સીટ.તો આપ ભી સમજ લે,એ દસ સવાલ કે સહી જ્વાબ હી આપકો કેબીસી કે દરવાજે તક પહુચાં શકતે હે.એ દસ સવાલ આપકી કેબીસી કી હોટ સીટ કા પાસવર્ડ હે.તો હો જાયે તૈયાર સવાલ કે જ્વાબ દેને કે લીયે.
બસ આ જ રીતે પ્રારંભિક સંબોધન કરશે.તમારા હાથમાં OMR સીટ આપવામાં આવી હશે.જેમાં તમારે યોગ્ય ઑપશન્શ પસંદ કરીને તેમાં ખરાની નિશાની કરવાની રહેશે.
હ્રદયનાં ધબકારા કદાચ ધબકવાનું ભૂલી જાય તેવી ક્ષણો ઉભી થઇ હશે.હાથ કાંપતા હશે અને એસીમાં પણ પરસેવો વળતો હશે.
અને ત્યાં અમિતાબજી કહેશે કે એ રહા આપકે લીયે પહલાં ક્વેશિયન.જેનાં માટે તમારી પાસે ફક્ત 30 સેકન્ડનો જ સમય મળશે.એટલે પ્રશ્ન પુછાયા પછી ઑપશન આવતાંજ ઘડીયાળ 30 સેકન્ડનો સમય કાપવાં લાગશે.અને તમારે એક પછી એક એમ 10 સવાલોનાં જવાબ સ્વસ્થ ચિત્તે આપતું જવું પડશે.અને બસ 5 મિનિટમાંજ તમારી લેખિત પરીક્ષા પુરી.દરેક પ્રશ્નો જુદા જુદા વિષયનાં હોય છે.જેમ કે, ઇતિહાસ,ભૂગોળ,રાજકારણ,ધર્મ,ફિલ્મ,વર્તમાન,સાહિત્ય,ખેલજગત, વગેરે.....
હવે કેવાં પ્રશ્નો મને ઓડીશનમાં પુછાયા હતાં

0 comments: