Monday, September 10, 2012

વ્યક્તિ વિશેષ-શ્વેતક્રાંતિના પિતા- વર્ગીસ કુરિયન

શ્વેતક્રાંતિ અને અમૂલ ડેરીનો આધાર એટલે 
વર્ગીસ કુરિયન
 

વર્ગીસ કુરિયનનો જન્મ ઈ. ૧૯૨૧ના નવેમ્બર માસની ૨૬મી તારીખે કેરળના કાલિકટ શહેરમાં થયો હતો. પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. વર્ગીસે બી. એસસી., બી.ઈ., એમ.એસસી. તથા ડી.એસસી.ની ડિગ્રીઓ પ્રાપ્‍ત કરી હતી.
ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ આણવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ગુજરાતના ડેરી-ઉદ્યોગના વિકાસમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્‍યો છે. આ સત્કાર્યની કદરરૂપે ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગને લગતાં અનેક સલાહકાર મંડળોમાં તેમને નીમવામાં આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિતિઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ઈ. ૧૯૬૫થી કરી છેલ્લે સુધી તેઓ આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન હતા. વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન ડેરી કૉર્પોરેશનના તે ઈ.૧૯૭૦થી ચેરમેન પદ શોભાવ્યું હતું. એ જ રીતે ઈ. ૧૯૭૯થી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (આણંદ) તથા ઈ. ૧૯૮૨થી આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પણ તેઓ ચેરમેન હતા.
બ્રસેલ્સ ખાતે આવેલી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની કારોબારી સમિતિમાં તેઓ ઈ. ૧૯૭૪-૭૮ દરમિયાન અને ત્યાર પછી ઈ. ૧૯૮૨થી અદ્યાપિ પર્યન્ત સભ્ય છે. ભારત સરકારના ઊર્જા સલાહકાર બોર્ડના તેઓ સભ્ય છે. ભારતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગના તેઓ ફેલો છે. ઈ. ૧૯૬૦થી તેઓ પશુપાલન તથા ડેરી વિકાસ માટે ગુજરાત રાજ્યના માનાર્હ સલાહકાર તથા ગુજરાત પશુપાલન અને ડેરી વિકાસ મંડળના માનાર્હ કાર્યકારી પ્રમુખ છે. ઈ. ૧૯૭૩થી કરી ૧૧ વર્ષ માટે તેઓ ગુજરાત સહકારી દૂધ-વેચાણ સંઘના પ્રમુખ હતા. કુરિયને દેશભરમાં આણંદનું મોડલ અપનાવીને ભારતને વિશ્વભરમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક બનાવવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું . આજે દેશભરમાં 20 લાખથી વધુ ખેડુતો કુલ 200 ડેરીઓમાં દૈનિક 20 મિલિયન લીટર દૂધનું ઉત્પાદન કરે છે . કુરિયન 28 વર્ષના હતા ત્યારે આણંદ આવ્યા હતા અને સખત પરિશ્રમ દ્વારા તેમણે શ્વેતક્રાંતિ કરી હતી અને સહકારી ક્ષેત્રને તેમજ ડેરી ઉદ્યોગને વિકસાવવામાં તેમજ બ્રાન્ડ ‘ અમૂલ ’ ના સર્જનમાં અમૂલ્ય પ્રદાન આપ્યું હતું . તેઓ ખેડૂતોને જ દૂધના બિઝનેસના ખરા માલિકો માનતા હતા . ભારત સરકારે પદ્મવિભુષણ, પદ્મભુષણ, પદ્મશ્રી, કૃષિરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ૧૯૬૫માં કુરિયનને રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૬મી નવેમ્બર ૧૯૨૧નાં દિવસે જન્મેલા કુરિયન અમુલ ડેરી ફુડ બ્રાન્ડની રચના કરવા માટે જાણીતા રહ્યા હતા. તેઓએ ઓપરેશન ફ્લગમાં પણ ચાવીરૃપ ભુમિકા અદા કરી હતી. અમુલ ડેરી બ્રાન્ડ પ્રોડક્ટની રચના અને સફળતામાં મહત્વપુર્ણ ભુમિકા હતી. કુરિયનને' મિલ્કમેન ઓફ ઇન્ડિયા' અને 'ફાધર ઓફ વ્હાઇટ' રેવ્યુલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
ઈ. ૧૯૭૪માં દિલ્હી ખાતે આંતરરાષ્‍ટ્રીય ડેરી કૉંગ્રેસનું ઓગણીસમું અધિવેશ ભરવામાં આવ્યું હતું. તે અધિવેશનના અધ્યક્ષપદે ડૉ. કુરિયનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, જીવન વીમા નિગમ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડાના સેન્ટ્રલ એમિનિસ્ટ્રેટિવ બૉર્ડના સંચાલક મંડળના તેઓ નિયામક હતા.
તેમની શ્વેતક્રાન્તિ વિષેની પ્રશસ્ય કામગીરી બદલ અનેક રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખિતાબો, પારિતોષિકો તથા બહુમાનથી નવાજવામાં આવ્યા છે. ઈ. ૧૯૬૩માં તેમને કમ્યુનિટી લીડરશીપનો મેગ્સેસે ઍવૉર્ડ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૦માં ‘વિશ્વગુર્જરી‘ ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. તદુપરાંત ઈ. ૧૯૮૩માં મથુરાદાસ વિસનજી એન્ડાઉમેન્ટ ઍવૉર્ડ, ઈ. ૧૯૮૯માં સંયુક્ત રાષ્‍ટ્રસંઘનો શાંતિપુરસ્કાર, ઈ. ૧૯૬૫માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી‘નો ખિતાબ અને ઈ. ૧૯૬૬માં ‘પદ્મભૂષણ‘નો ખિતાબ આપવામાં આવ્યો હતો. દેશપરદેશની કેટલીયે યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડિગ્રીઓ તથા સન્માનપત્રોથી વિભૂષિત કર્યા છે. વલ્લભવિદ્યા-નગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી અર્પણ કરી હતી.
 દેશનાં શ્વેત ક્રાંતિનાં જનક ગણાંતા ડોક્ટર વર્ગીસ કુરિયનનું નવમી સપ્ટેબર,2012ની સવારે ગુજરાતનાં નડિયાદમાં અવસાન થયું હતું. તેઓ ૯૦ વર્ષનાં હતી વર્ગીસ કુરિયન કિડનીની બિમારીથી ગ્રસ્ત હતા. વર્ગીસ કુરિયન નડિયાદમાં આવેલી મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં આજે સવારે અવસાન પામ્યા હતા. તેઓ થોડાક સમયથી બિમાર હતા. કુરિયન તેમના પત્ની મોલી કુરિયન અને પુત્રી નિર્મલાને છોડીને ગયા છે. કુરિયનનાં મૃત દેહને વહેલી સવારે ૪.૦૦ વાગે તેમનાં નિવાસ સ્થાને લઇ જવાયો હતો. ત્યારબાદ તેમનાં મૃતદેહને આણંદનાં અમુલ ડેરીનાં સરદાર હોલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં લોકોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી. સાંજે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું જેમાં તમામ જાણિતી હસ્તીઓ

તેમણે કેટલાક ગ્રન્થો પણ લખ્યા છે જેમાં ‘પ્રોડક્ટિવિટી ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ‘, ‘પબ્લિક સર્વિસ બાય પ્રાયવેટ પર્સન્સ‘ અને ‘વીમેન ઍન્ડ ફૂડ‘ ઉલ્લેખનીય છે.

0 comments: