Saturday, November 17, 2012

ઓલમ્પિક ગેમ્સ

રમત-ગમત-ઓલમ્પિકનો ઇતિહાસ 
ભૂતકાળ તરફ નજર કરવામાં આવે તો હજારો વર્ષ પહેલા જ્યારે મનુષ્ય સંક્રાન્તિ અને વિકાસની અવસ્થાથી ઘણો દૂર દૂર હતો, તે વખતે પણ એથેન્સ ખાતે ઓલમ્પિક રમતો રમાતી હતી. આધુનિક ઓલમ્પિક રમતોનું મૂળ તે પ્રાચીન ઓલમ્પિક રમતો સાથે જ જોડાયેલું છે. ટૂંકમાં કહી શકાય કે જો પ્રાચીન ઓલમ્પિક રમતોનું અસ્તિત્વ ન હોત તો કદાચ અર્વાચીન ઓલમ્પિક રમતો શરૂ પણ થઈ ન હોત.પ્રાચીન ગ્રીસના સમયમાં વિવિધ શ્રેણીની રમત-ગમતો શરૂ થઈ હતી અને લશ્કરી સંસ્કૃતિ તથા રમત-ગમતના વિકાસે ગ્રીસમાં એકબીજા પર સારો પ્રભાવ પાડયો હતો. રમત-ગમતો ગ્રીસની સંસ્કૃતિનો એટલો મહત્વનો ભાગ બની હતી કે ગ્રીસના લોકો ઓલમ્પિક રમત-ગમતોનું સર્જન કર્યું, જે દર ચાર વર્ષે ઓલમ્પિયા નામના પેલોપોનેસસના નાના ગામમાં યોજાતી હતી
 1896માં ઓલમ્પિકના ઈતિહાસને એથેન્સ ખાતે પુનર્જિવીત કરવામાં આવ્યો. અને તેની સાથે જન્મ થયો આધુનિક ઓલમ્પિક રમતોનો. પહેલી ઓલમ્પિક ગેમ્સમાં ગ્રીસ, જર્મની, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન સહીત કુલ 14 દેશોએ ભાગ લીધો હતો. અમેરીકાના જેમ્સ કોલોનીએ ટ્રીપલ જંપમાં ગોલ્ડ મેડલ જીતીને આધુનિક ઓલમ્પિકનો પહેલો મેડલ જીતવાનું ગૌરવ મેળવ્યું. પહેલી આધુનિક ઓલમ્પિકમાં કાર્લ સુમાને જુદી જુદી ત્રણ રમતોમાં ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. એથેન્સના સ્થાનિક લોકોએ તેમની પુનર્જિવીત પરંપરાને હોંશેહોંશે વધાવતા બધા જ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. 1896ની ઓલમ્પિકમાં કુલ 241 પુરૂષ ખેલાડીઓએ જુદી જુદી 43 રમતોમાં ભાગ લીધો. એથેન્સમાં મળેલી સફળતાના લીધે દર ચાર વર્ષે ઓલમ્પિકનું નિયમિતપણે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓલમ્પિકના ઈતિહાસ સાથે તેની મશાલ પણ ખાસ્સું મહત્વ ધરાવે છે. આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1928માં એમસ્ટરડમ ઓલમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ઓલમ્પિક મશાલ પ્રગટાવવામાં આવી હતી. તે જ રીતે આ રમતો સાથે પ્રતિજ્ઞાનું પાસું પણ જોડાયેલું હોય છે. ઓલમ્પિકમાં ભાગ લેતા દરેક ખેલાડીએ પોતાની રમત પ્રત્યે નીષ્ઠા દર્શાવવાની અને કોઈ છળકપટથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવાની હોય છે. આધુનિક ઓલમ્પિક રમતોમાં પહેલીવાર 1920માં એન્ટવર્પ ઓલમ્પિક દરમિયાન પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 25 ઓલમ્પિક ગેમ્સ યોજાઈ છે. તેમાંથી પહેલી અને પચ્ચીસમી ઓલમ્પિક ગેમ્સનું આયોજન ઓલમ્પિકના જન્મસ્થળ અને જનક માનવામાં આવતા એથેન્સ ખાતે કરવામાં આવ્યું હતું.

દર ચાર વર્ષે યોજાતા વિશ્વના સૌથી મોટા રમતગમત મેળાવડાને લઈને દુનિયાભરના રમત રસિયાઓમાં ઈંતેજારી રહે છે. સમયની સાથે આધુનિક ઓલમ્પિક રમતો અત્યાધુનિક બની છે. જ્યાં 1896ના એથેન્સ ઓલમ્પિકમાં 14 દેશોએ ભાગ લીધો હતો, ત્યાં 2004ની એથેન્સ ઓલમ્પિકમાં રેકોર્ડ 204 દેશોએ ભાગ લીધો હતો. 
 વધુ માહિતી માટે નીચે કલિક કરો

0 comments: